વેપારીએ પાંચના નવ લાખ આપ્યા છતાં વ્યાજખોરની ધમકી

જામનગર શહેરમાં રાક્ષસી વ્યાજની વસૂલાત અંગેનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, અને જામનગરના એક ફરસાણ ના વેપારી કે જેણે પાંચ લાખ રૂૂપિયા નું નવ…

જામનગર શહેરમાં રાક્ષસી વ્યાજની વસૂલાત અંગેનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, અને જામનગરના એક ફરસાણ ના વેપારી કે જેણે પાંચ લાખ રૂૂપિયા નું નવ લાખ જેટલું રાક્ષસી વ્યાજ ચૂકવી દીધું હોવા છતાં વધુ વ્યાજની માંગણી સાથે વ્યાજ ખોરે 24લાખ નો હિસાબ માંડીને જામનગરની અદાલતમાં ચેક રિટર્ન ની ફરિયાદ કરાવી લીધી હોવાથી મામલો પોલીસ મથકમાં લઈ જવાયો છે, અને વ્યાજખોર સામે ફરસાણના વેપારીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. જે મામલે સીટી બી. ડિવિઝન પોલીસ તપાસ ચલાવે છે.

આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરમાં રામેશ્વર નગર વિસ્તારમાં રહેતા અને ઉદ્યોગ નગરમાં હાલમાં ફરસાણ નું ગોડાઉન ધરાવતા સુમિતભાઈ મહેશભાઈ પારવાણી નામના વેપારી યુવાને જામનગરમાં કે.પી.શાહ ની વાડી પાછળ નંદન પાર્કમાં આશાપુરા પ્રોવિઝન સ્ટોર ચલાવતા વિજયસિંહ પ્રભાતસિંહ જાડેજા સામે પોતાની પાસેથી રાક્ષસી વ્યાજ વસૂલી લેવા અંગે તેમજ વધુ મુદ્દલ અને વ્યાજની માંગણી કરી રૂૂપિયા 24 લાખનો ચેક રિટર્ન કરાવી લેવા અંગેની ફરિયાદ નોંધાવી છે.

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરસાણ ના વેપારી સુમિતભાઈ કે જેનું હાલ ઉદ્યોગ નગરમાં ગોડાઉન છે. પરંતુ અગાઉ તેની ફરસાણની ત્રણ દુકાનો હતી, અને પોતાના વેપારની જરૂૂરિયાત માટે આરોપી વિજયસિંહ જાડેજા પાસેથી પાંચ લાખ રૂૂપિયા લીધા હતા. જેનો ચાર ટકા લેખે દર મહિને 20.000 રૂૂપિયા વ્યાજ નો હપ્તો ચૂકવતા હતા,અને કુલ 2,50,000 ની મુદ્દલ ની રકમ અને રિપિયા 4લાખ નું વ્યાજ વગેરે સહિત 2,60હજાર સૌ પ્રથમ ચૂકવી દીધા હતા, ત્યારબાદ અન્ય એક સ્કીમ માં બંનેએ રોકેલા નાણા ડૂબી જતા તે પૈકીના દસ લાખ રૂૂપિયા પણ વેપારીએ આપવા પડશે મતેમ કહીને 2લાખ પચાસ હજારનો કોરો ચેક બેંકમાં નાખી ચેક રિટર્ન કરાવી લીધો હતો9ક સમગ્ર પ્રકરણમાં વેપારી દ્વારા પણ વ્યાજખોરને કુલ નવ લાખ દસ હજાર જેટલી રકમ ચૂકવી દીધી હોવા છતાં હજુ મુદ્દલ વઅને વ્યાજની માંગણી કરાતી હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવવાનું છે.ઉપરાંત છેલ્લા દોઢેક વર્ષના સમય ગાળા દરમિયાન ઉપરોક્ત આરોપીએ તો જયાદીની દુકાનના અને ગોડાઉનમાંથી આઠથી નવ લાખ જેટલુ ફરસાણ લઈને બારોબાર વેચી નાખ્યો હોવાનું પણ જણાવા નું છે પરંતુ વધુ વ્યાજ અને મુદ્દલ ની પઠાણી ઉઘરાણી તેમજ હઅદાલત માણસ કરેલી છે એના મુદ્દાને ધ્યાનમાં રાખીને ફરસાણના વેપારીએ જામનગરના વ્યાજખોર વિજય સિંહ જાડેજા સામે ફરિયાદ નોંધાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *