બોટાદ જિલ્લાના રાણપુર તાલુકામાં એક કમકમાટી ઘટના બની છે રાણપુર તાલુકાના ખસ ગામની સીમમાં અળવ ગામના માર્ગે વાડીના શેઢા પાસે ધાતુના ખુલ્લા તારમાં ઇલેક્ટ્રિક વીજશોર્ટ લાગતા રાણપુર તાલુકાના નાનીવાવડી ગામના 2 યુવકોના કમકમાટી ભર્યા મોત નીપજતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે આ બંને યુવકો શોર્ટકટ રસ્તો અપનાવવા વાડીમાંથી પસાર થયા હતા ત્યારે વાડીના શેઢા પાસે મુકવામાં આવેલ ધાતુના ખુલ્લા તારમાં ઇલેક્ટ્રિક વીજશોર્ટ લાગતા બંને યુવકોના મોત નીપજ્યા હતા સમગ્ર ઘટનાની જાણ લોકોને થતા લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને બંને મૃતકોને રાણપુર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.બનાવ અંગે મળતી વિગતો પ્રમાણે રાણપુર તાલુકાના ખસ ગામની સીમમાં અળવના માર્ગે આવેલ વાડીમાંથી શોર્ટકટ રસ્તેથી વિજયભાઈ નાજાભાઇ ચાવડા અને નાનજીભાઈ ધનજીભાઈ પીપળીયા નાનીવાવડી ગામના બંને યુવકો ત્યાંથી પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન વાડીના શેઢા પાસે ખુલ્લા ધાતુના તારમાં ઇલેક્ટ્રિક વીજશોર્ટ લાગતા બંને યુવકોના મોત નિપજ્યા હતા.
આ બનાવની જાણ લોકોને થતા લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને બંને યુવકોને રાણપુર સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના ડોક્ટરે બંને યુવકોને મૃત જાહેર કર્યા હતા જે સમગ્ર ઘટનાને લઈને બંને મૃતક યુવકો ના પરિવાર ઉપર આભ તૂટી પડ્યું હતું. આ સમગ્ર ઘટનામાં રાણપુર પોલીસ મથકમાં સરદારભાઈ દોલુભાઈ મોરી વિરુદ્ધ મૃતક યુવકના પિતા નાજાભાઇ નાનુભાઈ ચાવડાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે જે ફરિયાદને આધારે રાણપુર પોલીસ સ્ટેશનના ઙઈં એસ.એ.પટેલ એ આગળની કાર્યવાહી અને તપાસ હાથ ધરી છે..
બંને યુવકોના મૃત્યુ બાદ પરિવારની કરુણાતિંકા
આ વીજશોર્ટની ઘટનામાં જે 2 યુવકોના મોત નિપજ્યા છે તેમાં વિજયભાઈ નાજાભાઇ ચાવડા(ઉંમર વર્ષ-33)ને 2 નાના દીકરા છે એક દીકરો 6 વર્ષનો એક દીકરો 4 વર્ષનો છે વિજયભાઈ ચાવડાનું વીજશોર્ટ લાગવાથી મોત થતા આ બંને બાળકોએ નાનપણમાં જ પિતાની છત્રછાયા ગુમાવી છે.જ્યારે નાનજીભાઈ ધનજીભાઈ પીપળીયા(ઉંમર વર્ષ 35)ને વીજશોર્ટ લાગતા નાનજીભાઈ પીપરીયા નું મોત થતા 11 વર્ષની દીકરી નોંધારી બની ગઈ છે કારણ કે અગાઉ આ દીકરીએ માતાની છત્રછાયા ગુમાવી હતી ત્યારબાદ આજે વીજશોર્ટ લાગતા પિતાનું મૃત્યુ થતાં 11 વર્ષની ઉંમરમાં જ આ દીકરીએ પિતાની પણ છત્રછાયા ગુમાવતા દીકરી નોંધારી બની ગઈ છે અને નાનપણમાં જ માતા-પિતાની છત્રછાયા ગુમાવતા 11 વર્ષની દીકરી ઉપર આભ તૂટી પડ્યું છે અને આ ગોઝારી ઘટનામાં બંને મૃતક યુવકોના પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે અને નાના એવડા નાનીવાવડી ગામમાં શોકનું મોજુ ફરી વળ્યુ છે.
