Connect with us

આંતરરાષ્ટ્રીય

વિદેશીઓને તાળીઓના તાલે ગરબે ઘુમાવે છે ‘સોનલબેન ગરબાવાળા’

Published

on

કેનેડામાં ટોરેન્ટો, સ્કારબોરોમાં રહીને ગરબા સહિત ભારતીય સંસ્કૃતિની જ્યોત જલાવી રહ્યા છે ડો.સોનલ શાહ

કેનેડાના એક મંદિરમાં માતાજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી હતી. મંદિર વ્યવસ્થાપકો દ્વારા એવું કહેવામાં આવ્યું કે જે મહિલા સાડી પહેરીને આવશે તેને જ કળશ યાત્રાનો લાભ મળશે.ભારતની જ એક દીકરીને કળશ યાત્રાનો લાભ લેવો હતો પરંતુ તેની પાસે સાડી નહોતી અને સાડી પહેરતા પણ આવડતું ન હોવાના કારણે ત્યાં રહેતી એક ભારતીય મહિલાને પોતાની વાત જણાવે છે. એ મહિલાએ પોતાની સાડી આપી એટલું જ નહિ પણ સુંદર રીતે પહેરાવી અને તૈયાર પણ કરી આપી. એ દીકરી ખૂબ જ ખુશ થઈ અને કળશ યાત્રાનો લાભ લીધો. પોતાની સાડી આપનાર એ ભારતીય મહિલા એટલે ડો.સોનલબેન શાહ. જેઓ કેનેડામાં રહીને ભારતીય સંસ્કૃતિ અને પરંપરાનું જતન કરે છે. આ તો ફક્ત સાડીની વાત હતી પરંતુ મહેંદી શીખવવાથી લઈને ગરબા અને દરેક રાજ્યના લોકનૃત્ય પણ તેઓ શીખવે છે. કેનેડામાં તેઓ ‘સોનલબેન ગરબાવાળા’ તરીકે જ ઓળખાય છે અને પોતાની આ ઓળખ માટે તેઓને ગર્વ છે.


મુંબઈમાં જન્મ અને ઉછેર થયો. 18 વર્ષની ઉંમરે લગ્ન કરીને વડોદરા આવ્યા. લગ્ન પછી આયુર્વેદ, નેચરોપેથી,સાઈકોલોજી વગેરે કર્યું અને 22 વર્ષની ઉંમરે સાઈકોલોજિસ્ટ તરીકે પ્રેક્ટિસ શરૂ કરી.દીકરી એશા અને દીકરા શુભમનો જન્મ થયો.બાળકોના ઉછેર સાથે તેઓ અનેકવિધ પ્રવૃત્તિ કરતા હતા. આ પ્રવૃત્તિમાં તેઓને સૌથી વધુ આકર્ષણ ગરબા પ્રત્યે હતું. પ્રાચીન-અર્વાચીન ગરબાનું તેમનું ગૃપ પણ હતું નવરાત્રીમાં તેઓ ગરબા ક્વીન બનતા. બેઠા ગરબા ઉપરાંત સંસ્કૃતમાં પણ ગરબા કરાવતા. કોરોના સમયે ઓનલાઇન ગરબામાં ઓસ્ટ્રેલિયા, કેનેડા,યુકેના લોકો પણ જોડાયા હતા.આ સમય દરમિયાન દીકરીને આગળ અભ્યાસ માટે સ્ટુડન્ટ વિઝા પર કેનેડા જવાનું થયું એટલે સોનલબેન પણ અનુકૂળતા અનુસાર દીકરી પાસે કેનેડા આવવા જવા લાગ્યા,ત્યારબાદ છેલ્લા બે વર્ષથી તેઓ કેનેડામાં સ્થિર થયા છે ત્યારે ટોરેન્ટો, સ્કારબોરોમાં રહીને તેઓ ભારતીય સંસ્કૃતિની જ્યોત જલાવી રહ્યા છે.


