2 લાખની રોકડ ભરેલો થેલો લૂંટવા વેપારી ઉપર હુમલો કરી ફરાર થયેલા 3 શખ્સોને એલસીબીએ ઝડપી લીધા
જેતપુરમાં મોબાઈલની દુકાન ચલાવતા વેપારી સ્કુટર ચલાવી જતા હતા ત્યારે રાજકોટ પોરબંદર નેશનલ હાઈવે રોડ ધારેશ્વર ચોકડી હાઇવે ઉપર પહોંચતા બુકાનીધારી લુંટારૂૂએ હુમલો કરી વેપારી પાસેથી રૂૂ.2 લાખની લુંટનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો આ મામલે પોલીસ ફરિયાદ નોધાયા બાદ રાજકોટ ગ્રામ્ય એલસીબીની ટીમે આ બનાવમાં સંડોવાયેલા ત્રણ શખ્સોની ધરપકડ કરી ભેદ ઉકેલી નાખ્યો હતો.
મળતી વિગતો મુજબ જેતપુર ભાદરના સામાકાંઠે હનુમાન મંદિર પાસે રહેતા અને ધારેશ્વર જી.આઈ.ડી.સી. જેતપુર ખાતે જય જલારામ મોબાઇલ નામની દુકાન ચલાવતા વેપારી ખુશાલભાઈ જેન્તીભાઈ મહેતા (ઉ.વ.26) ગઈ તા.10/03/20 26 ના રાતે 9/30 વાગ્યે દુકાન ના વેપારના પૈસા આશરે દોઢ થી બે લાખ રૂૂપિયા મારા બેગમાં મૂકી ઇલેક્ટ્રીક સ્કુટર લઈ દુકાન બંધ કરી ઘરે જતો હતો ત્યારે રાજકોટ પોરબંદર નેશનલ હાઈવે રોડ ધારેશ્વર ચોકડી જેટકો ના ગેટ સામે હાઇવે ઉપર પહોંચતા ત્યાં બુકાનીધારી શખ્સો હાથમાં લોખંડનો પાઇપ લઇ રોડની વચ્ચોવચ ડિવાઈડર પાસે ઉભેલા હતા.
જેમાંથી એક વ્યક્તિ એ તેના હાથમાં રહેલા લોખંડના પાઇપ વડે ખુશાલ ઉપર હુમલો કયો હતો. પૈસા ભરેલ થેલો પકડવાની કોશિશ કરી રૂૂક રૂૂક બોલેલ અને ખુશાલ ત્યાંથી પૈસાનો ભરેલો થેલા સાથે જી .આઈ.ડી.સી. ખાતે આવેલ તેની જય જલારામ મોબાઇલ નામની દુકાન ખાતે ભાગીને જતો રહે રસ્તામાં મોટાભાઈ જીગ્નેશભાઈને બનાવ બાબતે જાણ કરેલ. જીગ્નેશભાઈ થોડીવારમાં ખુશાલ પાસે આવેલ અને ખુશાલને જેતપુર સરકારી દવાખાને સારવારમાં દાખલ કરી આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. રાજકોટ પોરબંદર નેશનલ હાઈવે રોડ ધારેશ્વર ચોકડી હાઇવે ઉપર બનેલા આ બનાવ અંગે જેતપુર પોલીસ ઉપરાંત રાજકોટ ગ્રામ્ય એલસીબીની ટીમે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરતી હતી.
રાજકોટ ગ્રામ્ય એલસીબીની ટીમે જેતપુરના ભાદરના સામા કાંઠે રહેતા મનીન્દરસીંગ જીતસીંગ ટાંક, મૂળ ઉત્તરપ્રદેશ કુશીનગરના અને હાલ જેતપુરના ભાદરના સામા કાંઠે રહેતા ઈમ્તીયાઝ સમસુદ્દીન અંસારી, અને શાબીર વકીલ અંસારીની ધરપકડ કરી હતી. એલસીબી ની ટીમે ગુનામાં ઉપયોગ કરેલ મોટરસાયકલ, મોબાઇલ ફોન સહીત રૂૂ. 71 હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
રાજકોટ ર્રેંજ આઈજી નિર્લિપ્ત રાય અને જીલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરની સુચના અને માર્ગદર્શન હેઠળ રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી. ના પી.આઈ વી.વી.ઓડેદરા, પીએસઆઈ આર.વી. ભીમાણી, એચ.સી. ગોહીલ, કે.એમ. ચાવડા, પી.એન.ભરવાડ તથા એ.એસ.આઇ. બાલકૃષ્ણભાઈ ત્રિવેદી, અનીલભાઈ બળકોદીયા, ભાવેશભાઈ ચાવડા,મનીષભાઈ વરૂૂ, રમણીકભાઈ મણવર, ધર્મેન્દ્રભાઈ ચાવડા, મનદીપસીંહ જાડેજા, અરવીંદસીંહ જાડેજા, શક્તિસિંહ જાડેજા, અર્જુનભાઈ ડાવેરા, શીવરાજભાઈ ખાચર, ધર્મેશભાઈ બાવળીયા, જીતેન્દ્રભાઈ ગોહીલ,ભાવેશભાઈ મકવાણા, ભરતભાઈ ગમારા, મહેન્દ્રસિંહ સોલંકી, શક્તિસિંહ ઝાલા, વીજયભાઈ સિહાર, અમીતદાન સુરૂૂ, ઈશીતભાઈ માણાવદરીયા , નીકુંજભાઈ સુતરીયા, દીલીપસીંહ જાડેજા સહિતના સ્ટાફે કામગીરી કરી હતી.
