બ્રાસના કારખાનામાંથી ચોરી કરનાર બે કર્મચારી ઝડપાયા

  જામનગરમાં શંકર ટેકરી ઉદ્યોગ નગર વિસ્તારમાં આવેલા દુર્વા મેટલ્સ નામના કારખાનામાં કામ કરતા બે કર્મચારીઓ રવિરાજસિંહ ઉર્ફે રવી ભાવસિંહ જાડેજા, અને પૂર્વ કર્મચારી દિલીપસિંહ…

 

જામનગરમાં શંકર ટેકરી ઉદ્યોગ નગર વિસ્તારમાં આવેલા દુર્વા મેટલ્સ નામના કારખાનામાં કામ કરતા બે કર્મચારીઓ રવિરાજસિંહ ઉર્ફે રવી ભાવસિંહ જાડેજા, અને પૂર્વ કર્મચારી દિલીપસિંહ પંડાજી પઢીયાર કે જે બંનેએ છેલ્લા ત્રણ મહિનાના સમયગાળા દરમિયાન કારખાનામાંથી કટકે કટકે 354 કિલો પિત્તળ નો કાચો માલ સામાન ચોરી કરી લીધો હતો.

જેની કિંમત 1,80,540 જેટલી થાય છે. ઉપરોક્ત પિત્તળના માલ સામાનની ચોરી કરી જવા અંગે કારખાના ના માલિક મયુરસિંહ રતનસિંહ રાઠોડે બંને સામે સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે બંને આરોપીઓની અટકાયત કરી લીધી છે, અને તેઓ પાસેથી તમામ ચોરાઉ પિત્તળ નો માલ સામાન કબજે કરી લીધો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *