‘જાટ’ માટે રણદીપ હૂડાનું જબરદસ્ત ટ્રાન્સફોર્મેશન

  સની દેઓલની જાટ અત્યારે બહુ ચર્ચામાં છે. આ ઍક્શન-થ્રિલર ફિલ્મમાં સની દેઓલ ઉપરાંત રણદીપ હૂડા, વિનીત કુમાર સિંહ અને સૈયમી ખેર મહત્ત્વપૂર્ણ ભૂમિકામાં છે.…

 

સની દેઓલની જાટ અત્યારે બહુ ચર્ચામાં છે. આ ઍક્શન-થ્રિલર ફિલ્મમાં સની દેઓલ ઉપરાંત રણદીપ હૂડા, વિનીત કુમાર સિંહ અને સૈયમી ખેર મહત્ત્વપૂર્ણ ભૂમિકામાં છે. આ ફિલ્મ માટે રણદીપ હૂડાએ પોતાના લુક અને સ્ટાઇલમાં ગજબનું ટ્રાન્સફોર્મેશન કર્યું છે. આ ફિલ્મનો તેનો ખૂંખાર લુક સોશ્યલ મીડિયા પર છવાઈ ગયો છે.

રણદીપ હૂડા જાટમાં ખતરનાક ગેન્ગસ્ટર રણતુંગાની ભૂમિકા ભજવી રહ્યો છે. ફિલ્મમાં રણતુંગાને ખરેખર ડરામણો ખલનાયક બનાવવા માટે રણદીપે બહુ મહેનત કરી છે. આ માટે તેણે વાળ વધાર્યા અને બોડી પર પણ કામ કર્યું છે. આ સિવાય તેણે પોતાની બોલવાની સ્ટાઇલ અને ટોન પણ બદલાવ્યાં છે. જાટ 10 એપ્રિલે હિન્દી, તામિલ અને તેલુગુમાં રિલીઝ થશે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *