અમરેલીના મીઠાપુર ડુંગરીમાંથી 14 હજાર લીટર બાયો ડીઝલના જથ્થા સાથે બે ઝડપાયા

  ચલાલા નજીક આવેલા મીઠાપુર ડુંગરીમાંથી અનઅધિકૃત બાયો ડીઝલનું વેચાણ કરતા બે શખ્સોને એલસીબીએ ઝડપી લીધા હતા. અહીંથી ટ્રક, ડીસ્પેન્સરી પંપ, ઈલેકટ્રીક મોટર અને ટાંકી…

 

ચલાલા નજીક આવેલા મીઠાપુર ડુંગરીમાંથી અનઅધિકૃત બાયો ડીઝલનું વેચાણ કરતા બે શખ્સોને એલસીબીએ ઝડપી લીધા હતા. અહીંથી ટ્રક, ડીસ્પેન્સરી પંપ, ઈલેકટ્રીક મોટર અને ટાંકી સહિત રૂૂપિયા 30.85 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

અમરેલી જિલ્લા પોલીસવડા સંજય ખરાતની સૂચનાથી ધારી વિભાગના મદદનીશ પોલીસ અધિક્ષક જયવીર ગઢવીની રાહબરી નીચે એલસીબી પીઆઈ વી.એમ.કોલાદરા સહિતની ટીમ ચલાલા પંથકમાં પેટ્રોલીંગમાં હતી. ત્યારે બાતમીના આધારે મીઠાપુર ડુંગરી ગામે બાયોડીઝલનું વેચાણ કરતા બે શખ્સને ઝડપી લીધા હતા. એલસીબીએ ચલાલાના દાનેવ સોસાયટીમાં રહેતા જયરાજ અમકુભાઈ માંજરીયા અને સાવરકુંડલામાં દેવળા ગેઈટ નજીક રહેતા રસુલ જમાલભાઈ પઠાણને ઝડપી લીધા હતા.

તેમની પાસેથી રૂૂપિયા 10,50,000ની કિંમતનો 14 હજાર લીટર બાયો ડીઝલનો જથ્થો, રૂૂપિયા 5000ની કિંમતનો એક ડીસ્પેન્સરી પંપ, રૂૂપિયા 4000ની ઈલેકટ્રીક મોટર, 20 લાખના બે ટ્રક અને બે મોબાઈલ સહિત રૂૂપિયા 30,85,000નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *