નવાગામે દિવાલ ધસી પડતા એકને ઈજા, અકાળામાં એક પશુનું મૃત્યુ, શહેરની દુકાનોમાં પાણી ઘુસ્યા, લગ્ન પ્રસંગોમાં મંડપ ઉડ્યા, વીજ પૂરવઠો ઠપ
યાત્રાધામ ચોટીલામાં સોમવારે સાંજે વેસ્ટર્ન ડીસ્ટર્બન્સને કારણે એકા એક વિજ્યુબિલીટીમાં ઘટાડો થતા ધુળની આંધી સાથે કમોસમી માવઠાનો બે રાઉન્ડ વરસાદ વરસી પડ્યો હતો જેમા સાંજે કરાનો વરસાદ વરસેલ હતો અને રાત્રે પણ જોરદાર પવન સાથે વાવાઝોડા રૂૂપી 21 મીમી વરસાદ વરસતા જન જીવનને અસર પહોચી હતી.
સાંજે પ્રથમ જોરદાર પવન અને ધુળની આંધી ઉડી હતી, વિજળીના કડાકા ભડાકા અને કરાનો વરસાદ તૂટી પડ્યો જેના કારણે ખેડૂતો ને માવઠાનો માર, ખેતી ને નુકશાન, વૃક્ષો ધરાશાયી અને શહેરમાં પાણી ભરતા દુકાનોમાં ઘુસ્યાં તેમજ વીજ પુરવઠો ડૂલ થતા અનેક લોકો હેરાન પરેશાન થયા હતા.
તાલુકાનાં નવા ગામમાં બાથરૂૂમ ની દિવાલ ઘસી પડી હતી જેમા વાલાભાઇ ઘાઘળ ને ઇજા પોહચતા ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવેલ તેમજ વીજ પડવાથી અકાળા ગામે એક ભેસ મરણ પામેલ છે.
માવઠાનાં બે રાઉન્ડ વરસાદમા યાત્રાધામની બજારમાં પાણી ભરાતા પાલિકા તંત્ર ની લાપરવાહી નો ભોગ વેપારીઓ બન્યાં હતા. મેઇન બજારને થોડા વરસાદે પાણી પાણી કરી દિધી હતી.કહેવાતી પ્રિ મોન્સૂન કામગીરીનાં તેમજ હવામાન વિભાગની આગાહી સામે તંત્રની જાગૃતતાનાં ધજીયા ઉડી ને આંખે વળગ્યાં હતા શહેરમાં રસ્તા ઉપરનાં અનેક નાળાઓ ગેબીજનોની કૃપાથી બુરાઈ જતા વરસાદી પાણીનો નિકાલ બંધ થયો હતો જેના કારણે દુકાનોમાં પાણી ઘુસ્યા હતા. સ્થાનિક પાલિકાની નિષ્ફળતાનો લોકોએ રોષ ઠાલવ્યો હતો.
ચોટીલા વિસ્તારમાં વાવાઝોડાએ તારાજી સર્જી હતી. અનેક ઠેકાણે લગ્ન પ્રસંગોમાં મંડપ સમીયાણા ઉડ્યાં હતા સાંજના લગ્ન પહેલા વાવાઝોડું વરસાદ ત્રાટકતા રમખાણ મચી જવા પામી હતી શહેરમાં બસસ્ટેન્ડ, પરમાર શેરી, વીશા શેરી તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વૃક્ષ પડવાથી અનેક રસ્તાઓ, બ્લોક થયા હતા.અનેક ઠેકાણે વાયરો પડી જતા શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો જે મોડી રાત સુધી કાર્યરત ના થતા લોકો બેબાકળા બની ગયા હતા.
રાજ્યમાં કહેવાતી પ્રિ મોન્સૂન કામગીરી અને માવઠાની આગાહી સામે તંત્ર અને તંત્ર વાહકો ખૂબ હળવાશ લીધી હોય તેવું જોવા મળેલ હતું કુદરતે સમય એવો લીધો કે કોઇ મોટી જાનહાનિ થઇ નથી પરંતુ લોકોએ ભોગવેલી પરેશાની અનેક વિભાગનાં તંત્ર વાહકોને એક સબક આપેલ હોય તેવું લોકો કહી રહ્યા છે.
