શહેરના દ્વારકેશ પાર્કની પરીણિતાએ સાસરિયાઓના ત્રાસથી એસિડ ગટગટાવ્યું

જામનગરમાં સાંઢિયા પુલ નજીક દ્વારકેશ પાર્ક વિસ્તારના રહેતી અને જામનગર તાલુકાના આમરા ગામમાં પરણાવેલી વસંતબેન નવીનભાઈ સોનગરા નામની 33 વર્ષની પરણીતાએ પોતાના સાસરીયાઓના ત્રાસથી કંટાળી…

જામનગરમાં સાંઢિયા પુલ નજીક દ્વારકેશ પાર્ક વિસ્તારના રહેતી અને જામનગર તાલુકાના આમરા ગામમાં પરણાવેલી વસંતબેન નવીનભાઈ સોનગરા નામની 33 વર્ષની પરણીતાએ પોતાના સાસરીયાઓના ત્રાસથી કંટાળી જઇ એસિડ પી લીધું હતું, આથી તેણીને સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. આ બનાવ અંગેની પોલીસને જાણ થતાં મહિલા પોલીસ સ્ટેશનની ટીમ તેમજ સીટી સી. ડિવિઝનની પોલીસ ટિમ જી.જી. હોસ્પિટલમાં પહોંચી ગઇ હતી, અને વસંતબેન ભાનમાં આવી જતાં તેણીનું નિવેદન નોંધ્યું હતું.

જેમાં પોતે પોતાના સાસરીયાઓ ના 11 વર્ષના ત્રાસથી કંટાળી ગઈ હતી, જેનાથી મુક્તિ મેળવવા માટે આત્મહત્યા કરવા માટેનું પગલું ભરી લીધું હોવાનું જણાવ્યું હતું. આથી પોલીસે વસંતબેન સોનગરા ની ફરિયાદ ના આધારે તેણીના પતિ નવીન જેઠાભાઈ સોનગરા, ઉપરાંત અન્ય સાસરીયાઓ સસરા જેઠા ભાઈ સોનગરા, સાસુ શાંતીબેન જેઠાભાઈ સોનગરા, ઉપરાંત ગૌરીબેન કિશોરભાઈ સોનગરા કિશોરભાઈ જેઠાભાઈ સોનગરા અને વિજયાબેન નંદાભાઈ સામે સ્ત્રી અત્યાચાર ધારા હેઠળ નો ગુનો નોંધ્યો છે, અને વધુ તપાસ હાથ ધરાઈ છે.
ભોગ બનનાર વસંતબેન ને તેમના સાસરીયાઓ લાંબા સમયથી અવારનવાર મારકુટ કરી ત્રાસ ગુજારતા હતા. એટલું જ માત્ર નહીં તમામ સાસરિયાઓએ ધમકી આપી હતી, કે નવીન સોનગરા ને બીજી યુવતી સાથે પરણાવી દેશો તેમ કહી પતિને પણ ચઢામણી કરતા હોવાથી પતિ પણ સારી રીતે માનસિક ત્રાસ આપતો હતો. જેનાથી કંટાળીને આ પગલું ભરી લીધા નું પોલીસમાં જાહેર થયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *