માળિયા પાસે ટ્રકચાલકે અચાનક વળાંક લેતા બે સગીરને ઉલાળ્યા, એકનું મોત

બંન્ને તરુણ બાઇકમાં પેટ્રોલ પુરાવવા જતા હતા ત્યારે બની ઘટના માળીયા મિયાણા શહેરના રાખોડીયા વાંઢ વિસ્તારમાં રહેતા બે સગીર બાઈકમાં પેટ્રોલ ભરાવવા માટે મોરબી માળીયા…

બંન્ને તરુણ બાઇકમાં પેટ્રોલ પુરાવવા જતા હતા ત્યારે બની ઘટના


માળીયા મિયાણા શહેરના રાખોડીયા વાંઢ વિસ્તારમાં રહેતા બે સગીર બાઈકમાં પેટ્રોલ ભરાવવા માટે મોરબી માળીયા હાઈવે ઉપર પેટ્રોલ પંપ પર જતા હતા. આ દરમિયાન એક ટ્રક ચાલકે તેનો ટ્રક અચાનક પંપ તરફ વાળ્યો હતો, જેથી તરૂૂણ બાઈક સવાર મુંઝાયો હતો અને શું કરવું એ સમજે તે પહેલાં તો ટ્રકની ઠોકર લાગતાં બન્ને નીચે પટકાયા હતા અને બાઇક ટ્રકની નીચે આવી જતાં એક તરૂૂણ પર ટ્રકના તોતિંગ વ્હીલ ફરી વળતાં તેનું ગંભીર ઇજાના પગલે મોત નીપજ્યું હતું જ્યારે બીજા સગીરને પણ ગંભીર ઇજા પહોંચતાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. બનાવ અંગે માળિયા પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.

માળીયા મિયાણા શહેરના રાખોડીયા વાંઢ વિસ્તારમાં રહેતા ફતેહમામદ ઇશાભાઈ માલાણીનો પુત્ર રમઝાન તેમજ તેમના ભત્રીજા મકબુલનો પુત્ર અકરમ બાઇક લઇને ચક્કર મારવા ગયા હતા અને બાદમા ત્યાંથી તેઓ હાઇવે ઉપર સ્વાગત પેટ્રોલપંપ ઉપર પેટ્રોલ પુરાવવા જતા હતા તે વખતે ખઇં14 ઊંઅ7465 નંબરના ટ્રકના ચાલકે અચાનક પેટ્રોલપંપ તરફ વળાંક લઈ લેતાં બન્ને સગીરના બાઇકને ઠોકર લાગી હતી અને બન્ને નીચે પટકાયા હતા જેમાં અકરમનું ટ્રકના ટાયર નીચે આવી જતા ગંભીર ઇજાઓના પગલે મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે રમઝાનને ઇજાઓ પહોંચી હતી. બનાવ અંગે માળિયા મિયાણા પોલીસ મથકમાં ફરિયાદ નોધાઇ હતી અકસ્માતની આ ઘટનામાં માળીયા પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *