સોમનાથ નજીક અકસ્માતમાં બે માસિયાઇ ભાઇના મોત

વેરાવળ નજીક સોમનાથ દર્શને જતાં માસિયાઈ 3 ભાઈનો અકસ્માત સર્જાયો હતો. મિની ટ્રેક્ટર અને એક્ટિવાની ટક્કર માં 2 યુવકનાં મોત થયા છે. વેલ્લુર IITમાં એડમિશન…

વેરાવળ નજીક સોમનાથ દર્શને જતાં માસિયાઈ 3 ભાઈનો અકસ્માત સર્જાયો હતો. મિની ટ્રેક્ટર અને એક્ટિવાની ટક્કર માં 2 યુવકનાં મોત થયા છે. વેલ્લુર IITમાં એડમિશન મળતાં અક્ષરને મળવા આવ્યા હતાં.

વેરાવળ-સોમનાથ બાયપાસ માર્ગ પર શુક્રવારે સાંજે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. તાલાલા ચોકડી બ્રિજ નજીક એક્ટિવા અને મિની ટ્રેક્ટર વચ્ચે થયેલી ગંભીર ટક્કરમાં 18 વર્ષના એક યુવાનનું ઘટના સ્થળે જ કરૂૂણ મોત નીપજ્યું છે, જ્યારે જૂનાગઢ હોસ્પિટલ ખસેડાયેલા મોરબીના યુવકનું સારવાર દરમિયાન મોત થયું છે. વેલ્લુર IIT માં એડમિશન મળતાં અક્ષર ને મળવા અને માર્ગદર્શન લેવા માટે આવ્યા હતા. હજુ અકસ્માતમાં ઘાયલ એક યુવકની સારવાર ચાલી રહી છે. બે માસિયાઈ ભાઈઓના મોત થયા છે. અકસ્માતને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી સાથે પાટીદાર સમાજમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.અકસ્માતમાં રોડ પર ત્રણેય ઢળી પડ્યા હતા અને એકનું મોત થયું હતું. IITમાં એડમિશન મળતાં માસિયાઈ ભાઈ આવ્યા હતા.

તેજસ્વી યુવાન, અક્ષરે જેણે ધોરણ 12 માં 90 ટકા થી વધુ ગુણ મેળવીને તામિલનાડુની વેલ્લુર IIT જેવી પ્રતિષ્ઠિત સંસ્થામાં સ્થાન મેળવ્યું હતું અને તેનું ભવિષ્ય ઉજ્જવળ દેખાતું હતું, તેનું અને તેના ભાઈનું આ રીતે અકાળે અવસાન થવું એ સમગ્ર પરિવાર અને પાટીદાર સમાજ માટે ક્યારેય ન પુરાય તેવી મોટી ખોટ છે.

અક્ષરને IITમાં એડમિશન મળતાં બંને માસિયાઈ ભાઈઓ શિક્ષણની સલાહ લેવા અને ખુશી વહેંચવા આવ્યા હતા. ત્યારબાદ તેઓ સોમનાથ મહાદેવના દર્શને જઈ રહ્યા હતા ત્યારે આ કાળમુખો અકસ્માત નડ્યો.
આ અકસ્માતમાં અક્ષર અરવિંદભાઈ ગઢિયા (ઉંમર: 18 વર્ષ, રહે. વેરાવળ) અને દેવ અશોકભાઈ વિઠ્ઠલપરા (ઉંમર: 18 વર્ષ, રહે. મોરબી) (માસિયાઈ ભાઇ)નું મોત નીપજ્યુ હતું. જયારે આર્યન વસંતભાઈ બરાસાર (ઉંમર: 18 વર્ષ, રહે. મોરબી) (માસિયાઈ ભાઈ)ને ઇજા થઇ હતી.

મળતી માહિતી મુજબ, વેરાવળના રહેવાસી અક્ષર અરવિંદભાઈ ગઢિયા (ઉંમર 18) પોતાના 2 માસિયાઈ ભાઈઓ દેવ અશોકભાઈ વિઠલપરા (ઉંમર 18, રહે. મોરબી) અને આર્યન વસંતભાઈ બરાસરા (ઉંમર 18) સાથે એક્ટિવા પર સવાર થઈને સોમનાથ મહાદેવના દર્શન કરવા જઈ રહ્યા હતા. આ દરમિયાન સાંજે આશરે 5 વાગ્યાના અરસામાં તાલાલા ચોકડી બ્રિજ નજીક તેમની એક્ટિવા અને મિની ટ્રેક્ટર (ૠઉં 32 ઝ 2862) વચ્ચે જોરદાર અકસ્માત સર્જાયો હતો.એકની હાલત નાજુક, જૂનાગઢ રિફર કરાયો અકસ્માત એટલો ગંભીર હતો કે એક્ટિવા ચાલક અક્ષર ગઢિયાને માથા તેમજ શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. જ્યારે દેવ વિઠલપરા અને આર્યન બરાસરા ગંભીર રીતે ઘવાયા હતા.

આ ગમખ્વાર અકસ્માતમાં જૂનાગઢ રીફર કરાયેલા દેવ નામના મોરબીના યુવકનું જૂનાગઢ સારવાર દરમિયાન મોત થયું છે. સ્થાનિક લોકો અને 108 એમ્બ્યુલન્સની મદદથી તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. ઇજાગ્રસ્તો પૈકી 1 યુવકની સ્થિતિ વધુ ગંભીર હોવાથી તેને વધુ સારવાર અર્થે જૂનાગઢ રિફર કરવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને જરૂૂરી કાયદાકીય કાર્યવાહી હાથ ધરી મૃતકના પાર્થિવ દેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *