એસ.ટી.ના તુગલકી નિર્ણય સામે જનઆક્રોશ
હા સાવરકુંડલા એસ ટી નિગમના પ તુગલકી ફરમાન પ ને કારણે લોકો વિસ્મયતા સાથે રોષની લાગણી અનુભવી રહ્યાં છે. વાત એમ છે કે મહુવા રોડ પર આવેલ રેલ્વે ફાટક પર જે ઓવર બ્રિજ બની રહ્યો છે તેને કારણે રાજુલા – મહુવા – ખાંભા સાઇડની બધી બસો જેસર રોડ બાય પાસ થઈને જાય છે. આટલું ફરીને જવાનું થતું હોવાથી સમયનો અત્યંત વેડફાટ તો હતો જ, અપ ડાઉન કરતા કર્મચારીઓ પોતાના ગંતવ્ય સુધી સમયસર પહોંચી પણ શકતા નથી. આટલી તકલીફ ઓછી હોય તેમ એસ.ટી નિગમે લાચાર જનતા પર લગભગ 88%નો કમ્મરતોડ ભાડા વધારો નાખીને પપડ્યા પર પાટુથ માર્યાની સ્થિતિ સર્જી છે.સા. કું થી બાઢડાની ₹11 ટિકીટ હતી તેના ₹20 ટિકીટ કરીને માનવતા નેવે મુકી છે.
આ સંદર્ભે વિદ્યાર્થીઓમાં પણ રોષની લાગણી વ્યાપેલ છે. આ તદન ખોટી વસ્તુ તેમજ માનવતા નેવે મુકીને યાત્રિકોની ઉપર ખોટી રીતે થોપાયેલ ભાવવધારાનીની જાણ સત્તાધિશો તેમજ ગુજરાત રાજય પરિવહનને કરીને આ સમસ્યાના સંદર્ભે વહેલાસર જનતા જનાર્દનની તરફેણમાં કોઈ નિર્ણય આવે તેવી નમ્ર વિનંતી વી. સી ભટ્ટ (9510360029)સા. કું તેમજ એસ ટીમાં રોજ અપ ડાઉન કરતા અસંખ્ય યાત્રીઓ દ્વારા કરવામાં આવેલ છે.
