રાજકોટ રહેતા ગોંડલના ત્રાકુડાના પૂર્વ તલાટી મંત્રીએ સરકારી જમીન વેંચી 70 લાખ બનાવ્યા

ગોંડલ તાલુકાના ત્રાકુડા ગામે પૂર્વ તલાટી મંત્રી દ્વારા સરકારી જમીન વેચા મારવાના કૌભાંડમાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે. વર્તમાન તલાટી ભાવેશભાઈ ઉદેશી દ્વારા પૂર્વ તલાટી ધર્મેશ…

ગોંડલ તાલુકાના ત્રાકુડા ગામે પૂર્વ તલાટી મંત્રી દ્વારા સરકારી જમીન વેચા મારવાના કૌભાંડમાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે. વર્તમાન તલાટી ભાવેશભાઈ ઉદેશી દ્વારા પૂર્વ તલાટી ધર્મેશ રત્નાભાઇ હાપલિયા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પૂર્વ તલાટી ધર્મેશ હાપલિયા દ્વારા પોતાના હોદ્દાનો દુરુપયોગ કરીને સરકારી જમીન બારોબાર વેચી નાખી હતી.

પ્રતિ ચોરસ મીટર 1100 લેખે અંદાજિત 70 લાખ રૂૂપિયાની જમીન વેચી નાખવામાં આવી હતી.. ભારતીય દંડ સંહિતાની અલગ અલગ કલમો હેઠળ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. સરકારી કર્મચારીએ પોતાના હોદાનો દૂર ઉપયોગ કરી સરકારી જમીન બારોબાર વેચી નાખી સહિતની અલગ અલગ કલમો હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. તાલુકા પોલીસ દ્વારા ધર્મેશ હાપલિયાની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરવામાં આવી છે. પૂર્વ તલાટી ધર્મેશ હાપલિયાની સાથે અન્ય કોણ કોણ હતા? તે બાબતે પણ પોલીસ દ્વારા તપાસ શરૂૂ કરાઈ છે.

વર્તમાન તલાટી ભાવેશભાઈ ઉદેશીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, ત્રાકુડા ગ્રામ પંચાયત (તા.ગોંડલ) ખાતે તલાટી ક્રમ મંત્રી તરીકે તા-01/08/2024થી ફરજ બજાવું છું. અને મેં ત્રાકુડા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી તરીકેનો ચાર્જ સંભાળ્યો તે પહેલા ધર્મેશભાઈ રત્નાભાઈ હાપલિયા તા-16/01/2021 થી તા-31/07/2024 સુધી તલાટી કમ મંત્રી તરીકે ત્રાકુડા ગ્રામ પંચાયત ખાતે ફરજ બજાવતા હતા. 01/08/2024થી મેં ત્રાકુડામાં તલાટી કમ મંત્રી તરીકે ચાર્જ સંભાળ્યો હતો.

ત્રાકુડા ગામ તળ પ્લોટ વેચાણના કથીને જમીન કોભાંડ જે અનુસંધાને ગોંડલ તાલુકા વિકાસ અધિકાર દ્વારા જવાબદાર તલાટી કમ મંત્રી વિરૂૂધ્ધ ફોજદારી કાર્યવાહી કરવા અમોને અધિકૃત કરવામાં આવેલ હોય જે અન્વયે ગઇ તા. 15/0 7/2025ના રોજ ગ્રામ પંચાયત ખાતે ગામ નમુના નંબર 2નું રેકર્ડ જોતા તે સમયે નોંધમા મંજૂરીના લખાયેલ હુકમમાં મંજુરી આપનાર અધિકારીનો હોદો તથા હુકમ નંબ2 લખેલ હોય પરંતુ તેમા તારીખ લખેલ ન હોય તેમજ રેકર્ડ ફાઇલમાં ગામ નમુનામાં નં.2માં નોંધ થયેલ મિલ્કતોનો લે-આઉટ પ્લાન ફાઇલમાં ન હોય, જેથી શંકા જતા નાયબ જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પંચાયત રાજકોટને આ બાબતે યોગ્ય તપાસ કરવા પત્ર મોકલાવેલ હતો.

વડી કચેરીએ ગ્રામ પંચાયત ત્રાકુડાના રેકર્ડ સાથે બોલાવી અમોને રેકર્ડ ચકાસણી કરવાનું જણાવતા જે રેકર્ડ ચેક કરતા જેમાં ત્રાકુડા ગામે સ.નં.91 પૈકીની જમીનમાં સને-2008 માં પ્રાંત અધિકારી ગોંડલ દ્વારા 100 ચો. વાર મફત રહેણાંક હેતુ માટે પ્લોટ ફાળવવા કુલ એ, 5-00 ગુંઠાનું નવુ ગામતળ નીમ થયેલ હોય જેમાં તાલુકા પંચાયત કચેરી દ્વારા નીમ થયેલ નવા ગામતળની જમીનમાં 100 ચો.વાર મફત રહેણાંક હેતુ પ્લોટ માટેનો લે-આઉટ પ્લાન મંજુર કરવામાં આવેલ ન હોય તેમ છતા પુર્વ તલાટી કમ મંત્રી ધર્મેશભાઈ હાપલીયાએ તેઓની ત્રાકુડા ગામેની તલાટી કમ મંત્રી તરીકેની ફરજ દરમ્યાન સક્ષમ સનાધિકારીની કોઈપણ પ્રકારની પુર્વ મંજૂરી લીધા વિના મનસ્વી રીતે ગામતળમાં જાહેર હરરાજીની પ્રક્રિયા કર્યા વિના આસામીઓને બનાવટી હુકમ આપ્યા હતા.
ત્રાકુડા ગ્રામ પંચાયતના જે તે વખતના તલાટી કમ મંત્રી ધર્મેશ રત્નાભાઈ હાપલીયાએ આર્થિક લાભ મેળવી, ત્રાકુડા ગામે કુલ -44 પ્લોટનું કુલ ક્ષેત્રફળ આશરે 6210 ચો.મી. જે પ્રતી ચો. મી. નો અંદાજીત ભાવ રૂૂ. 1100 પ્રમાણે ગણી જેની આશરે કુલ કિં.રૂૂ .70,00,000/- (સિત્તેર લાખ)ની રકમ પોતાનાં અંગત આર્થિક ફાયદા માટે મેળવેલ હોય ધર્મેશ રત્નાભાઇ હાપલિયા સામે પોલીસે તપાસ શરૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *