સુમરાચાલીમાં બ્લેક આઉટ દરમિયાન બે ભાનુશાળી યુવાન પર થયો હુમલો

જામનગર શહેરના કિશાન ચોક નજીક સુમરાચાલી વિસ્તારમાં બ્લેકઆઉટ દરમિયાન સુમીત હરીશભાઇ ગંઢા (ઉર્ફે કુબી) અને આશીષ નંદા નામના બે ભાનુશાળી યુવાનોને સ્થાનિક શખ્સો સાથે સામાન્ય…

જામનગર શહેરના કિશાન ચોક નજીક સુમરાચાલી વિસ્તારમાં બ્લેકઆઉટ દરમિયાન સુમીત હરીશભાઇ ગંઢા (ઉર્ફે કુબી) અને આશીષ નંદા નામના બે ભાનુશાળી યુવાનોને સ્થાનિક શખ્સો સાથે સામાન્ય બાબતે તકરાર થઈ હતી.

ત્યારબાદ તીક્ષ્ણ હથિયાર વડે 6 થી 7 જેટલા શખ્સો દ્વારા બન્ને ભાનુશાળી યુવાન ઉપર ઘાતક હુમલો કરાયો હતો. આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલા બંને યુવાનોને લોહીલુહાણ હાલતમાં તાત્કાલિક સારવાર અર્થે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, અને સારવાર અપાઈ હતી. આ બનાવ ની જાણ થતાં સિટી-એ ડિવિઝન પોલીસ ની ટુકડી સુમરાચાલી વિસ્તારમાં તથા જી.જી.હોસ્પિટલ ખાતે દોડી ગઇ હતી, અને પોલીસ ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરાઇ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *