ઓમ રેસીડેન્સીમાં પરિણીતાના આપઘાત પાછળ પતિ-સાસુનો ત્રાસ કારણભુત, પોલીસમાં ગુનો દાખલ

શહેરમાં કોઠારીયા રોડ પર બિલીપ્રત્ર પાર્ટી પ્લોટ પાસે ઓમ રેસીડેન્સીમાં રહેતા ગુડ્ડીબેન રાજદિપભાઈ જતાપરા નામની પરિણીતાએ તા.3-9ના રોજ પોતાના ઘેર ઝેરી દવા પી આપઘાત કરી…

શહેરમાં કોઠારીયા રોડ પર બિલીપ્રત્ર પાર્ટી પ્લોટ પાસે ઓમ રેસીડેન્સીમાં રહેતા ગુડ્ડીબેન રાજદિપભાઈ જતાપરા નામની પરિણીતાએ તા.3-9ના રોજ પોતાના ઘેર ઝેરી દવા પી આપઘાત કરી લીધાના બનાવમાં મૃતક પરિણીતાના ભાઈએ તેની બહેનના સાસુ અને પતિએ ત્રાસ આપી મરવા મજબુર કરી હોવાની ફરીયાદ કરતા આજીડેમ પોલીસે પતિ અને સાસુ સામે ગુનો નોધી આરોપીઓની ધરપકડ કરવાની કાર્યવાહી કરી છે.

વધુ વિગતો મુજબ,ન્યુ 150 ફુટ રીંગ રોડ પર અટલ સરોવર પાસે પીન્ટુભાઈની વાડીમાં મજુરી કામ કરતા અને મુળ ચોટીલાના ચીરોડા ગામના અનીલભાઈ રતાભાઈ ચૌહાણ (ઉ.20)એ ઓમ રેસીડેન્સીમાં રહેતા રાજદીપ રતીલાલ જતાપરા અને તેની માતા ભાનુબેન સામે ફરીયાદ કરી હતી. ફરિયાદમાં જણાવ્યુ હતુ કે તેની બહેન ગુડ્ડીના તા.24-3-2024માં રાજદીપ સાથે લગ્ન થયા હતા. બાદમાં તા.3-9-2025 દરમ્યાન તેના ઘેર હતા ત્યારે બનેવી રાજદીપે ફોન કર્યો હતો અને તમારા બહેન રૂૂમનો દરવાજો ખોલતા ન હોવાનુ અને તમે ફોન કરો દરવાજો ખોલે. જેથી તેને ફોન કર્યો હતો પરંતુ ફોન નહી ઉપાડતા તેની મોટી બહેનને ફોન કરવાનુ કહ્યું હતુ પરંતુ તેનો પણ ફોન નહી ઉપાડતા તેને રાજદીપને ફોન કરતા તેને દરવાજો તોડી નાખ્યો હોય અને તમે જલ્દી આવો તેમ કહેતા તે પરીવાર સહીત ત્યા પહોચ્યા હતા અને તપાસ કરતા તેની બહેનને ઝેરી દવા પી આપઘાત કર્યાનુ બહાર આવ્યુ હતુ.

બાદમાં વીધી પુરી થયા બાદ તપાસ કરતા મારી બહેન લગ્ન બાદ ઘેર આવતી હતી તે દરમ્યાન કહેતી હતી કે લગ્નના થોડા દિવસો બાદ સાસુ ઘરકામ બાબતે ત્રાસ આપતા હતા અને એક રૂૂમમાં પુરી રાખતા હતા અને જમવાનુ પણ ટાઈમે આપતા ન હોય તેમજ પતિને અન્ય સ્ત્રી સાથે સંબંધ હોય જેથી અવાર નવાર ઝઘડાઓ કરી મારકુટ કરી ત્રાસ આપતા હોવાની વાત કરતી હોય પરંતુ પરીવાર તેને સારૂૂ થઈ જશે તેમ કહી સમજાવી પરત સાસરીયાના ઘેર મોકલી આપતા હોવાનુ જાણવા મળતા તેને ફરીયાદ કરી હતી. બનાવને પગલે પીએસઆઈ એ.આર.રાઠોડ સહીતે ગુનો નોધી કાર્યવાહી કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *