ધોરાજી નજીક વિદેશી દારૂના જથ્થા સાથે બે ઝડપાયા, 6.54 લાખનો મુદ્દામાલ જપ્ત

રાજકોટ ગ્રામ્ય પોલીસે દારૂૂબંધીના કડક અમલ માટેની ઝુંબેશ અંતર્ગત મોટી કાર્યવાહી કરી છે. રાજકોટ ગ્રામ્ય LCB એ ધોરાજી નજીકથી 6.54 લાખ રૂૂપિયાના મુદ્દામાલ સાથે વિદેશી…

રાજકોટ ગ્રામ્ય પોલીસે દારૂૂબંધીના કડક અમલ માટેની ઝુંબેશ અંતર્ગત મોટી કાર્યવાહી કરી છે. રાજકોટ ગ્રામ્ય LCB એ ધોરાજી નજીકથી 6.54 લાખ રૂૂપિયાના મુદ્દામાલ સાથે વિદેશી દારૂૂ ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહી રાજકોટ રેન્જ આઈ.જી. અશોક કુમાર યાદવ અને ડેપ્યુટી આઈ.જી. વિજય સિંહ ગુર્જરની સૂચનાથી કરવામાં આવી હતી.

01 ફેબ્રુઆરી, 2026 ના રોજ કઈઇ સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે મળેલી બાતમીના આધારે ધોરાજીના સુપેડીથી વાવડી જતા રોડ પર વોચ ગોઠવવામાં આવી હતી. આ દરમિયાન, ગ્રે કલરની સુઝુકી સિયાઝ કાર (નંબર MH-12-RK-0242) ને અટકાવી તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂૂની 179 બોટલો મળી આવી હતી, જેની કિંમત 3,44,430 રૂૂપિયા થાય છે. પોલીસે દારૂૂ ઉપરાંત 3 લાખ રૂૂપિયાની કાર અને મોબાઈલ ફોન સહિત કુલ 6,54,430 રૂૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

આ ગુનામાં જોધપુરના મહેન્દ્રસિંહ રત્નું અને જૂનાગઢના ભગુ ભારાઈની ધરપકડ કરવામાં આવી છે. ગુરુગ્રામ (હરિયાણા) થી દારૂૂ ભરી આપનાર રાકેશકુમાર ગેહલોતને વોન્ટેડ જાહેર કરાયો છે. ઝડપાયેલા આરોપીઓને ભાયાવદર પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યા છે અને આ મામલાની વધુ તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર વિજયકુમાર છોટાલાલ પરમારને સોંપવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *