ખંભાળિયા – જામનગર હાઈવે માર્ગ પર આજરોજ સ્કૂટર પર જઈ રહેલી જામનગરની એક યુવતીનું અકસ્માતે કરુણ મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવની વિગત એવી છે કે જામનગરના મેહુલનગર વિસ્તારમાં રહેતી રાધિકા ઈશ્વરલાલ વિઠ્ઠલાણી નામની 27 વર્ષની અપરિણીત યુવતી આજરોજ સવારના આશરે 6 વાગ્યાના સમયે ખંભાળિયાથી જામનગર તરફ જઈ તેના જી.જે. 10 સી.ક્યુ. 6202 નંબરના એક્સેસ સ્કૂટર પર બેસીને જઈ રહી હતી. ત્યારે અત્રેથી આશરે 9 કિલોમીટર દૂર દાતા ગામની ગોલાઈ પાસે તેમના સ્કૂટર આડે એકાએક ગાય ઉતરી ચડતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત રાધિકા વિઠ્ઠલાણીનું કરુણ મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના પિતા ઈશ્વરલાલ વલ્લભદાસ વિઠલાણી (ઉ.વ. 67, રહે. ખોડીયાર કોલોની, જામનગર) એ અહીંની પોલીસને જાણ કરી છે. જેથી પોલીસે પોસ્ટમોર્ટમ સહિતની જરૂૂરી કાર્યવાહી કરી હતી.
ખંભાળિયા નજીક સ્કૂટર સ્લીપ થઈ જતા યુવતીનું કરુણ મૃત્યુ
ખંભાળિયા – જામનગર હાઈવે માર્ગ પર આજરોજ સ્કૂટર પર જઈ રહેલી જામનગરની એક યુવતીનું અકસ્માતે કરુણ મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવની વિગત એવી છે કે…
