ભાણવડ તાલુકાના કપુરડી ચેકપોસ્ટ વિસ્તારમાં સ્થાનિક પી.આઈ. કે.બી. રાજવી તથા પી.એસ.આઈ. ખાંટની સૂચના મુજબ સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન એ.એસ.આઈ. ગીરીશભાઈ ગોજીયા તથા વેજાણંદભાઈ બેરાને મળેલી ચોક્કસ બાતમીના આધારે મોડપર ગામ તરફથી આવી રહેલી એક મોટરકારને અટકાવી, ચેકિંગ કરવામાં આવતા આ મોટરકારમાં છુપાવીને લઈ જવાથી વિદેશી દારૂૂની 43 બોટલ મળી આવી હતી.
આથી પોલીસે 51,700 ની કિંમતની વિદેશી દારૂૂની બાટલીઓ તથા રૂૂપિયા 7,000 ની કિંમતનો એક મોબાઈલ ફોન અને મોટરકાર સહિત કુલ રૂૂપિયા 2,58,700 ના મુદ્દામાલ સાથે મોરઝર ગામના અવિનાશ મનસુખભાઈ બગડા અને નવાગામ વિસ્તારના રહીશ જયદીપ અનિલભાઈ વાઘેલા નામના બે શખ્સોની વિધિવત રીતે અટકાયત કરી હતી. તેઓ સાથે અન્ય એક કાયદાથી સંઘર્ષિત કિશોર પણ હોવાનું ખુલવા પામ્યું છે. વિદેશી દારૂૂનો આ જથ્થો રાણાવાવ તાલુકાના સાજણવાળાનેસ ખાતે રહેતા રૂૂડા ઉલવા રબારી નામના શખ્સ દ્વારા સપ્લાય કરવામાં આવ્યો હોવાનું ખુલવા પામ્યું છે. જે અંગે પોલીસે વિવિધ રીતે ગુનો નોંધી, આગળની કાર્યવાહી હાથ ધરી છે.
