ધોરાજી પોલીસ દ્વારા 73.66 લાખથી વધુના જપ્ત વિદેશી દારૂનો નાશ

ધોરાજી સબ ડિવિઝન હેઠળના વિવિધ પોલીસ સ્ટેશનોમાં ગુનાઓ સંદર્ભે જપ્ત કરવામાં આવેલા વિદેશી દારૂનો કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ અધિકારીઓની ઉપસ્થિતિમાં નાશ કરવામાં આવ્યો હતો.…

ધોરાજી સબ ડિવિઝન હેઠળના વિવિધ પોલીસ સ્ટેશનોમાં ગુનાઓ સંદર્ભે જપ્ત કરવામાં આવેલા વિદેશી દારૂનો કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ અધિકારીઓની ઉપસ્થિતિમાં નાશ કરવામાં આવ્યો હતો.

આ કામગીરી દરમિયાન ઉપલેટા પોલીસ સ્ટેશનની 2,126 બોટલ, ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશનની 567 બોટલ, ભાયાવદર પોલીસ સ્ટેશનની 1,138 બોટલ, જામકંડોરણા પોલીસ સ્ટેશનની 3,765 બોટલ, ધોરાજી શહેર પોલીસ સ્ટેશનની 649 બોટલ તેમજ પાટણવાવ પોલીસ સ્ટેશનની 171 બોટલ મળી કુલ 8,416 વિદેશી દારૂની બોટલ તેમજ 268 લીટર કેરબામાં રહેલો દારૂનો નાશ કરવામાં આવ્યો હતો. નાશ કરાયેલા દારૂની કુલ કિંમત રૂ. 73,66,895 હોવાનું જણાવાયું છે.

આ સમગ્ર કાર્યવાહી નાયબ કલેક્ટર એન. એમ. તરખાલા, એ.એસ.પી. સિમરન ભારદ્વાજની ઉપસ્થિતિમાં હાથ ધરવામાં આવી હતી. ઉપરાંત મામલતદાર કચેરી ધોરાજી, ઉપલેટા અને જામકંડોરણાના અધિકારીઓ તથા કર્મચારીઓ તેમજ સંબંધિત પોલીસ સ્ટેશનોના સ્ટાફે કામગીરીમાં સહભાગી બની સફળતાપૂર્વક કાર્યવાહી પૂર્ણ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *