7 વર્ષની બાળા પર અમાનુષી કૃત્ય કરનાર સામે 33 દી’માં ટ્રાયલ પૂર્ણ

બાળકીના પિતાએ અદાલતને પત્ર લખી વિનંતી કરતાં પોલીસ, વકીલ અને કોર્ટના પ્રયત્નોથી 11 દિવસમાં ચાર્જશીટ, છઠ્ઠા દિવસે પૂરાવો ; કોઈ પણ ઘડીએ ચૂકાદો જસદણ તાલુકાના…

બાળકીના પિતાએ અદાલતને પત્ર લખી વિનંતી કરતાં પોલીસ, વકીલ અને કોર્ટના પ્રયત્નોથી 11 દિવસમાં ચાર્જશીટ, છઠ્ઠા દિવસે પૂરાવો ; કોઈ પણ ઘડીએ ચૂકાદો

જસદણ તાલુકાના કાનપર ગામે વાડીમાં દાહોદ પંથકનો શ્રમિક પરિવાર ખેતર ભાગીયે રાખી ખેત મજૂરી કરે છે. ગત તા.04-12-2025 ના રોજ શ્રમિક પરિવાર વાડીમાં કામ કરી રહ્યો હતો. ત્યારે પરિવારની છ વર્ષ આઠ માસની બાળકી વાડીમાં જ રમી રહી હતી. દરમિયાન અજાણ્યા શખ્સ ધસી આવી બાળકીનું મોઢું દબાવી હેવાને અમાનુષી અને ક્રૂરતાપૂર્વક દુષ્કર્મ ગુજાર્યો હતો. હેવાનને હવસનો શિકાર બનાવ્યા બાદ ગુપ્તાંગમાં સળિયા જેવું ધારદાર હથિયાર ઘુસાવી દેતા બાળકી લોહીલુહાણ થઇ ગઈ હતી. બાદમાં નરાધમ બાળકીને ત્યાં જ મૂકી નાસી ગયો હતો.

પરિવારે બાળકીની શોધખોળ શરૂૂ કરતા તેણી ત્યાં નજીકમાંથી જ લોહીલુહાણ હાલતમાં મળી આવત બાળકીને સારવાર અર્થે તાત્કાલિક રાજકોટની જનાના હોસ્પિટલ ખાતે ખસેડી હતી.
આટકોટ પોલીસે બાળકીના પિતાની ફરિયાદ પરથી પોક્સો અને દુષ્કર્મની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો.બાળકીએ અમાનુષી અત્યાચાર ગુજારનાર શખ્સને પોલીસે મૂળ મધ્યપ્રદેશનો અને હાલ જસદણના કાનપર ગામની સીમમાં રામસિંગ તેરસીંગ ડડવેજરની ધરપકડ કરી હતી. પોલીસની પૂછપરછમાં નરાધમે કબૂલાત આપી હતી કે, પોતે પીડિત બાળકીનો પરિવાર જે વાડીમાં મજૂરી કરે છે તેની બાજુની વાડીમાં જ પોતે પણ મજૂરી કરે છે. અહીંથી નીકળતા માસુમ બાળકી ખેતરમાં જ રમી હતી.

જેથી નરાધમની દાનત બગડી હતી. બાળકીને ઉઠાવી નજીકમાં જ પાણીની ટાંકી પાસે લઇ ગયો હતો અને દુષ્કર્મ ગુજારવાની કોશિશ કરી હતી. તેમાં નિષ્ફળ જતાં ઉશ્કેરાયેલા શખ્સે બાજુમાં જ પડેલ લોખંડનો એક ફૂટનો સળીયો બાળકીના ગુપ્તાંગમાં ઘુસાવી લોહીલુહાણ કરી ત્યાં જ બાળકીને મૂકી નાશી ગયો હતો. બાદ તપાસનીશ દ્વારા અદાલતમાં ચાર્જસીટ રજૂ કરવામાં આવી હતી.બાળકીના પિતાએ અદાલતમાં વિસ્તૃત પત્ર લખી બાળકીની આ હાલત કરનાર આરોપી સામે તાત્કાલીક કેસ ચલાવી સખ્ત સજાની માંગ કરી હતી. બનાવની ગંભીરતા ધ્યાનમાં લઈને કોર્ટે કેસ રોજબરોજ ચલાવવાનો હુકમ કરી 6-દિવસમાં પુરાવો નોંધવાનુ કાર્ય પૂર્ણ કર્યો હતો.

બાદ કેસની સુનાવણી ચાલવા પર આવતા જેમાં આરોપીના બનાવ સ્થળેથી જે વાળ મળી આવેલા હતા તે વાળ મુળ સહીત ન હતા અને કપાયેલા હતા. જવાબમાં સરકાર તરફે જણાવવામાં આવેલ કે મુળ સહીતના વાળ એક ચોકકસ પ્રક્રિયાથી જ કાઢી શકાય. બનાવ સમયે બાળકીને પીડા વખતે આરોપીના વાળ ખેંચવામાં આવેલા હોય ત્યારે કપાયેલી પરિસ્થિતીમાં જ મળી શકે.કાનપર ગામે સરકારી ડોકટરે ગુપ્ત ભાગેથી નીકળતુ લોહી બંધ થઈ ગયેલ હોવાનુ જણાવેલ છે.તેના જવાબમાં સરકાર તરફે જણાવવાનું કે ગંભીર ઈજાના કારણે કાનપર થી જસદણ હોસ્પિટલ અને જસદણ હોસ્પિટલ થી રાજકોટ જનાના હોસ્પિટલ માટે લાવવામાં આવતી વખતે ફરીથી ભોગ બનનારને ફરીથી રકતસ્ત્રાવ ચાલુ થઈ શકે. કાનપરના ડોકટરની મામુલી નોંધ ના કારણે પ્રોસીકયુશનનો કેસ નબળો થતો નથી. આરોપીને શંકાના આધારે પકડેલ હતો.

જેના જવાબમાં સરકાર તરફે ફોજદારી ગુનામાં આરોપીને શંકાના આધારે જ પકડવામાં આવતો હોય છે. પ્રોસીકયુશન માટે જરૂૂરી એ છે કે, પોલીસ તપાસ પુર્ણ થાય ત્યારે તપાસનીશ અમલદાર પુરતા પુરાવા મેળવી શકે છે કે કેમ. આ કેસમાં તપાસનીશ અમલદારની આરોપી ઉપરની શંકા સંપુર્ણ વ્યાજબી ઠેરવવા માટે મેડીકલ, મૌખિક અને ઈલેકટ્રોનીક ત્રણેય પ્રકારના પુરાવા મળી આવેલ છે. ભોગ બનનાર બાળકી અને બાળ સાહેદની નાની ઉંમર હોવા છતા પણ આરોપી અને લોખંડનો સળીયો સાંકેતિક રીતે ઓળખી આપેલ છે. કોર્ટ ગમે તે ઘડીએ આરોપી વિરુદ્ધ ચુકાદો ફરમાવશે. આ કેસમાં જિલ્લા સરકારી વકિલ સંજયભાઈ કે. વોરા અને મદદગારીમાં એ.પી.પી. પ્રશાંતભાઈ પટેલ રોકાયેલા હતા.

રીક્ધસ્ટ્રક્શન દરમિયાન હુમલો કરતા પોલીસે આરોપીના બંને પગમાં ગોળી ધરબી દીધી’તી
કાનપર ગામે માસુમ બાળકી ઉપર અમાનુષી કૃત્ય કરનાર સામે પોલીસે પોકસો એક્ટ અને દુષ્કર્મનો ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરી હતી. પોલીસ આરોપીને લઈને બનાવ સ્થળે પહોંચી હતી. જ્યાં રીક્ધસ્ટ્રક્શન દરમિયાન આરોપીએ પોલીસ કર્મીઓ ઉપર ધારીયા વડે હુમલો કર્યો હતો. જેના જવાબમાં પોલીસે નરાધમના બંને પગમાં ગોળી ધરબી દીધી હતી. આરોપીને તત્કાલ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો અને પોલીસ ઉપર હુમલો કરવા બદલ હત્યા પ્રયાસનો અલગથી ગુનો નોંધાયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *