મોરબીમાં યુવકની હત્યાના ગુનામાં બે આરોપીઓને આજીવન કેદની સજા

પીપળીયા ગામમાં વર્ષ 2021 માં મંદિરના રૂપિયા ઉઘરાવવા માટે હાજરીમાં રાખેલ માણસને હાજરીના રૂપિયા ના મળતા તે રકમની માંગણી કરતા બે ઇસમોએ ઝપાઝપી કરી છરીનો…

પીપળીયા ગામમાં વર્ષ 2021 માં મંદિરના રૂપિયા ઉઘરાવવા માટે હાજરીમાં રાખેલ માણસને હાજરીના રૂપિયા ના મળતા તે રકમની માંગણી કરતા બે ઇસમોએ ઝપાઝપી કરી છરીનો ઘા ઝીકી યુવાનને મોતને ઘાટ ઉતારી દીધો હતો જે હત્યા કેસ મોરબી કોર્ટમાં ચાલી જતે કોર્ટે બે ઇસમોને આજીવન કેદની સજા ફટકારી છે.

જે કેસની પ્રાપ્ત વિગતો મુજબ ગત તા. 16-10-2021 ના રાત્રીના હત્યાનો બનાવ બન્યો હતો જેમાં ફરિયાદીના ભાઈ અબ્દુલભાઈ અને સલીમભાઈ બંને પીપળીયા ગામમાં શંકર મંદિર ફરતે વંડો બનાવવા રેતીની ગાડી પીપળીયા ગામથી નીકળે તેના ધર્માદાના રૂપિયા ઉઘરાવવા પીપળીયા ગામના પૃથ્વીરાજસિંહે હાજરીમાં રાખ્યા હતા અને હાજરીના રૂપિયા આરોપી પાસેથી ફરિયાદીના ભાઈ અબ્દુલને લેવાના બાકી હોવાથી તે રકમની માંગણી કરતા બંને આરોપીઓએ અબ્દુલ સાથે બોલાચાલી કરી છરીનો ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો પોલીસે હત્યાની ફરિયાદ નોધી આરોપીને ઝડપી લીધા હતા.

જે કેસ ત્રીજા એડીશનલ સેસન્સ જજ સાહેબની કોર્ટ, મોરબીમાં ચાલી જતા મદદનીશ સરકારી વકીલ સંજય સી દવેએ કોર્ટમાં 15 મૌખિક પુરાવા અને 28 દસ્તાવેજી પુરાવા રજુ કર્યા હતા અને ધારદાર દલીલોને માન્ય રાખી કોર્ટે આરોપીઓ સલીમ ઇલ્યાસ કામોરા અને અનવર ઇકબાલ કામોરાને કસુરવાન ઠેરવ્યા હતા કોર્ટે બંને ઇસમોને ભારતીય દંડ સંહિતાની કલમ 302 મુજબના ગુનામાં આજીવન કેદની સજા અને દરેકને રૂ 5000 દંડ ફટકાર્યો છે.

દારૂ ઝડપાયો
મોટા દહીંસરા ગામે આવેલ વિવેકાનંદનગરમાં જાહેરમાં રાખેલ સ્વીફ્ટ કારમાંથી પોલીસે 4 લાખથી વધુની કિમતની 222 બોટલ દારૂનો જથ્થો જપ્ત કરી દારૂ અને કાર સહિત રૂ 7.03 લાખનો મુદામાલ કબ્જે લીધો છે અને આરોપીની શોધખોળ હાથ ધરી છે.

મોરબી એલસીબી ટીમ પેટ્રોલીગમાં હોય દરમિયાન બાતમી મળી હતી કે માળિયાના મોટા દહીંસરા ગામે વિવેકાનંદનગરમાં આરોપી જીતુભા જીવુભા જાડેજા રહે મોટા દહીંસરા વાળાએ પોતાની સ્વીફ્ટ કાર જીજે 10 બીજી 5225 વાળીમાં દારૂનો જથ્થો ભરીને એક બાળવાની કાંટ પાસે રાખેલ છે જે બાતમીને પગલે ટીમે રેડ કરી હતી અને સ્થળ પરથી જાહેરમાં રાખેલ સ્વીફ્ટ કાર મળી આવી હતી જે કારમાંથી અલગ અલગ બ્રાન્ડની દારૂની 222 કીમત રૂ 4,03,554 નો જથ્થો મળી આવ્યો હતો પોલીસે દારૂનો જથ્થો અને કાર કીમત રૂ 3 લાખ સહીત કુલ રૂ 7,03,554 નો મુદામાલ કબજે લઈને માળિયા પોલીસ મથકમાં ગુનો રજીસ્ટર કરાવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *