સર્કિટ બેંચે પ્રથમ 44 કેસની સ્કુટીની શરૂ કરી, હજારો કેસોનો નિકાલ થવાની આશા: વ્યાપાર-ઉદ્યોગક્ષેત્રને હાશકારો
કેન્દ્ર સરકાર દ્વારા જે સમયથી જીએસટી કાયદાને લાગુ કરવામાં આવ્યો છે તે સમયથી અનેકવિધ બદલાવ જોવા મળી રહ્યા છે સામે જીએસટીમાં જો કોઈ પ્રશ્નનો નિવારણ આવતું ન હોય તો વેપારીઓએ હાઇકોર્ટના દ્વાર ખખડાવવા પડે છે અથવા તો સુપ્રીમ કોર્ટ ની મદદ લેવી પડે છે. પરિણામ સ્વરૂૂપે હાલ હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં ખૂબ વધુ કેસોનો ભરાવો થઈ ચૂક્યો છે જેનું નિવારણ લાવવું અત્યંત જરૂૂરી છે.
આ માટે જીએસટી અપેલેટ ટ્રીબ્યુનલ ની રચના કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હાલ પ્રક્રિયા પણ હાથ ધરાય છે અને રાજકોટને પણ જીએસટી અપિલેટ માટેની સર્કિટ મળી છે પરંતુ કોઈને કોઈ કારણોસર જે ઝડપભેર કામગીરી થવી જોઈએ તે થઈ શકી નથી અને આજે પણ અપિલેટ ટ્રિબ્યુનલની સર્કિટ શરૂૂ થઈ શકી નથી. જીએસટી ટ્રિબ્યુનલની સ્થાપના કરવી આવશ્યક સાબિત થઈ હતી. આ વાતની ગંભીરતાને ધ્યાને લઈને જ હાલ કેન્દ્ર સરકાર અને ખાસ તો નાણામંત્રાલય દ્વારા ગુજરાતમાં જીએસટી શરૂૂ કરવાનો નિર્ણય કર્યો અને રાજકોટ સહિત ત્રણ શહેરોને જીએસટી ટ્રિબ્યુનલની ફાળવણી થઈ.
છેલ્લા એક માસથી ટ્રિબ્યુનલ શરૂૂ થઈ ચૂક્યું છે અને વેપારીઓમાં આશા પણ જાગી છે કે હવે તેમના જે પ્રશ્નો હતા તે ટ્રિબ્યુનલ મારફતે પૂર્ણ થઈ શકશે અને તેનું ઝડપથી નિવારણ આવશે. હાલ હજારો કેસ પેન્ડિંગ પડેલા છે ત્યારે અપિલેટ ટ્રિબ્યુનલ શરૂૂ થતા પ્રશ્નનું નિવારણ આવવા લાગશે. હાલ સર્કિટ શરૂૂ થઈ ચૂકી છે અને આશરે 44 જેટલા કેસ સ્ક્રુટીનીમાં પણ આવી ગયા છે. પરંતુ હાલ રાજકોટ જીએસટી અપેલેન્ટ ટ્રીબ્યુનલ માટે જો પડકાર હોય તો તે એ છે કે અત્યારે દરેક કેસ અમદાવાદ વડી કચેરી ખાતે જાય છે અને ત્યારબાદ જ તે કેસ રાજકોટ અપિલેટને ટ્રાન્સફર કરવામાં આવે છે.
રાજકોટ સહિત રાજ્યના વેપારીઓનો સમય અને નાણાનો વ્યય ન થાય તે માટે ત્રણ શહેરોમાં આ ટ્રિબ્યુનલ શરૂૂ થશે જેના પરિણામ સ્વરૂૂપે વેપારીઓએ હવે જીએસટીના કેસ માટે હાઇકોર્ટ કે સુપ્રીમ કોર્ટમાં જવું નહીં પડે અને વિવાદિત કેસ ટ્રીબ્યુનલમાં પડકારી શકાશે. હાલ સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સ દ્વારા જેઠીબિનલ શરૂૂ કરી દેવામાં આવી છે તેની વળી કચેરી રાજકોટ ઝોન માટે સુરત નક્કી કરાઈ છે અને રાજકોટને સર્કિટ આપવામાં આવી છે.
