જેતપર ખેડૂત આંદોલનને સરપંચ એસો.નો ટેકો

મોરબી જિલ્લા સરપંચ એસોસિએશન દ્વારા ખેડૂત આંદોલનને ટેકો આપવામાં આવતા મોટી સંખ્યામાં સરપંચો જેતપર ઉપવાસ છાવણીએ આવ્યા છે. આંદોલનના મંચ પરથી અદેપર ગામના સરપંચ જનકસિંહ…

મોરબી જિલ્લા સરપંચ એસોસિએશન દ્વારા ખેડૂત આંદોલનને ટેકો આપવામાં આવતા મોટી સંખ્યામાં સરપંચો જેતપર ઉપવાસ છાવણીએ આવ્યા છે. આંદોલનના મંચ પરથી અદેપર ગામના સરપંચ જનકસિંહ ઝાલાએ જાહેરમાં પોતાના સરપંચ પદેથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે તેઓ પોતે એક ખેડૂત પુત્ર છે અને ખેડૂતોના હિત માટે તેઓ આજથી જ પોતાનું રાજીનામું આપે છે.

મંચ પરથી સંબોધન કરતા જનકસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, તમામ સરપંચોએ એક સાથે રાજીનામું આપવાનો વિચાર કર્યો હતો. પરંતુ નિલેશભાઈ દ્વારા જાણવા મળ્યું હતું કે DDO રાજીનામા સ્વીકારતા નથી. આથી હવે તમામ સરપંચો જિલ્લાના લેટરપેડ પર ડાયરેક્ટ મુખ્યમંત્રીને પત્ર લખી, તેમાં તમામ ગામના સરપંચોના નામનો ઉલ્લેખ કરી પોતાનું રાજીનામું જાહે2 ક2શે.

જનકસિંહ ઝાલાએ અન્ય કલાકારો પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, કલાકારોના ઘરમાં ખેડૂતોનું ધાન પહોંચે છે અને તેમના બાળકો ખેડૂતોએ પકવેલા રોટલા ખાય છે, છતાં તેઓ ખેડૂતોના સમર્થનમાં કેમ આવતા નથી? તેમણે ખેડૂતોના પક્ષમાં બોલવા બદલ કલાકાર રાજભા ગઢવીનો આભાર માન્યો હતો. આ સાથે જ તેમણે ગુજરાતના તમામ કલાકારોને ખેડૂત આંદોલનને ખુલ્લું સમર્થન આપવા અપીલ કરી હતી.

આંદોલનને વધુ મજબૂત બનાવવા અંગે તેમણે સ્પષ્ટ કર્યું હતું કે આ લડતમાં કોઈ નેતાઓને વચ્ચે લાવવામાં આવ્યા નથી, કારણ કે જો નેતાઓ વચ્ચે આવશે તો આંદોલનમાં રાજકારણ પ્રવેશી જશે. મોરબી જિલ્લાના તમામ સરપંચો હરહંમેશ ખેડૂત આંદોલન અને ખેડૂતોની સાથે ઊભા રહેશે તેવી ખાતરી મંચ પરથી આપવામાં આવી હતી. સંબોધનના અંતે મંચ પરથી ’જય જવાન, જય કિસાન’ અને ’ભારત માતા કી જય’ ના નારા લગાવવામાં આવ્યા હતા.

વેપારીઓ દ્વારા કાર રેલી
મોરબી જિલ્લાના જેતપર ગામમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનને ઠેર-ઠેરથી સમર્થન મળી રહ્યું છે, ત્યારે હવે મોરબીના જઙ રોડ સંગઠન દ્વારા પણ ખેડૂતોની પડખે ઊભા રહીને એક ’સ્વયંભૂ કાર રેલી’ નું આયોજન કરવામાં આવ્યું છે.

જઙ રોડ મોરબી સમિતિ દ્વારા જાહેર કરવામાં આવેલી વિગતો અનુસાર, જેતપરના ખેડૂત ભાઈઓને સમર્થન અને એકતાનો સંદેશ આપવા માટે આવતીકાલે તારીખ 30/06/2026 ને મંગળવારના રોજ સાંજે 7 કલાકે આ કાર રેલી યોજવામાં આવશે. આ કાર રેલીનું પ્રસ્થાન મોરબીના SP રોડથી થશે અને તેનું સમાપન જેતપર ખાતેના ખેડૂત આંદોલન સ્થળે થશે. SP રોડ સંગઠન મોરબી દ્વારા વિસ્તારના તમામ ભાઈઓને અપીલ કરવામાં આવી છે કે આ કાર રેલીમાં મોટી સંખ્યામાં હાજરી આપી ખેડૂતોના આંદોલનને મજબૂત સમર્થન આપે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *