જામનગરમાં દિગ્જામ માર્ગે ઓવર બ્રિજ નીચે ટ્રકમાં આગ લાગી

જામનગરમાં દિગ્જામ માર્ગે આજે ટ્રક ની કેબિન માં આગ લાગી હતી. થોડી વાર માં જ આગે મોટું સ્વરૂૂપ ધારણ કર્યું હતું. પરંતુ ફાયર બ્રિગેડ વિભાગની…

જામનગરમાં દિગ્જામ માર્ગે આજે ટ્રક ની કેબિન માં આગ લાગી હતી. થોડી વાર માં જ આગે મોટું સ્વરૂૂપ ધારણ કર્યું હતું. પરંતુ ફાયર બ્રિગેડ વિભાગની ટીમે સમયસર પહોંચી જઈ ને આગને કાબુમાં લીધી હતી.
જામનગરમાં દિગ્જામ માર્ગે ઓવર બ્રિજ ની નીચે આજે બપોરે 12.45 વાગ્યે એક ટ્રક ની કેબિનમાં કોઈ કારણસર આગ લાગી હતી. થોડીવારમાં આગની જ્વાળાઓએ મોટું સ્વરૂૂપ ધારણ કર્યું હતું.

તે દરમિયાન ટ્રકનો ચાલક આગની કેબીન માંથી કૂદકો લગાવીને બહાર નીકળી જતાં તેનો બચાવ થયો હતો. બીજી તરફ આ બનાવની જાણ થતા જ ફાયર બ્રિગેડ નો સ્ટાફ બનાવના સ્થળે દોડી ગયો હતો. અને પાણી નો મારો ચલાવી ને આગ ને કાબુમાં લીધી હતી .પરંતુ આગ ને કારણે ટ્રક ની કેબિન માં ભારે નુકસાન થયું હતું. ટ્રકની કેબીનમાં ઇલેક્ટ્રીક શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *