ભાણવડ પંથકમાં ગઈકાલે શુક્રવારે સર્જાયેલી કરુણાંતિકામાં શેરીએ રમી રહેલા બાળકોથી ટ્રેક્ટર અકસ્માતે ચાલુ થઈ જતા બે બાળકો પૈકી એક બાળકનું કમકમાટીભર્યું મૃત્યુ નિપજ્યું હતું.
આ કરુણ બનાવની વિગત એવી છે કે ભાણવડ તાલુકાના ઢેબર ગામે શુક્રવારે સાંજે કેટલાક બાળકો રમી રહ્યા હતા, ત્યારે અહીં ટ્રેકટર નજીક રમતા બાળકોએ એકાએક ટ્રેક્ટર ચાલુ કરી દેતા બાળકો સાથે આ ટ્રેક્ટર કુવામાં ખાબક્યું હતું. આ દુર્ઘટનામાં એક બાળકનું કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય એક બાળકને ઈજા થતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
ચેતવણી રૂૂપ એવા આ કરુણ બનાવે નાના એવા ઢેબર ગામમાં ભારે અરેરાટી પ્રસરાવી છે. આ ઘટના સંદર્ભે સ્થાનિક પોલીસે પણ દોડી જઈ અને જરૂૂરી કાર્યવાહી કરી હતી.
