ગુજસીટોક અને દારૂના ગુનામાં વોન્ટેડ નામચીન શખ્સ સહિત બેની ધરપકડ

શહેર પોલીસ કમિશનર તથા ઉચ્ચ અધિકારીઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ પેરોલ ફર્લો સ્ક્વોડે બે અલગ-અલગ સફળ ઓપરેશન પાર પાડીને ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા બે આરોપીઓને પકડી…

શહેર પોલીસ કમિશનર તથા ઉચ્ચ અધિકારીઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ પેરોલ ફર્લો સ્ક્વોડે બે અલગ-અલગ સફળ ઓપરેશન પાર પાડીને ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા બે આરોપીઓને પકડી પાડ્યા છે. આ કામગીરીમાં સ્ક્વોડે ગુજસીટોકના ગુનામાં વોન્ટેડ આરોપી અને દારૂૂબંધીના ગુનામાં ફરાર શખ્સની ધરપકડ કરી છે.

પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે થોરાળા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુજસીટોક એક્ટ હેઠળના ગુનામાં સંડોવાયેલા આરોપી નામચીન ઈમ્તીયાઝ ઉર્ફે લાલો ભિખુભાઈ ઉર્ફે કરીમભાઈ રાઉમા (ઉ.વ. 35) ને ગાંધીધામ નજીક ભચાઉ ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો છે. કોર્ટે ઈમ્તીયાઝ રાઉમાના રેગ્યુલર જામીન રદ કરીને તેની વિરુદ્ધ ધરપકડ વોરંટ ઈશ્યુ કર્યું હતું. પકડાયેલ આરોપી ઈમ્તીયાઝનો ગુનાહિત ઈતિહાસ અત્યંત ગંભીર છે, જેમાં તેની સામે હત્યા (કલમ 302), હત્યાની કોશિશ (કલમ 307), પ્રોહીબિશન, આર્મ્સ એક્ટ અને છેડતી જેવા કુલ 20 જેટલા ગુનાઓ અગાઉ નોંધાઈ ચૂક્યા છે.

અન્ય એક સફળ કામગીરીમાં, પેરોલ ફર્લો સ્ક્વોડે ગાંધીગ્રામ-2 (યુનિવર્સિટી) પોલીસ સ્ટેશન હેઠળ દારૂૂના ગુનામાં નાસતા ફરતા આરોપી અરબાઝ જાકિરભાઈ શેખ ને પણ દબોચી લીધો છે. તેના વિરુદ્ધ 29 જાન્યુઆરી, 2026ના રોજ ગુનો દાખલ થયો હતો, ત્યારથી આરોપી પોલીસને હાથતાળી આપી રહ્યો હતો. આ બંને સફળ કામગીરી પી.આઈ કે.કે. ગોહિલ સાથે પીએસઆઈ એસ.બી. ઘાસુરા ના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઈ. ઝહીરભાઈ ખફીફ, ધર્મેન્દ્રસિંહ ઝાલા, રાજદીપસિંહ ચૌહાણ, સીરાજભાઇ ચાનીયા, રોહિતભાઇ કછોટ, અંકિતભાઇ નિમાવત, અમીનભાઇ ભલુર, કુલદીપસિંહ જાડેજા, શાંતુબેન મુળીયા તથા દોલતસિંહ રાઠોડ સહિતના સ્ટાફે કામગીરી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *