ભગવતીપરામાં શેરીમાંથી નીકળવા મામલે બે શખ્સોએ ધોકા ઝીંકી યુવાનનો હાથ ભાંગી નાખ્યો

  શહેરના ભગવતીપરામાં અયોધ્યા પાર્ક-2માં રહેતાં સરફરાજભાઇ સુલેમાનભાઈ જુણેજા (ઉં.વ.37)ની ફરિયાદ પરથી એજાદ દાઉદભાઇ મુડદે અને અજાણ્યા સામે ગુનો નોંધ્યો છે.સરફરાજભાઇએ જણાવ્યું છે કે હું…

 

શહેરના ભગવતીપરામાં અયોધ્યા પાર્ક-2માં રહેતાં સરફરાજભાઇ સુલેમાનભાઈ જુણેજા (ઉં.વ.37)ની ફરિયાદ પરથી એજાદ દાઉદભાઇ મુડદે અને અજાણ્યા સામે ગુનો નોંધ્યો છે.સરફરાજભાઇએ જણાવ્યું છે કે હું પરિવાર સાથે રહુ છું અને એલ્યુમિનીયમ બારીનો વેપારી કરુ છું. 21/1ના સવારે સાડા આઠેક વાગ્યાની આસપાસ હું મારા 7 વર્ષના દિકરાને મોડર્ન સ્કૂલે મુકીને પરત મારા ઘરે જતો હતો તે દરમ્યાન અયોધ્યા પાર્ક શેરીના ખુણે પહોચતા ત્યા એજાદ દાઉદભાઈ મુડદે તથા તેની સાથે એક અજાણ્યો શખ્સ એક સફેદ કલરનું એક્સેસ નંબર જીજેર7ડીઝેડ-0238 લઇને ઉભા હતાં.

હું ત્યાંથી નીકળતાં એઝાદ મને અચાનક ગાળો આપવા લાગેલ અને કહેલ કે તુ અહીંથી કેમ નીકળે છે? જેથી મે તેને કહેલ કે આ અમારી સોસાયટીની શેરી છે અને હું મારા ઘરે જાવ છું. આ સાંભળી એઝાદની સાથે રહેલા શખ્સે મને પાછળથી પકડી રાખેલ અને આ એજાદે તેના હાથમા રહેલ લાકડાનો ધોકો મારા ડાબા હાથમા મારી દીધો હતો. હું બચવા માટે સોસાયટી અંદર ભાગી ગયો હતો.

એજાદ ધોકો લઇ મારી પાછળ દોડયો હતો. પરંતુ લોકો ભેગા થઇ જતાં તે અને સાથેનો શખ્સ ભાગી ગયા હતાં. જતાં જતાં પણ મને ધમકી આપી હતી કે આ વખતે તો તું બચી ગયો છો. હવે પછી સામે બોલીશ તો મારી જ નાંખશું. મને હાથમાં વધારે દુ:ખાવો થતો હોઇ જેથી સારવાર માટે સરકારી હોસ્પિટલમાં દાખલ થયો હતો. અહિ ડોક્ટરે નિદાન કરી મારા હાથમાં ફ્રેકચર હોવાનું કહ્યું હતું અને પ્લાસ્ટર પાટો બાંધી દીધો હતો.બાદમાં રજા અપાતાં મેં ફરિયાદ નોંધાવી હતી. તેમ વધુમાં સરફરાજભાઇએ કહેતાં બી-ડિવીઝન પીઆઇ એસ. એસ. રાણેની રાહબરીમાં હેડકોન્સ. વાય. એન. મકવાણાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *