માળિયા મિયાણામાં આધેડને ભડાકે દેનાર ભાજપ પ્રમુખના ભાઈ સહિત બે શખ્સ ગીરફતાર

માળીયા મીયાણામાં જુના બસ સ્ટેશન પાસે રહેતા આધેડ ઘરના ફળિયામાં બેઠા હતા ત્યારે તેઓના ઉપર જૂના મનદુખનો ખાર રાખીને ફાયરિંગ કર્યું હતું જેમાં ગંભીર રીતે…

માળીયા મીયાણામાં જુના બસ સ્ટેશન પાસે રહેતા આધેડ ઘરના ફળિયામાં બેઠા હતા ત્યારે તેઓના ઉપર જૂના મનદુખનો ખાર રાખીને ફાયરિંગ કર્યું હતું જેમાં ગંભીર રીતે ઈજા પામેલ આધેડનું મોત નીપજયું હતું ત્યાર બાદ મૃતક આધેડના પત્નીએ માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે 6 શખ્સોની સામે ફરિયાદ કરી હતી જે ગુનામાં પોલીસે હાલમાં માળીયા શહેર ભાજપના પ્રમુખના ભાઈ સહિત 2 આરોપીની ધરપકડ કરેલ છે અને બાકીના આરોપીને પકડવા માટેની તજવીજ ચાલી રહી છે.

માળિયા શહેરમાં જુના બસ સ્ટેશન પાસે રહેતા હૈદરભાઈ સુમારભાઈ મોવર (51) નામના આધેડ થોડા દિવસો પહેલા સાંજે સાડા સાત વાગ્યે પોતાના ઘરના ફળિયામાં બેઠા હતા ત્યારે કાર લઈને સફીર મોવર અને અન્ય અજાણ્યા ચાર શખ્સો ત્યાં આવ્યા હતા અને હૈદરભાઈ ઉપર ફાયરિંગ કર્યું હતું જેથી 52 જેટલા છરા તેને શરીર ઉપર લાગ્યા હતા માટે ઇજા પામેલા આધેડને તાત્કાલિક સારવાર માટે મોરબી લાવ્યા હતા.

જો કે, તેઓનું મોત નીપજયું હતું ત્યાર બાદ મૃતકના પત્ની સાઇનાબેન હૈદરભાઈ મોવરએ માળીયા મિયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે માળીયા શહેર ભાજપના પ્રમુખ ઇલિયાસ મુસાભાઇ મોવર અને સફીર મુસાભાઈ મોવર અને અન્ય અજાણ્યા ચાર શખ્સોની સામે ફરિયાદ નોંધાવેલ હતી.

આ ગુનાની તપાસ કરી રહેલ પીઆઇ આર.એસ. પટેલ અને તેની ટીમે હાલમાં હત્યાના ગુનામાં મરણ જનાર ઉપર ફાયરિંગ કરનાર સફીર મુસાભાઈ મોવર (32) રહે. રહે હાલ વાવડી રોડ શ્રીજી પાર્ક મોરબી મૂળ રહે માળિયા ત્રણ રસ્તા તેમજ મયુદ્દીનભાઈ મહેબૂબભાઈ કટિયા (25) રહે. હાલ વિશાલા હોટલ પાછળ હનીફાબેન મોવરની વાડીએ માળિયા મૂળ રહે. જોરાવરનગર સુરેન્દ્રનગર વાળાની ધરપકડ કરેલ છે અને આરોપીઓ પાસેથી ગુનાના કામે વપરાયેલ હથિયાર તથા મોબાઈલ ફોન પોલીસ દ્વારા કબજે કરવામાં આવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *