આચાર સંહિતાનું ગ્રહણ નડ્યું, આવાસ યોજનાની 7 દુકાનોની હરાજી સ્થગિત

મહાનગરપાલિકા દ્વારા વાવડીની લક્ષ્મણરાવ ઈમાનદાર વકીલ ટાઉનશીપની 7 દુકાનોની હરરાજી યોજવાની જાહેરાત અગાઉ કરવામાં આવેલ હતી. જેની તારીખ આવે તે પહેલા જ આજે ચૂંટણી આચાર…

મહાનગરપાલિકા દ્વારા વાવડીની લક્ષ્મણરાવ ઈમાનદાર વકીલ ટાઉનશીપની 7 દુકાનોની હરરાજી યોજવાની જાહેરાત અગાઉ કરવામાં આવેલ હતી. જેની તારીખ આવે તે પહેલા જ આજે ચૂંટણી આચાર સંહિતાનું કારણ હોય કે અગમ્ય કારણોસર દુકાનોની હરરાજી સ્થગિત રાખી હોવાનું એસ્ટેટ વિભાગમાંથી જાણવા મળેલ છે.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના વોર્ડ નં.12માં પુનિતનગર પાણીના ટાંકા સામેનો રોડ, શ્યામલ વાટિકા પાસે, ટી.પી.15(વાવડી)ના એફ.પી.51/બી હેઠળ તૈયાર થયેલ શ્રી લક્ષ્મણરાવ ઇનામદાર(વકીલ સાહેબ) ટાઉનશીપના શોપીંગ સેન્ટરની દુકાનો જાહેર હરરાજી કરી વેંચાણથી આપવાની છે.

1) જાહેર હરરાજીમાં ભાગ લેનાર ઈસમે હરરાજીની તારીખના આગળના દિવસ સુધીમાં એસ્ટેટ વિભાગમાં અથવા હરરાજીના દિવસે સ્થળ પર રૂૂ.2,00,000/- અંકે રૂૂપિયા બે લાખ રાજકોટ મહાનગરપાલિકા”ના નામના ચેક અથવા ડીમાન્ડ ડ્રાફટથી ડીપોઝીટ તરીકે ભરવાનાં રહેશે. ડીપોઝીટ ભરનાર ઈસમ જ હરરાજીમાં ભાગ લઇ શકશે. માંગણી નામંજુર થયે ડીપોઝીટનો ચેક / ડી.ડી. સ્થળ ઉપર જ પરત આપવામાં આવશે. જે નામથી દુકાન ખરીદવા માંગતા હોય તેમના જ એકાઉન્ટનો ચેક ડીપોઝીટ પેટે આપવાનો રહેશે. 2) હરરાજીમાં ભાગ લેનાર વ્યક્તિનું / આધારકાર્ડ પેઢીનુ ઓળખપત્ર (પાન કાર્ડ) આપવાનું રહેશે. 3) જાહેર હરરાજીમાં ભાગ લેનાર ઈસમ જો સંયુક્ત નામે અથવા ભાગીદારીમાં દુકાન ખરીદવા માંગતા હોય તો બીજુ નામ અથવા ભાગીદારનું નામ જણાવવાનું રહેશે. પાછળથી નામમાં ઉમેરી કે સુધારો થઇ શકશે નહી. આ પ્રકારની જાહેરાત કરવામાં આવેલ જે હાલ સ્થગિત રાખ્યાનું જાણવા મળેલ છે. તેમજ હવે હરરાજીની નવી તારીખ આગામી દિવસોમાં જાહેર કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *