જામનગરના કૃષ્ણનગર વિસ્તારમાં રહેતા અને ક્ધસ્ટ્રક્શનની પેઢી ચલાવતા રાજુભાઈ મેણંદભાઈ મોઢવાડિયા નામના વેપારીએ ઉત્તર પ્રદેશના સકસેના મરીન ટેક. પ્રાઇવેટ લિમિટેડના બે ડિરેકટર એચ.એલ.સક્સેના તેમજ અન્ય ડિરેકટર અતુલ શ્રીવાસ્તવ સામે રૂૂપિયા 73,57,910 ની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ સિટી સી. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવી છે.
ફરિયાદીની પેઢીને ક્ધસ્ટ્રકશનનું કામ મળ્યું હોવાથી તેઓએ ઉત્તર પ્રદેશની ઉપરોક્ત પેઢી પાસે ફેબ્રિકેશનનો માલ સામાન મંગાવવા માટે બન્ને ડિરેક્ટરો સાથે 1,14,00,000 નું એમ.ઓ.યુ. કરીને આરટીજીએસ કર્યું હતું. ત્યારબાદ બંને ડાયરેક્ટરો મારફતે 40,42,090 નું ફેબ્રિકેશનનું મટીરીયલ મોકલાવ્યું હતું, જ્યારે બાકીની 73,57,910 ની ફેબ્રિકેશનની ચીજ વસ્તુઓ મોકલી ન હતી, અને તેના પૈસા પણ નહી આપી, છેતરપિંડી કરી હોવાથી ઉપરોક્ત પેઢીના બન્ને સંચાલકો સામે પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે.
