મોરબીમાં ગળાફાંસો ખાઇ પ્રૌઢનો આપઘાત

મોરબી ના લાતીપ્લોટ વિસ્તારમાં આવેલ ગેરેજ ખાતે 53 વર્ષીય પૌઢ સુગર બીમારીથી પીડાતા હોય અને બીમારીથી કંટાળી પોતાની જાતે ગળેફાંસો ખાઈ લેતા મોત થયું હતું…

મોરબી ના લાતીપ્લોટ વિસ્તારમાં આવેલ ગેરેજ ખાતે 53 વર્ષીય પૌઢ સુગર બીમારીથી પીડાતા હોય અને બીમારીથી કંટાળી પોતાની જાતે ગળેફાંસો ખાઈ લેતા મોત થયું હતું પોલીસે બનાવ મામલે વધુ તપાસ ચલાવી છે.

મોરબીના રવાપર રોડ સુભાષનગરના રહેવાસી મહેશભાઈ ઠાકરશીભાઈ સનાવડા (ઉ.વ.53) નામના આધેડે ગત તા. 29 ના રોજ લાતીપ્લોટ શેરી નં 6-7 વચ્ચે સાવન ટ્રેક્ટર ગેરેજ પાસે ગળેફાંસો ખાઈ લેતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા મૃતક મહેશભાઈ ચારેક વર્ષથી સુગર ઘટી જવાની બીમારીથી પીડાતા હતા અને બીમારીથી કંટાળી આપઘાત કરી લીધાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે સીટી એ ડીવીઝન પોલીસે બનાવની નોંધ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

મોરબીના પાનેલી ગામે ઝેરી દવા પી લેતા યુવાનનું મોત
મોરબી તાલુકાના પાનેલી ગામના રહેવાસી પેથાભાઈ ભાણાભાઈ ચંદ્રેશાણીયા (ઉ.વ.21) નામના યુવાન ગત તા. 31 ના રોજ વાડીએ કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા સારવાર દરમિયાન યુવાનનું મોત થયું છે મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરી કારણ જાણવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

શનાળા ગામે મકાનમાંથી 186 બોટલ દારૂ ઝડપાયો
મોરબી ના શકત શનાળા ગામે રહેતા આરોપીના મકાનમાં રેડ કરી એ ડીવીઝન પોલીસે ઈંગ્લીશ દારૂૂની 186 બોટલનો જથ્થો જપ્ત કર્યો છે ચાર આરોપીના નામો ખુલતા આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન શકત શનાળા ગામે રહેતા મહાવીરસિંહ ધીરૂૂભા ઝાલાના મકાનમાં દારૂૂનો જથ્થો હોવાની બાતમી મળતા ટીમે રેડ કરી હતી આરોપીના મકાનમાંથી ઈંગ્લીશ દારૂૂની અલગ અલગ બ્રાન્ડની બોટલ નંગ 186 કીમત રૂૂ 1,55,760 નો જથ્થો જપ્ત કર્યો છે આરોપી મહાવીસિંહ ધીરૂૂભા ઝાલા, હરેશ નરશીભાઈ દેવાયતકા, સાગર ઉર્ફે લાલો નારણ ચાવડા અને નારણ આહીર એમ ચાર ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

વાવડી રોડ પરથી બાઇકની ચોરી
મોરબી ના વાવડી રોડ પર ભક્તિનગર સોસાયટીમાં ઘર સામે રાખેલ 1.16 લાખની કિમતનું બાઈક અજાણ્યો ઇસમ ચોરી કરી ગયો હતો એ ડીવીઝન પોલીસે ફરીયાદ નોંધી તપાસ ચલાવી છે. નાની વાવડી ગામે ઉમિયા પાર્કના રહેવાસી લખજી રોહસિંઘ સોઢા (ઉ.વ.32) વાળાએ અજાણ્યા ચોર ઇસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. 30 જાન્યુઆરીના રાત્રીથી તા. 31 જાન્યુઆરીના સવાર દરમીયાન ફરિયાદીનું બાઈક જીજે 36 એકયું 6410 કીમત રૂૂ 1,16,000 વાળું વાવડી રોડ પર આવેલ ભક્તિનગર સોસાયટીમાં રહેતા દેવીસીંગના ઘર સામે રાખ્યું હતું જે બાઈક અજાણ્યો ઇસમ ચોરી કરી ગયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *