પુષ્કરધામ મેઈન રોડ પર કેવલમ્ આવાસ ક્વાર્ટરમાં રહેતા અને એચડીએફસી બેંકને મવડી શાખામાં નોકરી કરતાં પદમાબેન બકુલગીરી ગોસાઈ (ઉ.વ.27)નાં બંધ મકાનમાંથી તસ્કરો રોકડ અને ઘરેણાં મળી રૂૂા. 1.93 લાખની મત્તા ચોરી ગયાની ગાંધીગ્રામ-2 પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
પદ્માબેને ફરિયાદમાં જણાવ્યું હતું કે,ગઈ તારીખ 24/10 ના રોજ હું તથા મારા મમ્મી બંન્ને જણા સાંજના સાધુવાસવાણી રોડ ઉપર આવેલ જનકપુરી આવાસ યોજના સોસાયટી ખાતે રહેતા મારા મોટાબાપુ રમેશગીરીના ઘરે ગયેલ હતા અને મારો ભાઇ અભિષેક તે દિવસે સવારે ઉદયપુર(રાજસ્થાન) ગયેલ હતો અને અમો અમારા સરનામે આવેલ મકાનને તાળુ મારી લોબીમા રાખેલ ચકલીના માળામા ઘરની ચાવી રાખેલ હતી અને બીજા દિવસે તા તા.25/10ના બપોર પછી મારા ઘરે આવેલ અને તે વખતે જોયેલ તો ચકલીના માળામા રાખેલ ચાવી જોવામા આવેલ નહિં અને મે આજુબાજુમા મારી ચાવી બાબતે પુછતા ચાવી મળી આવેલ નહિં અને બાદ બીજી ચાવીથી મે તાળુ ખોલેલ હતુ અને હું અમારા ઘરના બેડરૂૂમમા જતા કબાટ ખુલ્લો હતો અને કબાટની તીજોરી તુટેલ હતી અને મે તીજોરીમા જોયેલ તો સોનાના દાગીનાના ચારેક જેટલા પર્સ જોવામા આવેલ નહિં અને રોકડ રકમ પણ જોવામા આવેલ નહિં આમ અમારા ઘરમાંથી સોનાની દાગીનાની તથા રોકડ રકમની ચોરી થયાનું જાણવા મળ્યું હતું. બાદમાં તપાસ કરતા તસ્કરો રૂૂા.1.81 લાખના સોનાના ઘરેણા અને 12 હજારની રોકડ મળી રૂૂા.1.93 લાખની ચોરી થયાની જાણ થઈ હતી.આ અંગે યુનિવર્સિટી પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ શરૂૂ કરી છે.
