ચોટીલા નજીક 72 લાખનો દારૂ ભરેલો ટ્રક ઝડપાયો

ચોટીલા નજીક બલદેવ હોટલના પાર્કિંગમાં સ્ટેટ મોનીટરીંગ સેલે દરોડો પાડી ટ્રકમાંથી પશુ આહારની આડમાં સંતાડેલી રૂૂ.72 લાખની કીમતનો 6,550.વિદેશી દારૂૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે.…

ચોટીલા નજીક બલદેવ હોટલના પાર્કિંગમાં સ્ટેટ મોનીટરીંગ સેલે દરોડો પાડી ટ્રકમાંથી પશુ આહારની આડમાં સંતાડેલી રૂૂ.72 લાખની કીમતનો 6,550.વિદેશી દારૂૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. વિદેશી દારૂૂ, એક ટ્રક અને અન્ય મુદ્દામાલ મળી કુલ રૂૂ. 87,83,560નો મુદ્દામાલ કબજે કરી એક શખ્સની ધરપકડ કરી હતી. અન્ય ત્રણ આરોપીઓ અંધારાનો લાભ લઈને નાસી છૂટવામાં સફળ રહ્યા હતા, જેમની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા 48 કલાકમાં દારૂૂના નેટવર્ક પર બે મોટી રેડ કરીને ખળભળાટ મચાવી દીધો છે. ચોટીલા હાઇવે પર આવેલી હોટલ બાલદેવના પાર્કિંગમાં ઊભેલી એક ટ્રકમાંથી સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે મોટા પ્રમાણમાં પરપ્રાંતીય દારૂૂનો જથ્થો ઝડપી પાડ્યો છે.આ દરોડામાં પોલીસે ટ્રક ડ્રાઈવર અજય દેવરાખીભાઈ જીવાભાઈ ભારાઈ (રહે. ભગવતીપરા સોસાયટી, જામજોધપુર, જામનગર)ની ધરપકડ કરી છે. આ ઉપરાંત, દારૂૂ મંગાવનાર ભાયાભાઈ માયાભાઈ મોરી (રહે. ફુલાજર નેશ, ખંભાલા, પોરબંદર), મુખ્ય આરોપીના ભાગીદાર ભાવેશભાઈ સામતભાઈ મોરી (રહે. બખરાલા, પોરબંદર) અને દારૂૂ સપ્લાય કરનાર સહિત ત્રણને વોન્ટેડ જાહેર કર્યા છે. તમામ આરોપીઓની શોધખોળ શરૂૂ કરવામાં આવી છે.

છેલ્લા એક અઠવાડિયામાં સુરેન્દ્રનગર જિલ્લામાં એસએમસી ટીમની આ ત્રીજી મોટી રેઇડ છે. સ્થાનિક પોલીસ ઉંઘતી રહી અને એસએમસીની કાર્યવાહીના કારણે તેમની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે, જે દર્શાવે છે કે 31 ડિસેમ્બરની ઉજવણી પહેલા બૂટલેગરો સક્રિય બની રહ્યા છે. સ્થાનિક પોલીસની બેદરકારી ચકાસવા ઈન્કવાયરી કરાવાય તેવી પણ સંભાવના છે. જપ્ત કરાયેલા મુદ્દામાલમાં રૂૂ. 15,00,000ની કિંમતનો દારૂૂ ઢાંકવા માટે ઉપયોગમાં લેવાયેલી રૂૂ. 72,500ની 250 ઢોરની ફીડ બેગસહીત રૂૂ.87 લાખનો મુદ્દામાલ કબજે કયો હતો. સ્ટેટ મોનીટરીંગ સેલના ડીઆઈજી નીર્લિત રાયની સુચનાથી પીએસઆઈ આર.બી. વનારા અને તેમની ટીમે કામગીરી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *