જામનગરમાંથી ત્રણ દિવસ પહેલા મોટરસાયકલની ઉઠાંતરી કરનાર શખ્સ ને એલસીબી પોલીસે દિગ્જામ માર્ગે થી ચોરાઉ મોટર સાયકલ સાથે ઝડપી પાડ્યો છે.
જામનગર એલ.સી.બી. સ્ટાફ ને બાતમી મળી હતી કે જામનગર શહેરમાં દિગ્જામ સર્કલ પાસે ઓવર બ્રિજ નીચે પેટ્રોલપંપ સામે રાહુલ જેન્તીભાઈ અઘેરા ( ઉંમર વર્ષ 26 , રહેવાસી જકાતનાકા સોહમનગર શેરી નંબર 3 જામનગર , મુળ ગામ ધ્રોલ ગાયત્રીનગર ) ને એલસીબી પોલીસે ચોરી કરેલ જી જે 37-એ- 2226 સાથે ઝડપી લીધો છે. ત્રણ દિવસ પહેલા આ મોટરસાયકલની ચોરી થવા પામી હતી.
