રાહુલ ગાંધીની સૂચનાનુસાર સમગ્ર રાજ્યમાં સંગઠન સૃજન અભિયાનના કાર્યકમો ચાલી રહ્યા છે. જેમાં રાજકોટ શહેર માં એઆઈસીસીના સેક્રેટરી અને રાજકોટ શહેરના સંગઠન સૃજન અભિયાનના એઆઈસીસીના નિરીક્ષક ડો.શ્રીરીવેલા પ્રસાદ દ્વારા પત્રકાર પરિષદને સંબોધન કરવામાં આવેલ હતું જેમાં સૌ પ્રથમ ઉપસ્થિત તમામ પત્રકાર મિત્રોનો અતુલભાઈ રાજાણીએ આવકાર્ય બાદ આતંકવાદમાં મર્યા ગયેલા માટે શ્રદ્ધાંજલિ વ્યક્ત કરી મિટિંગની શરૂૂઆત કરતાં એઆઈસીસી ના નિરીક્ષકે જણાવ્યું હતું કે ગુજરાતમાં નવું સંગઠન માળખા અંતર્ગત બે દિવસ સુધી શહેરના તમામ કોંગ્રેસના આગેવાનો અને કોર્પોરટરો, પૂર્વ કોર્પોરેટરો તમામના મંતવ્યો લેવામાં આવશે અને મારી સાથે પ્રદેશ કોંગ્રેસ સમિતિના નિરીક્ષકો છે તેમની સાથે મંત્રણા કરીને એ એઆઇસીસીમાં રિપોર્ટ કરવામાં આવશે. આ દેશભરમાં જિલ્લા કમિટી, જિલ્લા પ્રમુખો માટે સેન્સ પ્રક્રિયા કરવામાં આવી છે. એમાં સૌપ્રથમ ગુજરાત રાજ્યમાં તેનું અમલીકરણ કરવામાં આવેલ છે જેના ભાગરૂૂપે આજ રોજ રાજકોટ શહેર તમામ કાર્યકર્તાઓને વન ટુ વન સાંભળવામાં આવશે અને જે પ્રમુખ માટેના દાવેદરો છે તે અંગે ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવશે. દેશભરમાં કોંગ્રેસ પાર્ટી દ્વારા સંવિધાન બચાવો આંદોલન પણ ચાલી રહ્યું છે જે લોકો કામ કરવાવાળા હશે તેવા કોંગ્રેસ આગેવાનને અગ્રતા આપવામાં આવશે. કોઈપણ ગ્રુપ વગર જે લાયક હશે તેને જ જિલ્લા અને શહેર પ્રમુખની જવાબદારી સોંપવામાં આવશે.
ઋત્વિકભાઈ મકવાણા :- રાજ્યમાં કોંગ્રેસના નવા સંગઠનની શરૂૂઆત એઆઈસી ના નિરીક્ષક સાથે રાજકોટ શહેર અંગે પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા નિયુક્તિ કરવામાં આવી છે. સંગઠનમાં યુવાનો, મહિલા, એસટી, એસટી, ઓબીસી ને પૂરતું પ્રત્યુતર મળે સંગઠન સૃજન અભિયાનમાં કોઈને અન્યાય ન થાય અને દરેકને મહત્વ મળી રહે તે પ્રકારે આગામી દિવસોમાં એઆઇસીસી સુચનાનુસાર માળખું જાહેર કરવામાં આવશે. ઘરમાં સામાન્ય લોકો પાસેથી પણ અભિપ્રાય લેવામાં આવશે. રાજકારણમાં જૂથવાદ સામાન્ય છે. છતાં ઉપર હોવા છતાં ભાજપ માં ભયંકર જૂથવાદ છે. જૂથવાદના પગલે ભારતીય જનતા પક્ષમાં રાષ્ટ્રીય લેવલે અને રાજ્ય લેવલે પ્રમુખ પદને નિમણૂક ટલ્લે ચડી છે. કાર્યકર્તાઓ હોય તેને એના લાયકાત મુજબ નવા નેતૃત્વમાં સ્થાન મળશે.
પત્રકાર પરિષદમાં એઆઈસીસીના નિરીક્ષક ડો. શ્રીરીવેલા પ્રસાદ, ગુજરાત કોંગ્રેસ કોંગ્રેસ સમિતિ દ્વારા કરેલા નિરીક્ષકો માં પૂર્વ ધારાસભ્ય ઋત્વિકભાઇ મકવાણા, ભાવનગર મહાનગરપાલિકા ના વિરોધ પક્ષના પૂર્વ નેતા જયદીપસિંહ ગોહિલ, જામનગર શહેરના એડવોકેટ એમ કે બ્લોચ, ઝાકીરભાઇ ચૌહાણ, શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી, વશરામભાઈ સાગઠીયા, રાજદીપસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા.
