શિકારી તત્ત્વો સામે કાર્યવાહી કરવા માંગ
ઉપલેટા તાલુકાનું ગઢાડા ગામ મોજ ડેમની સાઈડ નીચે અભયારણ્ય હોવાથી ત્યાં અવારનવાર વન્ય જીવો ચડી આવતા હોય છે આવી જ ઘટનામાં બપોરના સમયે નીલગાય આટા ફેરા કરતી હોવાના સમાચાર અમુક શિકારી તત્વોને ધ્યાને આવતા ગઢાળા ગામના સીમ વિસ્તારમાં ઘસી જઈ નીલગાય પર એરગન થી ફાયરિંગ કરી તેમને ઈજા પહોંચાડ્યાના સમાચાર ગામ લોકોને થતા તેઓ ઘટના સ્થળે જઈ અને ફોરેસ્ટ અધિકારીઓને જાણ કરી હતી. આ અંગે આવા શિકારી તત્વો ગમે ત્યારે સીમ વિસ્તારમાં ફાયરિંગ કરતા હોય જાણીએ અજાણિયે ગંભીર ઘટના બને તે પહેલા ફોરેસ્ટ ખાતાએ આવા ઈસમો ઉપર કાયદેસરની કાર્યવાહી કરવા ગઢડાના પૂર્વ સરપંચ નારણભાઈ આહિરે માંગણી કરેલ છે
