રાજકોટ અને જૂનાગઢના શખ્સને હથિયાર સપ્લાય કરનાર ઉત્તર ગુજરાતના સપ્લાયરની ધરપકડ

રાજકોટ માં સ્કોપિયોમાં પિસ્તોલ સાથે પકડાયેલ બે રીઢા ગુનેગારોની પુછપરછમાં ઉતર ગુજરાતના સપ્લાયરનું નામ ખુલ્યા બાદ ક્રાઈમ બ્રાંચની ટીમે સપ્લાયર પાટણ સમીના શખ્સને પણ ઝડપી…

રાજકોટ માં સ્કોપિયોમાં પિસ્તોલ સાથે પકડાયેલ બે રીઢા ગુનેગારોની પુછપરછમાં ઉતર ગુજરાતના સપ્લાયરનું નામ ખુલ્યા બાદ ક્રાઈમ બ્રાંચની ટીમે સપ્લાયર પાટણ સમીના શખ્સને પણ ઝડપી લઇ તેની વિશેષ પુછપરછ શરૂૂ કરી છે.

શહેરમાં ગુન્હાખોરી ઉપર અંકુશ રહે તે હેતુસર રાજકોટ શહેરમાં શરીર સંબંધી તથા મીલ્કત સંબંધી ગુન્હાઓ અટકાવવા અસરકારક કામગીરી કરવા પોલીસ અધિકારીઓની સુચના અન્વયે ક્રાઇમ બ્રાંચની ટીમે ગત તા 18/9ના રોજ જી.જે.38-બીજી-0429 નંબરની સ્કોર્પિયોમાં દેશી બનાવટની પિસ્તોલ સાથે મૂળ જુનાગઢ ચીતાખાના ચોક નળવાળા ચોકના વતની અને હાલ સ્વામી નારાયણ ચોક, શેરી નં.13, સીટી હાઈસ એપારમેન્ટ, ફલેટ નં.202, બીજા માળે જયેશભાઈના ફલેટમાં ભાડેથી રાજકોટ રહેતા અયાન અમીનભાઈ મુળીયા (ઉ.વ. 21) અને ગોંડલ રોડ એસ.ટી. વર્કશોપની પાછળ,વીર નર્મદ ટાઉન શીપ, બ્લોક નં.સી/501માં રહેતા દિનેશભાઈ ઉર્ફે કાંચો સંજયભાઈ ટમટા (ઉ.વ.26) ને ઝડપી લઇ કાર સહીત રૂૂ.12.30 લાખનો મુદ્દમાલ કબજે કર્યો હતો. બન્નેની પુછપરછમાં સપ્લાયર તરીકે પાટણના સમીમાં રહેતા અવેજ ઇલીયાસભાઇ કાજીનું નામ ખુલ્યું હતું. જેની ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી આ હથિયાર અવેજ ક્યાંથી લાવ્યો તે મામલે રિમાન્ડ ઉપર વિશેષ પુછપરછ શરૂૂ કરી છે.

શહેર પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા, અધિક પોલીસ કમીશ્નર મહેન્દ્ર બગરીયા,ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા,એસીપી ભરત બી.બસીયાની સુચનાથી ક્રાઈમ બ્રાંચના પી.આઈ એમ.આર. ગોંડલીયા, એમ.એલ. ડામોર, સી.એચ. જાદવના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એ.એન. પરમાર, એ.એસ. અમઇ.હિતેન્દ્રસિંહ ઝાલા, કૃષ્ણદેવસિંહ ઝાલા, હરસુખભાઇ સબાડ, અર્જુનભાઇ ડવ, મોહિલરાજસિંહ ગોહિલ, પ્રશાંતભાઇ ચુડાસમા, ગોપાલભાઇ પાટીલે કામગીરી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *