કરણપરામાં હોમ એમ્પ્લાયન્સીઝના શો-રૂમમાં આગ ભભૂકી ઊઠી

શહેરના કરણપરાાં આવેલા હોમ એમ્પ્લાયન્સીઝના શો-રૂમમાં રાત્રે આગ ભભૂકી ઉઠી હતી. બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડનાા સ્ટાફે તાત્કાલીક દોડી જઈ પાણીનો મારો ચલાવી આગઉપર કાબુ…


શહેરના કરણપરાાં આવેલા હોમ એમ્પ્લાયન્સીઝના શો-રૂમમાં રાત્રે આગ ભભૂકી ઉઠી હતી. બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડનાા સ્ટાફે તાત્કાલીક દોડી જઈ પાણીનો મારો ચલાવી આગઉપર કાબુ મેળવ્યો હતો. આગમાં દુકાનમાં રહેલો ઈલેક્ટ્રીકનો સામાન બળીને ખાક થઈ ગયો હતો. જાણવા મળતી વિગત મુજબ કરણપરા શેરી નં. 29/39માં આવેલા પારેખ ટ્રેડીંગ કંપની નામના હોમ એમ્પ્લાયન્સીઝના શો-રૂમમાં ગત રાત્રે સાડા દશેક વાગ્યાના અરસામાં આગ ભભૂકી ઉઠી હતી. બનાવની જાણ થતાં લોકોના ટોળા એકઠા થયા હતાં.


ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડનો સ્ટાફ તાત્કાલીક ઘટના સ્થળે દોડી ગયો હતો અને પાણીનો મારો ચલાવી બે કલાકે આગ ઉપર કાબુ મેેળવ્યો હતો. આગમાં શો-રૂમમાં રહેલો ગોસનો ચૂલો, મીક્સર, ઈલેક્ટ્રીક સગડી, ચીમની, કુકર તેમજ એસી. ફ્રિઝ, કોમ્પ્યુટર સહિતનો સામાન બળીને ખાક થઈ ગયો હતો. જો કે, ફાયર બ્રિગેડના સ્ટાફે 40 ટકા માલ બચાવી લીધો હતો. પ્રાથમિક તપાસમાં દેવ દિવાળી હોવાથી ફટાકડાનો તિખારો અગાશી ઉપરથી ગોડાઉનમાં ખરતા આગ લાગી હોવાનું અનુમાન છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *