દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ વિસ્તારમાં સ્થાનિક પી.આઈ. કે.બી. રાજવીની ટીમ દ્વારા ગુરુવારે હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન ચોક્કસ બાતમીના આધારે ભાણવડમાં આવેલા હાઈસ્કૂલ ખાતે રહેતા અને મૂળ ભરતપુર ગામના રામ કેશુભાઈ ઓડેદરા નામના શખ્સના રહેણાંક મકાનમાંથી રૂૂપિયા 9,500 ની કિંમતની વિદેશી દારૂૂની 15 બોટલ સાથે રામ ઓડેદરા સાથે અને રામા જેસાભાઈ કોડીયાતર (રહે. રાણીવાવનેસ) નામના બે શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતા. દારૂૂનો આ જથ્થો જુનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકામાં રહેતા અરજણ પરબત ઓડેદરા નામના શખ્સ પાસેથી લીધો હોવાનું પોલીસમાં જાહેર થયું છે. જે સંદર્ભે ભાણવડ પોલીસે મુદ્દામાલ સાથે બંને આરોપીઓની અટકાયત કરી, સપ્લાયર અરજણ પરબત ઓડેદરાને હાલ ફરાર જાહેર કરવામાં આવ્યો છે.
ભાણવડમાં વિદેશી દારૂૂના જથ્થા સાથે બે શખ્સો ઝડપાયા
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ વિસ્તારમાં સ્થાનિક પી.આઈ. કે.બી. રાજવીની ટીમ દ્વારા ગુરુવારે હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન ચોક્કસ બાતમીના આધારે ભાણવડમાં આવેલા હાઈસ્કૂલ ખાતે રહેતા…
