Connect with us

આંતરરાષ્ટ્રીય

કોંગે્રસ શાસિત કર્ણાટકમાં CM બદલવાની અટકળો

Published

on

ખડગે અને જરકિહોલીના નામ ચર્ચામાં

એમયુડીએ કેસને લઇને કર્ણાટકમાં મુખ્યમંત્રી સિદ્ધારમૈયાને બદલવાની અટકળો થઇ રહી છે.જોકે, તેને લઇને પાર્ટીએ ઓફિશિયલ કઇ કહ્યું નથી. કોંગ્રેસ હાઇકમાન પણ કર્ણાટકમાં સક્રિય થઇ ગયું છે. રાજ્યના કેટલાક નેતા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નામ પર પણ ભાર મુકી રહ્યાં છે. કોંગ્રેસ હાઇકમાન વિવાદથી બચવા માટે સર્વસમ્મતિથી ઉમેદવાર પસંદ કરવાની યોજના બનાવી રહ્યું છે.

વિપક્ષ તરફથી પણ મુખ્યમંત્રી બદલવાનું દબાણ બનાવવામાં આવી રહ્યું છે.પાર્ટીએ આ વાત પર હજુ સુધી કોઇ નિર્ણય લીધો નથી કે સિદ્ધારમૈયાની જગ્યાએ રાજ્યની કમાન નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમારને સોપવામાં આવે અથવા કોઇ પછાત વર્ગના નેતાને તક આપવામાં આવે કે પાર્ટી નેતાઓનો એક ગ્રુપ ખડગેનું નામ આગળ કરી રહ્યું છે. બીજી તરફ એક જૂથ પીડબ્યુલડી મંત્રી સતીશ જરકિહોલી જેવા નેતાઓને આગળ કરી રહ્યું છે.

સીનિયર નેતાઓ સાથે મુલાકાત માટે જરકિહોલી નવી દિલ્હી પહોંચ્યા હતા. આ સાથે જ અટકળો છે કે પાર્ટી તેમને તક આપવાનું મન બનાવી રહી છે. કહેવામાં આવે છે કે તેમની પાસે 30થી વધુ ધારાસભ્યોનું સમર્થન છે જેમાં 15 અનુસૂચિત જનજાતિ સમાજમાંથી આવે છે, તેમના પરિવારમાં ત્રણ ધારાસભ્ય, એક એમએલસી અને એક સાંસદ પણ છે. પાર્ટી સિદ્ધારમૈયાની સહમતિ લે છે તો જરકિહોલી તેમની પસંદ બની શકે છે. સૂત્રોના હવાલાથી કહેવામાં આવ્યું કે સાંસદ રાહુલ ગાંધીએ પણ રાજ્યમાં રાજકીય ઘટનાક્રમને લઇને જરકિહોલી સાથે ચર્ચા કરી છે.

આંતરરાષ્ટ્રીય

9 વર્ષના બાળક પર 6 કિશોરોનું મસ્જિદના બાથરૂમમાં દુષ્કર્મ

Published

on

By

ફરિદાબાદની ઘટના, પોલીસ કામગીરી પણ શંકાના દાયરામાં

ફરીદાબાદના સૂરજકુંડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં 9 વર્ષના બાળક સાથે 6 કિશોરોએ મસ્જિદના બાથરૂૂમમાં કથિત દુષ્કર્મ કર્યો. પીડિત બાળક તે જ મસ્જિદમાં ભણવા જતો હતો. આ સંબંધમાં પીડિતના પિતાએ 14 સપ્ટેમ્બરે અંખીર પોલીસ ચોકીમાં આરોપીઓ વિરુદ્ધ નામજોગ ફરિયાદ નોંધાવી છે. ઋઈંછ નોંધાયાના પાંચ દિવસ પછી પણ પોલીસે આરોપીઓની ધરપકડ કરી નથી.


પોલીસને આપેલી ફરિયાદમાં પીડિતના પિતાએ જણાવ્યું કે તેમનો 9 વર્ષનો પુત્ર બડખલ સ્થિત મદીના મસ્જિદમાં ભણે છે. તાજેતરના દિવસોમાં જ્યારે તે મદીના મસ્જિદની સીડીઓ પરથી નીચે આવી રહ્યો હતો,


ત્યારે બધા 6 આરોપીઓએ તેને જબરદસ્તીથી પકડીને બાથરૂૂમમાં લઈ ગયા. જયા આરોપીઓએ મોં બંધ કરીને જબરદસ્તીથી વારાફરતી દુષ્કર્મ કર્યો અને નિર્દયતાથી માર માર્યો. ઘટનાને અંજામ આપ્યા પછી આરોપીઓએ પીડિતને ધમકી આપી. આ ઘટના પછી માસૂમ ખૂબ ડરી ગયો.


ફરિયાદમાં પીડિતના પિતાએ જણાવ્યું કે મારા પુત્ર સાથે થયેલા આ કૃત્યની ફરિયાદ કરવા જ્યારે તેઓ સગીર આરોપીઓના ઘરે પહોંચ્યા, ત્યારે તેમણે હંગામો મચાવી દીધો. ઘટનાસ્થળે આરોપીઓના પરિવારજનો સહિત અન્ય લોકોએ પીડિતના પિતા અને તેના કાકા સાથે અપશબ્દોનો ઉપયોગ કરતાં જાનથી મારી નાખવાની ધમકી આપી.


પોલીસે પીડિતના પિતાની ફરિયાદ પર ભારતીય ન્યાય સંહિતા હેઠળ કલમ 6 ઙઘઈજઘ એક્ટ, 351 (2), 3 (5) નોંધી છે. પોલીસે સગીરની તબીબી તપાસ બાદ તેનું નિવેદન નોંધી લીધું છે. તબીબી તપાસમાં દુષ્કર્મની પુષ્ટિ થઈ છે, સર્જનનો અભિપ્રાય અહેવાલ આવ્યો નથી. તેમણે જણાવ્યું કે ઘટનાસ્થળે ઉપલબ્ધ સીસીટીવી પુરાવા એકત્ર કરવામાં આવ્યા છે, જલ્દી જ આરોપીઓની ધરપકડ કરવામાં આવશે.

Continue Reading

આંતરરાષ્ટ્રીય

મોદીની મુલાકાત પૂર્વે જ યુએસ કોર્ટે ભારત સરકાર સામે સમન્સ કાઢતા ખળભળાટ

Published

on

By

ખાલિસ્તાની આતંકી પન્નુની હત્યાના કાવતરાના કેસમાં અજિત ડોભાલ, રોના પૂર્વ વડા સહિતનાને 21 દિવસમાં જવાબ આપવા તાકીદ, ભારતનો સખત વાંધો

અમેરિકાના ન્યૂયોર્કના દક્ષિણી જિલ્લાની કોર્ટે ખાલિસ્તાની આતંકી ગુરપતવંતસિંહ પન્નુની હત્યાના કાવતરાના આરોપમાં ભારત સરકાર ઉપરાંત ભારતના નેશનલ સિકયુરીટી એડવાઇઝર અજીત ડોભાલ, રોના પૂર્વ વડા સામંત ગોયલ, રોના એજન્ટ વિક્રમ યાદવ તથા ઉદ્યોગપતિ નિખિલ ગુપ્તાને સમન્સ પાઠવતા ભારે ખળભળાટ મચી જવા પામેલ છે અને વડાપ્રધાન મોદીની મુલાકાત સમયે જ ભારત- અમેરિકાના સંબંધોમાં તંગદીલી સર્જાઇ છે. ભારત સરકારે આ સમન્સ કાઢવા સામે સખત વાંધો ઉઠાવ્યો છે.


અમેરિકાની એક અદાલતે ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુની હત્યાના કાવતરાના આરોપમાં ભારત સરકારને સમન્સ જારી કર્યું છે. ભારત સરકારે આ અંગે સખત વાંધો વ્યક્ત કર્યો છે. ભારતીય વિદેશ મંત્રાલયે આને સંપૂર્ણપણે ખોટું ગણાવ્યું છે. જ્યારે વિદેશ સચિવ વિક્રમ મિસરીને આ અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે આ બિલકુલ ખોટું છે અને અમને તેની સામે વાંધો છે.


આ સમન્સમાં તમામ પક્ષકારોને 21 દિવસમાં જવાબ આપવા માટે કહેવામાં આવ્યું છે. અમેરિકી કોર્ટના સમન્સ પર વિદેશ સચિવે કહ્યું કે જ્યારે આ મામલો પહેલીવાર અમારા ધ્યાન પર આવ્યો ત્યારે અમે કાર્યવાહી કરી. આ મુદ્દે એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવામાં આવી છે, જે તપાસ કરી રહી છે. હવે હું તે વ્યક્તિ તરફ ધ્યાન દોરવા માંગુ છું જેણે આ કેસ દાખલ કર્યો છે. ગુરપતવંત સિંહ પન્નુનો ઈતિહાસ બધા જાણે છે કે તેઓ કેવી રીતે ગેરકાયદેસર સંગઠન સાથે જોડાયેલા છે. દરેક વ્યક્તિ આ જાણે છે.


ગુરપતવંત સિંહ કટ્ટરવાદી સંગઠન શીખ ફોર જસ્ટિસના વડા છે. તેઓ ભારતીય નેતાઓ અને સંસ્થાઓ વિરુદ્ધ ઝેરીલા નિવેદનો આપતા રહ્યા છે. ભારત સરકારે 2020માં ગુરપતવંત સિંહ પન્નુને આતંકવાદી જાહેર કર્યો હતો. ગયા વર્ષે નવેમ્બરમાં બ્રિટિશ અખબાર ફાઈનાન્સિયલ ટાઈમ્સે તેના એક અહેવાલમાં દાવો કર્યો હતો કે અમેરિકાએ પન્નુની હત્યાના ષડયંત્રને નિષ્ફળ બનાવ્યું છે. પન્નુ પાસે અમેરિકા અને કેનેડા બંનેની નાગરિકતા છે. જો બિડેન વહીવટીતંત્ર દ્વારા પાછળથી આ અહેવાલની પુષ્ટિ કરવામાં આવી હતી. આ મુદ્દાની માહિતી મળતાં જ વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે જો આવું છે તો તે ચિંતાનો વિષય છે. અમે આ મામલે ઉચ્ચ કક્ષાએ તપાસ કરાવીશું.

વડાપ્રધાન મોદી બિડેન અને ટ્રમ્પ સાથે મુલાકાત કરશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે ત્રણ દિવસીય અમેરિકાના પ્રવાસે જઈ રહ્યા છે. આ દરમિયાન તેઓ ડેલાવેરના વિલ્મિંગ્ટનમાં અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેનને મળશે. તે જો બિડેનનું વતન પણ છે. ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે વડાપ્રધાન મોદી તેમને પણ મળવાના છે. જો કે ટ્રમ્પ સાથેની મુલાકાત અંગે વિદેશ મંત્રાલય દ્વારા કોઈ નક્કર જવાબ આપવામાં આવ્યો નથી. બંને નેતાઓની મુલાકાતની શક્યતા નકારી કાઢવામાં આવી નથી. પીએમ મોદીની આ મુલાકાતમાં યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધનો મુદ્દો પણ સામેલ થશે. તાજેતરમાં તેણે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સકી સાથે વાત કરી હતી. યુદ્ધવિરામના પ્રયાસો વચ્ચે પીએમ મોદી જો બિડેન સાથે રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને રોકવાને લઈને મોટી વાત શેર કરી શકે છે.

