દીવથી બાઇક પર આવતી માતા-પુત્રીને રસ્તા પર ગાળો ભાંડી, તપાસનો ધમધમાટ
ઊનાના નવાબંદર મરીન પોલીસ મથક વિસ્તારમાં જાણે કાયદો- વ્યવસ્થા કથળી ગઈ હોય તેવી ઘટના સામે આવી છે. કોબ ગામે રહેતા લછુબેન રમેશભાઇ બાંભણિયા તેની દીકરી દીવના ડગાચીથી પરત ફરી રહ્યા હતા. ત્યારે કોબમાં જ રહેતા હાર્દિક બારૈયા અને અક્ષય બાંભણિયા નામના બે શખ્સ પોતાનુંબાઇક લઇ નીકળ્યા હતા. તે દરમિયાન લછુબેન સાથે બોલાચાલી થતા બંને શખ્સો ઉશ્કેરાઈ જઈ લછુબેનને બીભત્સ શબ્દો કહ્યા હતા અને ત્યાંથી બાઇક પર દિવ તરફ નિકળી ગયા હતા. બાદમાં બંને આરોપી દીવ જઈ દારૂૂ પીને આવી લછુબેન અને તેમની દીકરી ઘરે એકલાં હતાં ત્યારે અચાનક ઘરમાં ઘૂસી જઈ ઝપાઝપી કરી હતી અને મહિલાને દબોચી રાખી એક શખ્સે પેન્ટના નેફામાંથી છરી કાઢીને આડેધડ પીઠ, ચહેરા અને માથાના ભાગે 8 જેટલા ઘા ઝીંકી દીધા હતા.
આ ઘટના સમયે ઘરમાં રહેલી દીકરીએ બૂમા કરતાં આસપાસના લોકો દોડી આવતાં બન્ને ફરાર થઈ હત આ હુમલાથી લોહીલુહાણ થયેલા લછુબેન ઘરમાંથી ધીમે બહાર આવ્યા અને ઢળી પડ્યા હતા. જો કે, સમય સુચક વાપરી લછુબેનની દીકરીએ આ હુમલાની સમગ્ર ઘટના પોતાના મોબાઈલમાં કેદ કરી હતી. ત્યાં હાજર લોકોએ 108ને જાણ કરતાં લોહીલુહાણ હાલતમાં પડેલી મહિલાને તાત્કાલિક ઉનાની ખાનગી સંસ્થાની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. આ ઘટનાની જાણ નવાબંદર મરીન પોલીસને થતાં પોલીસ સ્ટાફ હોસ્પિટલ દોડી આવ્યો હતો અને ઈજાગ્રસ્ત મહિલાની કરિયાદ લઈ તપાસ હાથ ધરી હતી.
વધુ જાણવા મળેલી માહિતી મુજબ, આરોપી હાર્દિક બારૈયાના માતા ઘર કંકાસને લઇ રિસામણે ગયા હતા. જે સમયે હાર્દિક તેના કૌટુંબિક કાકી જશુંબેન પુંજાભાઈ બારૈયા સાથે રહેતો હતો. આ જશુંબેન બારૈયા ઇજાગ્રસ્ત લછુબેનના ઘરે અવારનવાર જતા હોવાથી હાર્દિકને ગમતું ન હતું, જેથી અવાર નવાર બંને વચ્ચે ઝઘડો થતો. જે બાબતનું મનદુ:ખ રાખી હાર્દિકે અક્ષય સાથે મળી ભોગ બનનાર લછુબેનના ઘરમાં ઘુસી આડેધડ છરીના ઘા ઝીંક્યા હતા.
કોબ ગામમા ઘરમા ઘૂસીને 2 શખ્સોએ લછુબેન પર ઘાતકી હુમલો કરતા હતા અને એ વખતે લછુબેન ની દીકરી મમ્મી મમ્મી બોલતી રહી તેમ છતાં નશા મા ચકનાચૂર બન્ને શખ્શો ઉપરા ઉપરી છરી ના 8 ઘા મારી નાશી છૂટયા હતા.