ધોરાજી અને જસદણમાં હિટ એન્ડ રનમાં બેના મોત

જસદણ પાસે દંપતી અને ધોરાજી નજીક યુવાનને નડેલો અકસ્માત રાજકોટ જિલ્લાના ધોરાજી અને જસદણ પંથકમાં હિટ એન્ડ રનના બે અલગ અલગ બનાવોમાં બે યુવાનોના મોત…

જસદણ પાસે દંપતી અને ધોરાજી નજીક યુવાનને નડેલો અકસ્માત

રાજકોટ જિલ્લાના ધોરાજી અને જસદણ પંથકમાં હિટ એન્ડ રનના બે અલગ અલગ બનાવોમાં બે યુવાનોના મોત થયા હતાં. જેમાં જસદણ પાસે અકસ્માતમાં દંપતિ ખંડીત થયું હતું. જ્યારે ધોરાજીના યુવાનને અજાણ્યા વાહન ચાલકે હડફેટે ચડાવી મોત નિપજાવી ફરાર થઈ ગયો હતો.અકસ્માતના બનેલા બનાવમાં જસદણનાં ગોખલાણા પાસે ત્રિપલ સવારી મોટર સાઈકલ સવારે લીલવડાના અરવિંદ જાદવભાઈ રાઠોડ અને પાછળ બેઠેલા તેમના પત્ની જીગ્નાબેનને ઠોકર મારતાં આ અકસ્માતમાં જીગ્નાબેનને અને તેમના પતિ અરવિંદભાઈને ઈજા થઈ હોય જેમાં અરવિંદભાઈનું ગંભીર ઈજા થવાના કારણે સારવાર દરમિયાન મોત થયું હતું.

આ મામલે અકસ્માત સર્જનાર ગોખલાણાના સિધ્ધરાજ ગીડા વિરૂધ્ધ જસદણ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.અકસ્માતના બીજા બનાવમાં ધોરાજીનાં માતાવાડી પાસે રહેતા અસરફ રજાકભાઈ પટણી માતાવાડી નજીક ચાલીને જતાં હતાં ત્યારે અજાણ્યા વાહને અસરફ ભાઈને હડફેટે ચડાવ્યા હતાં. જેમાં ગંભીર ઈજા થવાથી અસરફભાઈને સારવાર દરમિયાન મોત થયું હતું. અકસ્માત સર્જી અજાણ્યો વાહન ચાલક ફરાર થઈ ગયો હતો. જે અંગે મૃતકના ભાઈ સિકંદર રજાકભાઈ પટણીએ ધોરાજી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *