મોરબી સીટી એ ડિવિઝન પોલીસે બાતમીને આધારે રવાપર રોડ પર આવેલ શક્તિ ટાઉનશીપમાં દરોડો પાડી ફ્લેટમાં ધમધમતું જુગારધામ ઝડપી લઈ જુગાર રમી રહેલા આઠ આરોપીઓને રોકડા રૂૂપિયા 7.20 લાખ સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી. શહેરના રવાપર રોડ પર શક્તિ ટાઉનશીપમાં આવેલ આધ્યા હાઈટ્સમાં ફ્લેટમાં જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમીને આધારે પોલીસે દરોડો પાડતા આરોપી (1) રસીકભાઈ ગણેશભાઈ પટેલ (2) પ્રકાશભાઈ વશરામભાઈ પટેલ (3) ભરતભાઈ ગોરધનભાઈ સવસાણી (4) જેન્તીલાલ ગાંડુભાઈ ઠોરીયા (5) મીઠાલાલ મનજીભાઇ પટેલ (6) યોગેશભાઈ ભીમજીભાઈ અમૃતિયા, ગણેશભાઈ નરભેરામ ભાઈ પટેલ અને પ્રભુભાઇ સુંદરજી ભાઇ ભાલોડીયાને રોકડા રૂૂપિયા 7.20 લાખ સાથે તીનપતિનો જુગાર રમતા ઝડપી લીધા હતા. સીટી એ ડિવિઝન પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.
મોરબીમાં પત્તા ટીંચતા 8 શકુની ઝડપાયા
મોરબી સીટી એ ડિવિઝન પોલીસે બાતમીને આધારે રવાપર રોડ પર આવેલ શક્તિ ટાઉનશીપમાં દરોડો પાડી ફ્લેટમાં ધમધમતું જુગારધામ ઝડપી લઈ જુગાર રમી રહેલા આઠ આરોપીઓને…
