જામનગરમાં ચાંદીપુરા વાઇરસના બે શંકાસ્પદ કેસ નોંધાતા દોડધામ

જામનગરમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ બે બાળ દર્દીઓ નોંધાતા આરોગ્ય તંત્ર સતર્ક બન્યું છે. શહેરના વોર્ડ નાં -6 ના ગણપતનગર વિસ્તારના એક વર્ષના બાળક તેમજ ઢીંચડા…

જામનગરમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ બે બાળ દર્દીઓ નોંધાતા આરોગ્ય તંત્ર સતર્ક બન્યું છે. શહેરના વોર્ડ નાં -6 ના ગણપતનગર વિસ્તારના એક વર્ષના બાળક તેમજ ઢીંચડા રોડ પર રવિ પાર્ક વિસ્તારના અન્ય એક બાળકને ગંભીર હાલતમાં સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

બંને બાળકોને તાવ, આંચકી સહિતના ગંભીર લક્ષણો જણાતા તેમને હોસ્પિટલના આઈસીયુમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. ડોક્ટરોએ બંને બાળકોના સેમ્પલ વધુ તપાસ માટે લેબોરેટરીમાં મોકલ્યા છે. રિપોર્ટ આવ્યા બાદ જ ચાંદીપુરા વાયરસની પુષ્ટિ થઈ શકશે.

બંને શંકાસ્પદ કેસ સામે આવ્યા બાદ હોસ્પિટલ તંત્ર, મહાનગરપાલિકા અને આરોગ્ય વિભાગે સંકલિત કામગીરી શરૂૂ કરી છે. દર્દીઓના રહેણાંક વિસ્તારોમાં સર્વેલન્સ, સફાઈ અને જરૂૂરી આરોગ્યલક્ષી પગલાં લેવામાં આવી રહ્યા છે.

આરોગ્ય અધિકારીઓએ વાલીઓને અપીલ કરી છે કે બાળકોને તાવ, સતત ઉલટી, આંચકી અથવા બેભાન થવા જેવા લક્ષણો દેખાય તો તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્ર અથવા હોસ્પિટલમાં લઈ જવું. ખાસ કરીને ચોમાસાની ઋતુમાં બાળકોની સ્વચ્છતા જાળવવી, મચ્છરો અને અન્ય જીવાતોથી બચાવના પગલાં લેવા તેમજ ઘરની આસપાસ સ્વચ્છતા રાખવી જરૂૂરી છે. હાલ બંને બાળકોની સારવાર ચાલુ છે અને તેમના લેબોરેટરી રિપોર્ટની રાહ જોવાઇ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *