ઉપલેટામાં બાપુના બાવલા ચોકમાં મોડી રાત્રે જાહેરમાં છરી બતાવીને લોકોને ભયનું વાતાવરણ તથા મન ફાવે તેવી ગાળો બોલીને ધમાલ મચાવેલ હતી ઉપલેટા પોલીસે અબુ ઉર્ફે જામ ને ધરપકડ કરેલ છે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ હતી આ શખ્સની દાદાગીરીના વિરોધમાં વેપારી તથા હિન્દુ સમાજ દ્વારા આરોપીને જાહેરમાં સરા પરા કરવાની માંગણી સાથે તેમના ધંધા રોજગાર બંધ રાખ્યા હતાં અને ઉગ્ર આક્રોશ ઠાલવ્યો હતો.
ગઈકાલે રાત્રે આરોપીને પોલીસ ઘટના સ્થળ ઉપર લઈ આવે તેવી લોકોમાં જાણ થતા મોટી સંખ્યામાં લોકો ટોળા ભેગા થઈ ગયેલા હતા પરંતુ કોઈ આવેલ ન હોવાથી લોકો રાહ જોઈને બેઠેલા હતા આજે પણ બાપુના બાવલા ચોક ના વેપારીઓ તથા હિન્દુ સમાજ દ્વારા આરોપીને ઘટના સ્થળ ઉપર લઈ ને જાહેરમાં સરાપરા કરવાની માંગણી કરવામાં આવેલ છે શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ઉપલેટા તથા ભાયાવદર તથા ધોરાજી તથા પાટણવાવ ના પોલીસ સ્ટાફને ઉપલેટા બોલાવી લેવામાં આવેલ હતો તથા ઉચ્ચ અધિકારીઓ દોડી આવેલા છે.
ઉપલેટામાં ગત મોડી રાત્રે અસામાજિક તત્વો દ્વારા ખુલ્લી છરી સાથે સરા જાહેર માર્ગ પર ધમાલ મચાવતા ખળભળાટ મચી જવા પામ્યો હતો. આ ઘટનાથી લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.
આ ઘટના અંગે વિગતે વાત કરીએ તો, રીક્ષા ચાલક સાથે નજીવી બાબતે બોલાચાલી થયા બાદ શાહરુખ નોઈડા સંધી નામના શખ્સે મન ફાવે તેમ સારા જાહેર દરેક લોકોને ન સાંભળી શકાય તેવી ભૂંડી ગાળો આપી હતી. જ્યારે અબુ ઉર્ફે ડાડુ મિયાણો નામના સખ્શે ઉપલેટાનો બાપ છું, ઉપલેટા ગામનો બાપ છું મારી સાથે કોને બાધવું છે, મારી સાથે બાધવું હોય એ આવી જાઓ મેદાનમાં. આવી રીતે જાહેર ચોકમાં બુમો પાડતા પાડતા ખુલ્લી છરી સાથે મુખ્ય રાજ માર્ગ પરના જાહેર બાપુના બાવલા ચોક ખાતે પરમ દિવસે રાત્રે ધમાલ કરી હતી.
આ શખ્સ મારામારી કરતો હોઈ તેવા ઈઈઝટ પણ સામે આવ્યા છે. આ ઘટના જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ દ્વારા આરોપીને પકડી પાડવામાં આવ્યો છે પરંતુ શહેરના સમસ્ત હિંદુ સમાજના લોકોની માંગ છે કે શહેરની શાંતિમાં પલીતો ચાંપનાર આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.