ત્રણ મહિના પહેલા થયેલી મહિલાની હત્યાનો ભેદ ઉકેલાયો, ગળેફાંસો આપી લાશ ડેમમાં ફેંકી દીધી હતી
પોરબંદરથી જામ ખંભાળિયા જતા રોડ પર વર્તું નદીના મોટા બ્રીજ થી ફટાણા ગામની સીમમાં વર્તું નદીના વહેણમાંથી 3 માસ પહેલા એક અજાણી મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. આ બનાવમાં પોલીસે તપાસ આદરી મૂળ સુધી પહોંચ્યા હતા જેમાં આ મહિલાને 2 શખ્સે શરીર સંબંધ બાંધવા માટે પોતાની વાડીએ બોલાવી હતી અને બંને શખ્સ રૂૂપિયા આપવા ઇરછતા ન હોય જેથી મહિલાએ દુષ્કર્મ કર્યાની ફરિયાદ કરવા ધમકી આપતા બંને શખ્સે મહિલાને દોરડા વડે ગળે ફાંસો આપી હત્યા નિપજાવી હતી અને પુરાવાનો નાશ કરવા ગળતું નદીમાં ફેંકી દીધી હતી. પોલીસે બંને આરોપીને ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે.પોરબંદરથી જામ ખંભાળિયા જતા રોડ પર વર્તું નદીના મોટા બ્રીજ થી ફટાણા ગામની સીમમાં વર્તું નદીના વહેણમાંથી 3 માસ પહેલા એક અજાણી મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો.
પોલીસે તપાસ કરતા આ મહિલા મૂળ મધ્યપ્રદેશના અને હાલ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયાના બંગલ વાડીમાં રહેતી મમતાબેન મૃત્યંજય પ્રધાન યાદવ નામની 40 વર્ષની મહિલા હોવાનું સામે આવ્યું હતું અને વધુ તપાસ કરતા જાણવા મળ્યું કે મહિલા પ્રોસ્ટીટ્યુશન હતી અને મમતાબેનને આરોપી પોરબંદરના સોઢાણા ગામે વર્તું નદીના કાંઠે, મોરાણા ગામ તરફ જતા રસ્તે વાડી વિસ્તારમાં રહેતો રામદે કાના ઉર્ફે સુકા અમર અને મૂળ લાલપૂર તાલુકાના ડેરાસીકારી ગામનો અને હાલ પોરબંદરના મજીવાણા ગામે કુંજવેલ પાસે વાડી વિસ્તારમાં રહેતો જેઠા ઉર્ફે કારીયો સામત ઓડેદરા નામનો શખ્સએ શરીર સબંધ બાંધવા માટે આરોપી રામદે કાના ઉર્ફે સુકા અમરની વાડીએ બોલાવેલ અને મહિલાએ જતી વખતે આરોપી પાસે રૂૂ. 45 હજારની માંગણી કરી હતી.
આરોપી રામદે રૂૂપિયા આપવા માંગતો ન હોય, પરંતુ મહિલાએ રૂૂ.45 હજાર નહીં આપે તો આરોપીઓ વિરૂૂધ્ધ બળાત્કારની ફરીયાદ કરવાની ધમકી આપતાં મહિલાને બંને શખ્સે દોરડા વડે ગળે ફાસો આપી, હત્યા નીપજાવી, મહિલાની લાશને વર્તુ નદીમાં ફેંકી દીધી હોવાનું ખુલ્યું હતું. પોલીસે બંને આરોપીની અટક કરી કાર્યવાહી હાથ ધરી છે.મમતાબેનના પતિ કોરોના સમયમાં મૃત્યુ પામ્યા હતા. હાલ આ મહિલા તેના 2 ભાઈ અને માતા સાથે રહેતા હતા. મહિલાનો એક ભાઈ દિવ્યાંગ છે. મહિલાને આ બંને આરોપીએ બીજી વખત વાડીમાં બોલાવી હતી.