Continue Reading

આંતરરાષ્ટ્રીય

પન્નુ કેસમાં અમેરિકી કોર્ટે અજિત ડોભાલને સમન્સ પાઠવતાં ભડકી ઉઠી ભારત સરકાર, આપ્યો આવો જવાબ

Published

on

By

અમેરિકાની એક અદાલતે ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુની હત્યાના કાવતરાના આરોપમાં ભારત સરકારને સમન્સ મોકલયું છે. ન્યૂયોર્કના દક્ષિણી જિલ્લાની જિલ્લા અદાલતે આ સમન્સ ભારત સરકાર, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ, પૂર્વ RAW ચીફ સામંત ગોયલ, RAW એજન્ટ વિક્રમ યાદવ અને ઉદ્યોગપતિ નિખિલ ગુપ્તાના નામ પર જારી કર્યા છે. આ સમન્સમાં તમામ પક્ષકારોને 21 દિવસમાં જવાબ આપવા માટે કહેવામાં આવ્યું છે.

ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુના કેસમાં અમેરિકી કોર્ટ દ્વારા મોકલવામાં આવેલા સમન્સ પર ભારતે પ્રતિક્રિયા આપી છે. ભારતીય વિદેશ મંત્રાલયે અમેરિકી કોર્ટના સમન્સ સામે વાંધો ઉઠાવ્યો છે અને તેને ચિંતાજનક ગણાવ્યો છે.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું, ‘આ મામલો સંપૂર્ણપણે અયોગ્ય અને સરકારની નીતિ વિરુદ્ધ છે. અમે આ મામલે ગંભીરતાથી તપાસ કરી રહ્યા છીએ. ઉચ્ચ સ્તરીય તપાસ પણ શરૂ કરવામાં આવી છે અને તમામ પાસાઓ પર બારીકાઈથી નજર રાખવામાં આવી રહી છે.

વિદેશ સચિવ વિક્રમ મિસરીએ પણ આ મુદ્દે પ્રતિક્રિયા આપી હતી. તેણે કહ્યું, ‘આ આરોપ સંપૂર્ણપણે પાયાવિહોણો છે. આ કેસ કોઈપણ રીતે અમારો અભિપ્રાય બદલશે નહીં. આ કેસ દાખલ કરનાર વ્યક્તિ ગેરકાયદેસર સંસ્થાનું પ્રતિનિધિત્વ કરે છે. જ્યારે આ મુદ્દો પહેલીવાર અમારા ધ્યાન પર આવ્યો ત્યારે અમે પગલાં લીધાં. પન્નુ, કટ્ટરપંથી શીખ્સ ફોર જસ્ટિસના વડા, ભારતીય નેતાઓ અને સંસ્થાઓ સામે ભડકાઉ ભાષણો અને ધમકીઓ આપવા માટે જાણીતા છે.

કઈ કોર્ટમાં કેસ છે?

ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુએ ન્યૂયોર્કની સધર્ન ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં કેસ દાખલ કર્યો છે. જો કે આ વિવાદ વચ્ચે ભારતમાં અમેરિકી રાજદૂત એરિક ગારસેટ્ટીએ મીડિયા સાથે વાત કરી હતી. તેમણે કહ્યું કે આ બાબતથી ભારત-અમેરિકાના સંબંધો પર કોઈ અસર નહીં થાય.

શું છે મામલો?

ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુની હત્યાના કાવતરાના આરોપમાં અમેરિકન કોર્ટે ભારતને સમન્સ જારી કર્યું છે. આ સમન્સમાં ભારત સરકાર સહિત અનેક અગ્રણી ભારતીય અધિકારીઓના નામ સામેલ છે. ગુરપતવંત સિંહ પન્નુની હત્યાના ષડયંત્રના આરોપમાં યુએસ કોર્ટ દ્વારા મોકલવામાં આવેલા સમન્સમાં ભારત સરકાર, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ, પૂર્વ RAW ચીફ સામંત ગોયલ, RAW એજન્ટ વિક્રમ યાદવ અને ભારતીય ઉદ્યોગપતિ નિખિલ ગુપ્તાના નામ પણ છે. મહત્વની વાત એ છે કે આ તમામને 21 દિવસમાં જવાબ આપવા માટે કહેવામાં આવ્યું છે.

