જેતપુરના સુરવો ડેમની કેનાલમાં ટ્રેક્ટર ખાબક્યું, ચાલકનું મોત

જેતપુરના સુરવો ડેમ નજીક કેનાલમાં ટ્રેકટર ખાબકતા ટ્રેકટર ચાલકનું તોતિંગ વ્હીલ નીચે આવી જવાથી મોત થયું હતું. આ બનાવથી મૃતકના પરિવાર માં શોક વ્યાપી ગયો…

જેતપુરના સુરવો ડેમ નજીક કેનાલમાં ટ્રેકટર ખાબકતા ટ્રેકટર ચાલકનું તોતિંગ વ્હીલ નીચે આવી જવાથી મોત થયું હતું. આ બનાવથી મૃતકના પરિવાર માં શોક વ્યાપી ગયો હતો.

મળતી વિગતો મુજબ ગત તા તા-21/12/2025 બપોરના સાડા ત્રણેક વાગ્યાની આસપાસ થાણાગાલોલ થી સુરવો ડેમ તરફ જતા વિરજીભાઈ ગોબરભાઈ ઉંધાડની વાડી પાસે કેનાલના કાચા રસ્તે ટ્રેકટર નં.જીજે 11 સીએલ7636 નો જુનાગઢના માણાવદર નો ચાલક જયેશભાઇ માલદેવભાઇ પરમાર મીની ટ્રેકટર જેના રજી. નં. જીજે-11-સીએલ-7636 વાળુ લઈને સુરવો ડેમ તરફથી કેનાલના કાચા રસ્તેથી થાણાગાલોલ ગામ તરફ જતા હતા તે સમયે વિરજીભાઇ ગોબરભાઇ ઉંધાડની વાડીની બાજુમા પંહોચતા આ કામના જયેશભાઇ માલદેવભાઇ પરમારે ટ્રેકટર બેફીકરાઇ ગફલત ભરી રીતે ફુલ સ્પીડમા માનવ જીંદગી જોખમાઇ તે રીતે ચલાવી સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા ટ્રેકટર કેનાલમાં પડી જતા જયેશભાઇ ટ્રેકટરના મોટા ટાયરની નીચે આવી જતા પાણીમાં ડુબી જવાથી તેનું મોત થયું હતું આ મામલે ચાલક જયેશભાઇ માલદેવભાઇ પરમાર સામે મયુર મકવાણાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *