રાજ્યમાં પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, છ સિસ્ટમ કાર્યરત

વરસાદની રાહ જોતા ખેડૂતો માટે રાહતના સમાચાર આવ્યા છે. હવામાન વિભાગે આજથી પાંચ દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની કરી છે. સાયક્લોનિક સર્ક્યુલેશન અને એકસાથે 6…

વરસાદની રાહ જોતા ખેડૂતો માટે રાહતના સમાચાર આવ્યા છે. હવામાન વિભાગે આજથી પાંચ દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની કરી છે. સાયક્લોનિક સર્ક્યુલેશન અને એકસાથે 6 વરસાદી સિસ્ટમ સક્રિય થતાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદનું અનુમાન કરવામાં આવ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. જોકે, દક્ષિણ ગુજરાતના તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદની શક્યતાને પગલે એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત સંઘ પ્રદેશ દાદરા અને નગર હવેલીમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી દિવસોમાં વરસાદનું જોર કેટલાક વિસ્તારોમાં વધવાની શક્યતા હોવાથી સ્થાનિક તંત્રને પણ સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે.

વરસાદની સાથે ભારે પવનની પણ આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને આવતીકાલે દરિયો તોફાની રહેવાની શક્યતા હોવાથી માછીમારો માટે મહત્વપૂર્ણ સૂચના આપવામાં આવી છે. માછીમારોને દરિયો ન ખેડવા તેમજ દરિયાકાંઠે સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે. રાજ્યમાં સક્રિય વરસાદી સિસ્ટમોના કારણે આગામી પાંચ દિવસ દરમિયાન વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા છે. ગંગાના મેદાની વિસ્તારો વાળા પશ્ચિમ બંગાળ અને ઉત્તરી ઓડિશામાં ખૂબ જ વધારે વરસાદ થવાની શક્યતા છે. ઉત્તર પ્રદેશ, ઝારખંડ, બિહાર, હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, ઉત્તરાખંડ અને પૂર્વોત્તરના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદની આશા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *