રાજ્યના નાગરિકોને રંજાડતા તત્ત્વોને ખો-ભૂલાવી દેવા મુખ્યમંત્રીનો આદેશ

સ્વાગત ઓનલાઇન જન ફરીયાદ નિવારણ કાર્યક્રમમાં થયેલી ફરીયાદો સાંભળી ‘દાદા’એ કડક કાર્યવાહી કરવા સુચના આપી રાજયમાન નાગરીકોને રંજાડતા અસામાજીક તત્વો ઉપર તુટી પડવા મુખ્યમંત્રીએ આદેશ…

સ્વાગત ઓનલાઇન જન ફરીયાદ નિવારણ કાર્યક્રમમાં થયેલી ફરીયાદો સાંભળી ‘દાદા’એ કડક કાર્યવાહી કરવા સુચના આપી

રાજયમાન નાગરીકોને રંજાડતા અસામાજીક તત્વો ઉપર તુટી પડવા મુખ્યમંત્રીએ આદેશ આપ્યો છે. મુખ્યમંત્રીએ સ્વાગત ઓનલાઇન જન ફરીયાદ નિવારણના કાર્યક્રમમાં મળેલી ફરીયાદોને સાંભળી ભુપેન્દ્રભાઇ પટેલે સંબંધીત જિલ્લા અને સરકારના વિભાગને યોગ્ય કાર્યવાહી કરવા આદેશ આપ્યો છે.

જુલાઈ -25ના જિલ્લા સ્વાગતમાં 1325 – તાલુકા સ્વાગતમાં 2879 અને ગ્રામ સ્વાગતમાં 239 રજૂઆતો અંગે જરૂૂરી કાર્યવાહી હાથ ધરાઈ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લોકોને રંજાડતા અને ધાક ધમકીઓ આપીને કનડગત કરતા અસામાજિક તત્વોને કડક હાથે ડામી દેવા પોલીસ અને રાજ્યના જિલ્લાઓના વહિવટી તંત્રને સ્પષ્ટ દિશા નિર્દેશો આપ્યા છે.આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, ખોટી પ્રવૃત્તિઓ કરનારાઓ અને લોકોને હેરાન કરનારા અસામાજિક તત્વોમાં પોલીસનો ડર રહે તેવી કડકાઈથી પોલીસે કામગીરી કરવી પડે.

મુખ્યમંત્રીએ જુલાઈ-25ના રાજ્ય સ્વાગત ઓનલાઇન જન ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં એક ગ્રામીણ નાગરિકનો પોતાના ખેતરમાં જવાનો રસ્તો માથાભારે તત્વોએ બંધ કરી દઈને તેને માર મારવાની કરેલી રજૂઆતનો સંવેદનાત્મક પ્રતિસાદ આપતા આવા દિશા નિર્દેશો આપ્યા હતા. તેમણે સંબંધિત જિલ્લા કલેકટર અને પોલીસ અધિક્ષકને તાત્કાલિક અસરથી આ ગ્રામીણ નાગરિકને પોલીસ બંદોબસ્ત આપીને તેને રંજાડતા અસામાજિક તત્વો વિરુદ્ધ કડક પગલાં લેવા અને તેના ખેતરનો રસ્તો ખુલ્લો કરાવી આપવા સૂચનાઓ આપી હતી.

દર મહિનાના ચોથા ગુરુવારે યોજવામાં આવતા રાજ્ય સ્વાગતમાં પ્રજાજનો-નાગરિકો મુખ્યમંત્રી સમક્ષ ગાંધીનગરમાં પોતાની રજૂઆતો-સમસ્યાઓ રૂૂબરૂૂ કરતા હોય છે. આ ઉપક્રમમાં જુલાઈ-25ના રાજ્ય સ્વાગતમાં કુલ 108 રજૂઆતકર્તાઓ પોતાની વિવિધ રજૂઆતો સાથે હાજર રહ્યા હતા. મુખ્યમંત્રી કાર્યાલયના જનસંપર્ક એકમ દ્વારા આ રજૂઆતો સાંભળીને તેમાંથી 97 જેટલી રજૂઆતો સંબંધિત જિલ્લા વહિવટી તંત્ર, જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા પોલીસ અધિક્ષક તેમજ સંબંધિત વિભાગોને યોગ્ય કાર્યવાહી માટે મોકલી આપવામાં આવી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ રજુ થયેલી 11 રજૂઆતો તેમણે ધ્યાનપૂર્વક સાંભળીને ગૌચર જમીનમાં દબાણો દુર કરવા, જાહેર જગ્યા પરના અન અધિકૃત દબાણો હટાવવા, જી.આઈ.ડી.સી.ના કોમર્શીયલ પ્લોટમાં નામની તબદીલી સહિતના પ્રશ્નો અંગે સંબંધિત અધિકારીઓને પોઝીટીવ એપ્રોચ અપનાવીને ઝડપી નિવારણ માટેની કાર્યવાહીની સુચનાઓ આપી હતી. આ રાજ્ય સ્વાગતમાં મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ એમ.કે. દાસ, અધિક અગ્ર સચિવ શ્રીમતી અવંતિકા સિંઘ, સચિવ ડો. વિક્રાંત પાંડે, મુખ્યમંત્રીના ઓ.એસ.ડી. ધિરજ પારેખ, રાકેશ વ્યાસ તથા સંબંધિત વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

જુલાઈ-25ના જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં 1323, તાલુકા સ્વાગતમાં 2879 અને ગ્રામ સ્વાગતમાં 239 રજૂઆતો સંદર્ભમાં જરૂૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું મુખ્યમંત્રીના જનસંપર્ક એકમ દ્વારા જણાવવામાં આવ્યુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *