ક્રાઇમ
બોગસ તબીબોને રોકવા દરેક જિલ્લામાં સ્ટ્રોંગ મોનિટરિંગ સિસ્ટમ જરૂરી
ગુજરાતમાં બિલાડીના ટોપની જેમ ફાટી નીકળેલા ઝોલાછાપ તબીબો સામે કડક કાર્યવાહીની માંગ સાથે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ગુજરાત દ્વારા રાજ્ય સરકારના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલને લેખિતમાં પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે. આ ઉપરાંત દરેક જિલ્લામાં એક સ્ટ્રોંગ મોનિટરિંગ સિસ્ટમ કાર્યરત કરવાની પણ માંગ કરી છે. તેઓએ પોતાની રજૂઆતમાં જણાવ્યું છે કે આવા બોગસ તબીબોના કારણે પ્રતિષ્ઠિત તબીબો પર છાંટા ઉડે છે અને તેઓના કારણે તબીબી આલમને બદનામ થવું પડે છે.
સુરત હોય કે અન્ય કોઈ પણ શહેર, રાજ્યભરની અંદર ઠેર ઠેર બોગસ તબીબોનો રાફડો ફાટી નીકળ્યો છે. લોકોના જીવ સામે જોખમ ઊભું કરી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતાં આવા બોગસ તબીબોના કારણે અનેક લોકોએ પોતાના જીવ પણ ગુમાવ્યા હોવાના કિસ્સા ભૂતકાળમાં પોલીસ ચોપડે નોંધાઈ ચૂક્યા છે. કાયદાની છટકબારીના કારણે બારી કરી જતા આવા બોગસ તબીબો સામે હવે કડક કાર્યવાહીની માંગ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ગુજરાત દ્વારા કરવામાં આવી છે. જેને લઈ રાજ્ય સરકારના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલને લેખિતમાં પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે.
ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા પાઠવવામાં આવેલ પત્રમાં જણાવ્યા પ્રમાણે, સુરત સહિત રાજ્યભરમાં ડિગ્રી વિના બોગસ તબીબો મેડિકલ પ્રેક્ટિસ કરી રહ્યા છે. જેના કારણે લોકોના જીવ સામે જોખમ ઊભું કરવામાં આવી રહ્યું છે. એટલું નહીં પરંતુ ડિગ્રી ન હોવા છતાં મેડિકલ પ્રેક્ટિસ કરી લોકોના આરોગ્ય સાથે પણ ચેડાં કરવામાં આવી રહ્યા છે. સ્થાનિક લેવલ પર સંબંધિત વિભાગ દ્વારા કાર્યવાહી તો કરવામાં આવે છે પરંતુ કાયદાની છટકબારીનો લાભ ઉઠાવી આવા બોગસ તબીબો ફરી છૂટી જાય છે અને પોતાની હાટડીઓ શરૂૂ કરી દે છે.
સામાન્ય જનતા આવા બોગસ તબીબો પાસે સારવાર લે છે અને તેના ગંભીર પરિણામો સામે આવે છે. જેના કારણે દર્દીએ ક્યારેક પોતાના જીવ પણ ગુમાવવા પડે છે. જે લોકો આવા બોગસ તબીબો પાસે સારવાર લેવા માટે જાય છે, તેવા દર્દીઓને તો ખ્યાલ પણ હોતો નથી કે તેવા તબીબો પાસે માન્યતા ધરાવતી ડિગ્રી પણ છે કે નહીં? આવા તબીબો પાસે દર્દીઓ સારવાર લેવા માટે પહોંચી જતા હોય છે, પરંતુ તેના સ્વાસ્થ્યમાં સુધારો આવવાના બદલે હાલત વધુ ગંભીર થઈ જાય છે. જે બાદ આવા દર્દીઓને સરકારી હોસ્પિટલ મોકલી આપવામાં આવે છે. પરંતુ ત્યાં સુધી ઘણો વિલંબ થઈ જતાં દર્દીએ પોતાનો જીવ પણ ગુમાવવો પડે છે.
ડિગ્રી ધરાવતા તબીબો પાસે જવું હિતાવહ
ઉલ્લેખનીય છે કે, દર્દીઓના જીવ સાથે રમત રમતા આવા તબીબો સામે કડક કાર્યવાહી થવી જોઈએ. દરેક જિલ્લામાં એક સ્ટ્રોંગ મોનિટરિંગ સિસ્ટમ લાગુ કરવી જોઈએ. જે સિસ્ટમ દ્વારા સતત આવા તબીબો પર મોનિટરિંગ કરી અને કાર્યવાહી કરી શકે તે પ્રકારની વ્યવસ્થા ગોઠવવી જોઈએ. બોગસ તબીબો પાસે સારવાર લેવાના કારણે તેના ગંભીર પરિણામો આવે છે. જેથી લોકોએ પણ સમજવાની જરૂૂર છે અને ડિગ્રી ધરાવતા તબીબો પાસે જ સારવાર લેવામાં આવે તે હિતાવહ છે.
ક્રાઇમ
પીઝાના 50 હજાર માટે કેટરર્સના ધંધાર્થીઓ વચ્ચે ધિંગાણું
રાજકોટમાં કાયદો અને વ્યવસ્થા કથળી હોય તેમ આવારા તત્વો બેફામ બની રહયા હોવાની ઘટનાઓ છાશવારે પ્રકાશમાં આવી રહી છે. ત્યારે રાજકોટમાં કેટરર્સના ધંધાર્થીએ અન્ય કેટરર્સના ધંધાર્થીને પીઝાનો ઓર્ડર આપ્યો હતો. જે પીઝાના પ0 હજાર માટે 40 ફુટ રોડ પર મોમાઇ ચોક ખાતે કેટરર્સના ધંધાર્થીઓ વચ્ચે ધીંગાણુ થયુ હતુ. જેમાં એક યુવકને ઇજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. રાત્રીના મારામારી કરનાર બંને પક્ષે સામસામી ફરીયાદ નોંધાવી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ 40 ફુટ રોડ પર આવેલા ઓમનગરમાં રહેતો અને કેટરર્સનો વ્યવસાય કરતો વિશાલ ભરતભાઇ મારડીયા (ઉ.વ. 32) રાત્રીના દશેક વાગ્યાના અરસામાં 40 ફુટ રોડ પર આવેલા મોમાઇ ચોકમાં પોતાની શ્રી ગોપાલ કેટરર્સ નામની ઓફિસે હતો ત્યારે વાલાભાઇ ડાંગર સહીતના 3 અજાણ્યા શખ્સે રીક્ષા લઇને ધસી આવ્યા હતા અને કેટરર્સના ધંધાર્થી કોમલબેનના રૂ. પ0 હજારની ઉઘરાણી કરી ધોકા – પાઇપ વડે માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ અંગે ઇજાગ્રસ્ત વિશાલ મારડીયાના પિતા ભરતભાઇ મારડીયાએ હુમલાખોર વાલજીભાઇ સુખાભાઇ ડાંગર સહીતના શખ્સો વિરૂધ્ધ ફરીયાદ નોંધાવી છે અને ફરીયાદમાં જણાવ્યુ છે કે તેમણે કેટરર્સના ધંધાર્થી કોમલબેન વનરાજભાઇ ચાવડાને પીઝા બનાવવાનુ કામ આપ્યુ હતુ. જે કેટરર્સના રૂ. પ0 હજારની ઉઘરાણી માટે કોમલબેનના પાટર્નર વાલાભાઇ આહીર સહીતનાએ હુમલો કર્યો હતો.
જયારે વળતી ફરીયાદમાં ભગવતિપરા વિસ્તારમાં ગાંધી સમૃધ્ધિમાં રહેતા અને કેટરર્સનુ કામ કરતા વાલજીભાઇ સુખાભાઇ ડાંગરે વિશાલ ચતુરભાઇ મારડીયા અને ચતુરભાઇ મારડીયા વિરૂધ્ધ ફરીયાદ નોંધાવી છે કે કોમલબેન ચાવડા સાથે વાલજીભાઇ ડાંગરને પાર્ટનરમાં કેટરર્સનો વ્યવસાય છે. વિશાલ મારડીયાના પિતા ભરતભાઇ મારડીયાએ કોમલબેનને પીઝાનો ઓર્ડર આપી કેટરર્સનુ કામ કરાવ્યુ હતુ. જે કેટરર્સના રૂપિયા બાકી રહેલા પ0 હજાર આપવા ફોન કરીને બોલાવ્યા બાદ પિતા-પુત્રએ હુમલો કરી પૈસા નથી આપવા તેવી ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવી છે. બંને પક્ષે નોંધાયેલી ફરીયાદના આધારે તાલુકા પોલીસે તપાસનો દોર લંબાવ્યો છે.
ક્રાઇમ
લોન અપાવી દેવાના બહાને ગઠિયાએ વધુ છ ને છેતર્યા
મવડી પાળ રોડ પર પ્રધાનમંત્રી આવાસ યોજનાના ક્વાર્ટરમાં રહેતા અને નારાયણનગર મેઇન રોડ પર ત્રિશૂલ ચોક પાસે વેલ્ડિંગની દુકાન ધરાવતા વિમલભાઇ હસમુખભાઈ સિધ્ધપુરા (ઉ.વ.42)એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે આજથી પાંચ-છ માસ પહેલા તેની દુકાન નજીક આરોપી આવ્યો હતો અને લોનની જરૂૂરિયાત હોય તો કહેજો તેમ કહ્યું હતું. પરંતુ તે વખતે તેને લોનની કોઇ જરૂૂર ન હતી. ગત જુલાઇ માસમાં તેને રૂૂા.એક લાખની જરૂૂર પડતાં આરોપીને જાણ કરી હતી.
જેથી આરોપીએ તેના આધાર કાર્ડ, પાન કાર્ડ લઇ સીબીલ સ્કોર ચેક કરી, તેના મોબાઈલમાં એક એપ ડાઉનલોડ કરાવી તેમાં પ્રોસેસ કર્યા બાદ તેનું ગૂગલ પે એકાઉન્ટ ખોલાવી, પીન જાણી રૂૂપિયા ટ્રાન્સફર કરી લીધા હતા. ત્યાર પછી એપ કામ કરતી નથી તેમ કહી તે એપ ડીલીટ કરાવી નાખી હતી.થોડા દિવસ બાદ ફરીથી આરોપીએ તેના ડોક્યુમેન્ટ લઇ બીજી બે એપ ડાઉનલોડ કરાવી ફરીથી બધી પ્રોસીજર કર્યા બાદ બંને એપ ડીલીટ કરી જતો રહ્યો હતો. એક મહિના પછી બેન્ક તરફથી તેને પેનલ્ટીના કટકે-કટકે રૂૂા.3000 કપાઇ ગયાના મેસેજ આવતા આરોપીનો સંપર્ક કર્યો હતો. તે વખતે આરોપીએ કહ્યું કે હું ઓનલાઇન પ્રોસેસ કરી નાખુ છું, હવે પછી બેન્કના કોલ કે મેસેજ નહીં આવે. અઠવાડિયા પછી આરોપીએ મોબાઇલ ફોન સ્વીચ ઓફ કરી નાખ્યો હતો.બેન્કમાં જઇ તપાસ કરતાં તેના નામે ત્રણ લોન કરાવી તેના કુલ રૂૂા. 33,195 પોતાના ખાતામાં ટ્રાન્સફર કરી લીધાની માહિતી મળી હતી. જેથી ઓનલાઇન ફરિયાદ કરી હતી.
વધુ તપાસ કરતાં જાણવા મળ્યું હતુ કે આરોપીએ આ જ રીતે શ્રધ્ધા પાર્ક શેરી નં. 2માં રહેતા આનંદ મુકેશભાઈ કાચા સાથે રૂૂા. 22,540ની અને કેવડાવાડી શેરી નં. 17 ખાતે રહેતા આનંદભાઈ નરશીભાઈ પાણખણીયા સાથે રૂૂા. 11,370ની છેતરપિંડી કરી છે.તેમજ માધાપર ગામમાં ભોલેનાથ સોસાયટીમાં રહેતા રોહિતભાઈ રાઘવભાઈ ચૌહાણ નામના વેપારી સાથે 2.59 લાખની ઠગાઈ કરતા સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી છે.તેમજ મવડી પ્લોટ રાજદીપ સોસાયટીમાં રહેતા હિતેશભાઈ બાબુભાઈ ઠુમમર સાથે 1.33 લાખ અને ઘંટેશ્વર એસઆરપી કેમ્પ નજીક અતુલયમ બંગલોઝમાં રહેતા અને નર્સરી ધરાવતા લક્ષ્મીનારાયણ વિજયભાઈ ઠાકુર સાથે 72,980ની ઠગાઈ કરતા તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.પોલીસે હવે આરોપીએ આ રીતે અન્ય કેટલા લોકો સાથે છેતરપિંડી કરી છે તે દિશામાં તપાસ શરૂૂ કરી છે.તેમજ ત્રણ વર્ષમાં આરોપીએ 25 જેટલા લોકોને શીશામાં ઉતારી લાખો રૂૂપિયા પડાવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
ક્રાઇમ
મારા ભાઇ વિરુધ્ધ કરાવેલી દુષ્કર્મની ફરિયાદ પાછી ખેંચાવી લે’ કહી ડેરી સંચાલક ઉપર 8 શખ્સોનો હુમલો
જસદણ તાલુકાના કનેસરા ગામનો ડેરી સંચાલક યુવાન રાજકોટથી દુધ ખાલી કરી પરત જતો હતો ત્યારે લાખાપર ગામ પાસે આંતરી બે કારમાં ધસી આવેલા આઠ શખ્સોએ ‘મારા ભાઇ વિરૂધ્ધ કરાવેલી દુષ્કર્મની ફરીયાદ પાછી ખેંચાવી લે’ તેમ કહી લોખંડના પાઇપ વડે હુમલો કરી હાથ-પગ ભાંગી નાખ્યા હતા. ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે હોસ્પીટલમાં ખસેડી પોલીસે રાયોટીંગનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.જાણવા મળતી વિગત મુજબ કનેસરા ગામે રહેતા 42 વર્ષીય ડેરી સંચાલક યુવાને આજીડેમ પોલીસ મથકમાં નોંધાવેલી ફરીયાદમાં આરોપી તરીકે ગામમાં જ રહેતા ગૌતમ રૂડાભાઇ મેવાડા, દિપક હીદાભાઇ મેવાડા, હિતેશ ભીખાભાઇ મેવાડા, નિલેશ મેવાડા, ભીખાભાઇ સીધાભાઇ, વિરમ સીદાભાઇ, સીઘ નાથાભાઇ અને વિક્રમ રૂડાભાઇના નામ આપ્યા છે.
ફરીયાદમાં જણાવ્યા મુજબ ગઇકાલે તેઓ પોતાની ગાડી લઇ રાજકોટ દુધ ખાલી કરી પરત જતા હતા ત્યારે લાખાપર ગામ નજીક પહોંચતા બે કારમાં ધસી આવેલા આરોપીઓએ તેમને આંતરી આરોપી ગૌતમે ‘તે મારા ભાઇ વિપુલ વિરૂધ્ધ કરાવેલી દુષ્કર્મની ફરીયાદ પાછી ખેંચાવી લે’ તેમ કહી તમામ આરોપીઓએ હુમલો કરી ઢીકાપાટુ અને લોખંડના પાઇપ વડે માર મારતા હાથ અને પગમાં ઇજા થતા તેઓ બેભાન થઇ ઢળી પડયા હતા.દરમિયાન લોકોના ટોળા એકઠા થઇ જતા આરોપીઓ કાર લઇ નાશી છુટયા હતા.
જેથી 108માં તેમને સારવાર માટે પ્રથમ સિવિલ બાદ ખાનગી હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા. જયાં તબીબો દ્વારા તેમને હાથ અને પગમાં ફેકચર થયાનું જાણવા મળ્યું છે. આ અંગે આજીડેમ પોલીસે તમામ આરોપીઓ વિરૂધ્ધ રાયોટીંગનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.ફરીયાદમાં જણાવ્યા મુજબ ફરીયાદીના કાકીએ આરોપીના ભાઇ વિપુલ વિરૂધ્ધ દુષ્કર્મની ફરીયાદ કરી હોય જેથી ફરીયાદ પાછી ખેંચી લેવાનું કહી હુમલો કર્યો હતો.
-
ગુજરાત8 hours ago
મહાદેવની પૂજા કરતા કરતા વૃદ્ધ અચાનક ઢળી પડ્યા, જુઓ હાર્ટ એટેકનો LIVE વીડિયો
-
આંતરરાષ્ટ્રીય1 day ago
કેનેડાથી ભારત આવતા વધારાના સુરક્ષા સ્ક્રિનિંગથી મુસાફરો પરેશાન
-
આંતરરાષ્ટ્રીય1 day ago
અમેરિકામાં ગેરકાયદે રહેતા ઇમિગ્રન્ટસને હાંકી કાઢવા ટ્રમ્પ સૈન્યનો ઉપયોગ કરશે
-
રાષ્ટ્રીય1 day ago
શેરબજારમાં તેજીની વાપસી, સેન્સેક્સમાં 800 અંકનો વધારો
-
ક્રાઇમ1 day ago
ધર્મેન્દ્ર રોડ પર કાપડના વેપારી બંધુએ 11 વેપારીઓ પાસેથી માલ ખરીદી 16.21 લાખનો ધુંબો માર્યો
-
ગુજરાત1 day ago
PMJAY યોજનામાંથી ખ્યાતિ અને રાજકોટની નિહિત સહિત સાત હોસ્પિટલ સસ્પેન્ડ
-
ગુજરાત1 day ago
હું રાજકોટના દિલમાં રાજ કરવા આવ્યો છું: અમાલ મલિક
-
ગુજરાત1 day ago
ધારેશ્ર્વર ડેરી, બ્રહ્માણી ફરસાણ, મિલન ખમણમાંથી નમૂના લેવાયા