વેપારીઓમાં હાલ એક માત્ર રોષ વ્યાપી ઉઠ્યો છે કે જીએસટી વિભાગ મન ફાવે તેમ આકરણી કરે છે અને તેની સીધી અસર વેપારીઓ ઉપર પડે છે ત્યારે વેપારીઓએ આ અંગે જો ચેલેન્જ કરવું હોય તો તેઓએ હાઇકોર્ટ અથવા તો સુપ્રીમ કોર્ટનો સહારો લેવો પડે છે એટલું જ નહીં તે પૂર્વે અપીલ કમિશનર સમક્ષ તેઓ અપીલમાં પણ જતા હોય છે પરંતુ જે ન્યાય મળવો જોઈએ તે મળતો નથી અને ન છૂટકે તેઓએ વડી અદાલતનો સાથ અને સહકાર લેવો પડતો હોય છે હાલ તે સ્થાને પણ ખૂબ વધુ કેસ પેન્ડિંગ હોવાના કારણે કામગીરી શક્ય બનતી નથી.
બીજી તરફ આકારણી કરનાર અધિકારી પણ ૠજઝના હોય છે અને અપીલ કમિશનર પણ ૠજઝના જ હોય છે. જો વેપારીને અપીલ કરવી હોય તો દાવાની કુલ રકમના 10% રૂૂપિયા જમા કરવવા પડતા હોય છે. જો અપીલમાં સંતોષ ન થાય તો વેપારીએ હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી કેસ લડવો પડે છે. જેમાં વેપારીઓનો સમય અને પૈસા વધુ વપરાય છે સાથે જ કરવેરા સલાહકારોને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.હવે અમદાવાદ, સુરત અને રાજકોટમાં ૠજઝ ટ્રિબ્યુનલ શરૂૂ થાય તેવી શક્યતા છે. જેના કારણે જો અધિકારીઓએ આડેધડ આકારણી કરી હશે તો વેપારીઓ પોતાના શહેરની નજીક આવેલી ૠજઝ ટ્રિબ્યુનલમાં તેને પડકારી શકશે.
ટ્રિબ્યુનલના અભાવે વેપારીઓના 5000 કરોડ રૂપિયા સલવાયા
જીએસટી ટ્રિબ્યુનલ ન હતું તે સમયે વેપારીઓએ હાઇકોર્ટ અથવા સુપ્રીમ કોર્ટમાં દાદ મેળવવી પડતી હતી. ત્યારે આશરે 5,000 કરોડથી વધુ રૂૂપિયા સલવાયા હોવાની પણ વિગતો સામે આવી રહી છે જો આગામી દિવસોમાં અને નજીકના સમયમાં આ રકમનો નિવેડો ન આવ્યો તો વેપાર ક્ષેત્રે ઘણી માટી અસરનો સામનો કરવો પડશે ત્યારે તાકીદે જીએસટી ટ્રિબ્યુનલ સ્થાપિત થાય અને તેનો યોગ્ય નિવારણ લાવવામાં આવે તે દિશામાં હાલ તમામ પગલાંઓ લેવામાં આવી રહ્યા છે. રાજકોટમાં ટ્રિબ્યુનલ સર્કિટ શરૂૂ થતા જ સૌરાષ્ટ્ર કચ્છના વેપારીઓનો અમદાવાદ સુધી ધકો બંધ થઈ ગયો છે. રાજકોટમાં જ તેઓ તેમના કેસનું પરિણામ મેળવી શકશે હા એ વાત સાચી છે કે જ્યારે રાજકોટમાં આ ટ્રિબ્યુનલ શરૂૂ થશે તો અહીં કામનું ભારણ પણ એટલું જ વધુ જોવા મળી શકે છે.