Continue Reading
રાષ્ટ્રીય1 min ago

હરિયાણામાં ભાજપ-કોંગ્રેસની ‘મફત’ લહાણી

ગુજરાત2 mins ago

મોરબીમાં ગણેશ વિસર્જન મામલે ભાજપ-પોલીસ આમને સામને

આંતરરાષ્ટ્રીય4 mins ago

9 વર્ષના બાળક પર 6 કિશોરોનું મસ્જિદના બાથરૂમમાં દુષ્કર્મ

રાષ્ટ્રીય6 mins ago

હરિયાણામાં ગેંગવોર, અંધાધૂંધ ફાયરિંગમાં ત્રણ યુવાનોનાં મોત

ગુજરાત6 mins ago

વેરાવળમાં અજાણ્યા બોલેરોની ઠોકરે ઘવાયેલા બાઇકચાલક આધેડનું મોત

રાષ્ટ્રીય9 mins ago

કોલકાતા કાંડ, 41 દિવસ બાદ તબીબોની હડતાળ સમેટાઇ

રાષ્ટ્રીય13 mins ago

શેરબજારમાં તેજી યથાવત સેન્સેક્સ 83600ને પાર

રાષ્ટ્રીય18 mins ago

મિસ ઈન્ડિયા વર્લ્ડ વાઈડ-2024નો તાજ ગુજરાતી મૂળની ધ્રુવી પટેલના શિરે

આંતરરાષ્ટ્રીય22 mins ago

મોદીની મુલાકાત પૂર્વે જ યુએસ કોર્ટે ભારત સરકાર સામે સમન્સ કાઢતા ખળભળાટ

ટેકનોલોજી29 mins ago

iPhone 16નું વેચાણ શરૂ થતાં જ અફરાતફરી, મુંબઈમાં Apple સ્ટોરની બહાર ઉમટી ભીડ,જુઓ વિડીયો

રાષ્ટ્રીય2 days ago

બજાજ હાઉસિંગ ફાઈનાન્સનો શેર આજે ઘટ્યો, જાણો કિંમત

ગુજરાત2 days ago

જવાહર ચાવડા હવે ભાજપ સામે લડી લેવાના મૂડમાં, બીજા પત્રો વાઈરલ કર્યા

કચ્છ2 days ago

રાપરના ગાગોદરમાં પાણીના ખાડામાં સાત બાળકો ડૂબ્યાં, ભાઈ-બહેનનાં મોત

રાષ્ટ્રીય2 days ago

‘વન નેશન-વન ઇલેક્શન’ના પ્રસ્તાવને લીલી ઝંડી, મોદી સરકારની કેબિનેટે આપી મંજૂરી

રાષ્ટ્રીય17 hours ago

ઓફિસના વર્કલોડે લીધો CAનો જીવ! માતાનો ભાવુક પત્ર વાંચીને કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણય

કચ્છ2 days ago

કચ્છના ફેમસ જોકીનો મુંબઇમાં આપઘાત

ગુજરાત23 hours ago

લીંબડી નજીક 120 કરોડના ખર્ચે બનેલા બ્રિજમાંથી સળિયા દેખાયા

ગુજરાત2 days ago

ભાવનગરમાં રાજ્યના પ્રથમ અનાજ ATMનો પ્રારંભ: લાભાર્થીઓને લાંબી લાઇનમાંથી મુક્તિ

ગુજરાત2 days ago

આજી-4 ડેમના પૂરથી પ્રભાવિત ખેડૂતો સરકાર સામે મોરચો માંડશે

ક્રાઇમ18 hours ago

ક્રેડિટ કાર્ડના નાણાની ઉઘરાણી માટે રેલવે કર્મચારીને ઓફિસમાં ઘુસી માર માર્યો

Trending