છેલ્લા 17 વર્ષથી રીલેશનશિપ પર કાઉન્સિલિંગ કરનાર અને ભારતીય સંસ્કૃતિ અને સંસ્કારને જીવનમાં ઉતારનાર ડો. સોનલબેન શાહ જણાવે છે કે, ‘વિદેશમાં જ જન્મેલ અને ઉછેર પામેલ યુવાનો આપણાં પ્રાચીન-અર્વાચીન ગરબા, આપણી પરંપરા,સંસ્કૃતિ વિશે અજાણ હોય છે. તેથી તેમના માટે રાજસ્થાની નૃત્ય, ભાંગડા,લાવણી અને ગરબા શીખવીએ છીએ પરંતુ ગરબા શીખવવાનો કોઈ ચાર્જ લેવામાં આવતો નથી.આ વર્ગોમાં ભારતીય લોકો સાથે વિદેશી લોકો પણ જોડાય છે. તેઓને હું તાળીનું મહત્ત્વ, ભાવનું મહત્ત્વ અને સંગીતનું મહત્ત્વ સુપેરે સમજાવું છું ત્યારે દરેક વિદેશીઓ પણ ભાષા ન જાણતા હોવા છતાં તાળીઓના તાલે મોજથી ગરબામાં ઝૂમી ઉઠે છે. અત્યાર સુધીમાં 350થી વધુ લોકોને ગરબા શીખવ્યા છે. વિદેશી લોકો પણ ગરબા રમતી વખતે ટ્રેડિશનલ સલવાર, કુર્તા અને ચણિયાચોળી દુપટ્ટા સાથે ગરબે રમે છે તે દૃશ્ય જોવા જેવું હોય છે.’

તેમની દીકરી એશા રાજસ્થાની નૃત્ય અગ્નિ ભવાઈમાં એક્સપર્ટ છે જેમાં માથા પર અગ્નિ રાખીને નૃત્ય કરવાનું હોય છે. તાજેતરમાં નાથન ફિલિપ સ્ક્વેરમાં તેણીએ પરફોર્મ કર્યું અને ઇન્ટરનેશનલ ડાન્સિંગ શોમાં પણ પરફોર્મ કરવાની તક મળી છે. ભારતીય સંસ્કૃતિ અને આપણા મૂળભૂત રીતે રિવાજો જળવાઈ રહે તે માટે સોનલબેનને પોતાની યુટ્યુબ ચેનલ શરૂ કરવી છે જેમાં તેઓ આપણા શાસ્ત્રોકત રીતિ રિવાજો,વ્રત,ઉત્સવ દરેકના કારણો અને મહત્ત્વ વિશેની માહિતી નવી પેઢીને આપી શકે. ડો.સોનલ શાહને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

વિદેશી લોકો પણ ગરબા રમતી વખતે ટ્રેડિશનલ સલવાર,કુર્તા અને ચણિયાચોળી દુપટ્ટા સાથે ગરબે રમે છે તે દૃશ્ય જોવા જેવું હોય છે: ડો.સોનલ શાહ

સ્ત્રીનું સ્વરૂપ સાડીમાં વધુ નિખરે છે
મહિલાઓને સંદેશ આપતા તેઓ જણાવે છે કે, ‘દરેક દેશના લોકો પોતાના કલ્ચરને પ્રમોટ કરતા હોય તો ભારતીય થઈને આપણે આપણા કલ્ચરને કઈ રીતે ભૂલી શકીએ? અન્ય દેશના લોકો આપણી સંસ્કૃતિ અપનાવે છે જ્યારે આપણે પાશ્ચાત્ય સંસ્કૃતિના રંગે રંગાઈને આપણી સંસ્કૃતિ ભૂલતા જઈએ છીએ.આપણે સાડી પહેરતા ભૂલી ગયા છીએ એટલું જ નહીં પરંતુ કુર્તા અને દુપટ્ટા પણ બહેનોના વસ્ત્રોમાંથી ગાયબ થઈ ગયા છે.ભગવાને સ્ત્રીને જે રૂૂપ આપ્યું છે તે સાડીમાં સૌથી વધુ નિખરે છે. જો સવારે જીમમાં જતી વખતે,ઓફિસ જતી વખતે કે પછી બહાર ફરવા જતી વખતે અલગ પ્રકારના કપડાં પહેરીએ છીએ તો પછી આપણા ટ્રેડિશનલ તહેવારો, પૂજા અને મંદિરમાં દર્શન કરવા જતી વખતે સાડી અથવા દુપટ્ટા સાથેની કુર્તી કેમ ન પહેરી શકીએ? ઇન્ડિયન કલ્ચર ખૂબ જ સમૃદ્ધ અને જાહોજલાલીવાળું છે. અહીંના લોકો વેજીટેરિયન અને વિગન બની રહ્યા છે ત્યારે આપણે ભારતીય તરીકે જાગૃત થવાની જરૂર છે.’

WRITTEN BY :- BHAVNA DOSHI

આંતરરાષ્ટ્રીય

પન્નુ કેસમાં અમેરિકી કોર્ટે અજિત ડોભાલને સમન્સ પાઠવતાં ભડકી ઉઠી ભારત સરકાર, આપ્યો આવો જવાબ

Published

on

By

અમેરિકાની એક અદાલતે ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુની હત્યાના કાવતરાના આરોપમાં ભારત સરકારને સમન્સ મોકલયું છે. ન્યૂયોર્કના દક્ષિણી જિલ્લાની જિલ્લા અદાલતે આ સમન્સ ભારત સરકાર, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ, પૂર્વ RAW ચીફ સામંત ગોયલ, RAW એજન્ટ વિક્રમ યાદવ અને ઉદ્યોગપતિ નિખિલ ગુપ્તાના નામ પર જારી કર્યા છે. આ સમન્સમાં તમામ પક્ષકારોને 21 દિવસમાં જવાબ આપવા માટે કહેવામાં આવ્યું છે.

ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુના કેસમાં અમેરિકી કોર્ટ દ્વારા મોકલવામાં આવેલા સમન્સ પર ભારતે પ્રતિક્રિયા આપી છે. ભારતીય વિદેશ મંત્રાલયે અમેરિકી કોર્ટના સમન્સ સામે વાંધો ઉઠાવ્યો છે અને તેને ચિંતાજનક ગણાવ્યો છે.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું, ‘આ મામલો સંપૂર્ણપણે અયોગ્ય અને સરકારની નીતિ વિરુદ્ધ છે. અમે આ મામલે ગંભીરતાથી તપાસ કરી રહ્યા છીએ. ઉચ્ચ સ્તરીય તપાસ પણ શરૂ કરવામાં આવી છે અને તમામ પાસાઓ પર બારીકાઈથી નજર રાખવામાં આવી રહી છે.

વિદેશ સચિવ વિક્રમ મિસરીએ પણ આ મુદ્દે પ્રતિક્રિયા આપી હતી. તેણે કહ્યું, ‘આ આરોપ સંપૂર્ણપણે પાયાવિહોણો છે. આ કેસ કોઈપણ રીતે અમારો અભિપ્રાય બદલશે નહીં. આ કેસ દાખલ કરનાર વ્યક્તિ ગેરકાયદેસર સંસ્થાનું પ્રતિનિધિત્વ કરે છે. જ્યારે આ મુદ્દો પહેલીવાર અમારા ધ્યાન પર આવ્યો ત્યારે અમે પગલાં લીધાં. પન્નુ, કટ્ટરપંથી શીખ્સ ફોર જસ્ટિસના વડા, ભારતીય નેતાઓ અને સંસ્થાઓ સામે ભડકાઉ ભાષણો અને ધમકીઓ આપવા માટે જાણીતા છે.

કઈ કોર્ટમાં કેસ છે?

ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુએ ન્યૂયોર્કની સધર્ન ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં કેસ દાખલ કર્યો છે. જો કે આ વિવાદ વચ્ચે ભારતમાં અમેરિકી રાજદૂત એરિક ગારસેટ્ટીએ મીડિયા સાથે વાત કરી હતી. તેમણે કહ્યું કે આ બાબતથી ભારત-અમેરિકાના સંબંધો પર કોઈ અસર નહીં થાય.

શું છે મામલો?

ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુની હત્યાના કાવતરાના આરોપમાં અમેરિકન કોર્ટે ભારતને સમન્સ જારી કર્યું છે. આ સમન્સમાં ભારત સરકાર સહિત અનેક અગ્રણી ભારતીય અધિકારીઓના નામ સામેલ છે. ગુરપતવંત સિંહ પન્નુની હત્યાના ષડયંત્રના આરોપમાં યુએસ કોર્ટ દ્વારા મોકલવામાં આવેલા સમન્સમાં ભારત સરકાર, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ, પૂર્વ RAW ચીફ સામંત ગોયલ, RAW એજન્ટ વિક્રમ યાદવ અને ભારતીય ઉદ્યોગપતિ નિખિલ ગુપ્તાના નામ પણ છે. મહત્વની વાત એ છે કે આ તમામને 21 દિવસમાં જવાબ આપવા માટે કહેવામાં આવ્યું છે.

Continue Reading

આંતરરાષ્ટ્રીય

ટ્રમ્પની ગૃપ્ત ફાઇલો ચોરી ઇરાની હેકર્સે પ્રમુખ બાઇડનની ટીમને આપી:FBI

Published

on

By

ઇરાને આરોપને ફગાવી પુરાવા જાહેર કરવા કહ્યું

અમેરિકી પ્રમુખની ચૂંટણીને લઈને ડોનાલ્ડ ટ્રમ્પ અને કમલા હેરિસ વચ્ચે કટ્ટર મુકાબલો ચાલી રહ્યો છે. બંને વચ્ચેની છેલ્લી અને પહેલી ડિબેટ ભલે કમલા હેરિસ જીતી ગઈ હોય, પરંતુ ટ્રમ્પે હજુ સુધી પોતાની હાર સ્વીકારી નથી. તેઓ સતત અમેરિકામાં નવી સરકાર બનાવવાનો દાવો કરી રહ્યા છે.


આ દરમિયાન અમેરિકન ગુપ્તચર એજન્સી એફબીઆઇના દાવાએ હલચલ મચાવી દીધી છે. એજન્સી અનુસાર, ઈરાની સાયબર હેકર્સએ જો બાઈડનની ટીમને ડોનાલ્ડ ટ્રમ્પના કેમ્પેઇનમાંથી ચોરાયેલી બિન-જાહેર ઓનલાઈન સામગ્રી મોકલી હતી.


ઞજ ઇન્ટેલિજન્સ અને કાયદા અમલીકરણ એજન્સીઓએ જણાવ્યું હતું કે, હેકર્સે પ્રમુખ બાઈડનની ઝુંબેશ સાથે સંકળાયેલા વ્યક્તિઓને ઇમેલ્સ મોકલ્યા હતા જેમાં ભૂતપૂર્વ પ્રમુખ ટ્રમ્પના અભિયાનમાંથી ચોરાયેલી બિન-જાહેર સામગ્રીના ભાગ હતા. ઉલ્લેખનીય છે કે, તે સમયે બાઈડને ડેમોક્રેટિક પાર્ટીના પ્રમુખ પદના ઉમેદવાર હતા, પરંતુ જુલાઈમાં ખૂબ જ નાટકીય રીતે તેમણે ઉમેદવારી સમાપ્ત કરવાની જાહેરાત કરી હતી અને કમલા હેરિસના નામને મંજૂરી આપી હતી.

એક નિવેદનમાં કહ્યું છે કે, જુલાઈમાં પ્રમુખ જો બાઈડનની કેમ્પેઇન ટીમ સાથે જોડાયેલા લોકોને એક અનઇચ્છનીય ઈ-મેલ મળ્યો હતો, જેમાં ઈરાની હેકર્સે ટ્રમ્પના કેમ્પેઇન સાથે સંબંધિત બિન-જાહેર ઓનલાઈન સામગ્રી મોકલી હતી. જો કે, બાઈડનની ટીમે તે ઈમેલનો જવાબ આપ્યો ન હતો. ઓગસ્ટમાં, એજન્સીએ હેક માટે ઈરાનને જવાબદાર ઠેરવ્યું હતું અને તેહરાન પર 2024ની ચૂંટણીને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો હતો. જો કે ઈરાને આ આરોપોને નકારી કાઢ્યા હતા.

Continue Reading

Sports

બાંગ્લાદેશના હસમ મહમૂદનો તરખાટ, 35 રન આપી ભારતની 4 વિકેટ ઉડાવી

Published

on

By

પ્રથમ ટેસ્ટ મેચમાં 54 ઓવરમાં 209 રન બનાવી ભારતે છ વિકેટ ગુમાવી

બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટમાં ભારતે 3 વાગ્યા સુધીમાં 54 ઓવરમાં 209 રન બનાવીને 6 વિકેટ ગુમાવી છે. રવીન્દ્ર જાડેજા અને રવિચંદ્રન અશ્ર્વિન રમી રહ્યા છે. હસન મહમુદે 13 ઓવરમાં 35 રન આપી ચાર વિકેટ ઝડપી હતી. ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે પહેલી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. આ મેચમાં બાંગ્લાદેશે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ટીમ ઈન્ડિયાએ બેટિંગ કરતા છ મહત્વની વિકેટ ગુમાવી છે. આ વિકેટો કેપ્ટન રોહિત શર્મા, શુભમન ગિલ, વિરાટ કોહલી અને રિષભ પંતની છે. આ ચારેય વિકેટ બાંગ્લાદેશના યુવા બોલર હસન મહમૂદે લીધી છે જ્યારે લોકેશ રાહુલને મહેન્દી હસને અને જયસ્વાલને નાહિદ રાણાએ આઉટ કર્યા હતા.


હસન મહમૂદ તેની ચોથી ટેસ્ટ મેચ રમી રહ્યો છે. તમને જણાવી દઈએ કે કોણ છે બાંગ્લાદેશ ક્રિકેટ ટીમના બોલર હસન મહેમૂદ જેણે ભારતીય ક્રિકેટ ટીમને ચોંકાવી દીધા હતા. હસન મહમૂદે બાંગ્લાદેશ ક્રિકેટ ટીમને શાનદાર શરૂૂઆત અપાવી છે. ભારત સામે બોલિંગ કરતી વખતે તેને 9 ઓવરમાં 4 મોટી વિકેટ ઝડપી હતી. તેને પહેલા રોહિત શર્મા, પછી શુભમન ગિલ, વિરાટ કોહલી અને રિષભ પંતની વિકેટ લીધી. રોહિત શર્માએ 19 બોલમાં 6 રન, શુભમન ગિલે 8 બોલમાં 0 રન, વિરાટ કોહલીએ 6 બોલમાં 6 રન અને રિષભ પંતે 52 બોલમાં 39 રન બનાવ્યા હતા. ભારતે આ ચાર વિકેટ માત્ર 96 રનમાં ગુમાવી દીધી હતી. હસન મહમૂદે કેચ આઉટ દ્વારા ચારેય વિકેટ લીધી હતી.

Continue Reading
રાષ્ટ્રીય3 hours ago

ઓફિસના વર્કલોડે લીધો CAનો જીવ! માતાનો ભાવુક પત્ર વાંચીને કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણય

રાષ્ટ્રીય3 hours ago

દિલ્હીમાં યમુના નદીના કિનારે બનેલો બંસેરા પાર્ક 25 રીતે પ્રવાસીઓને કરે છે આકર્ષિત , જાણો તેની તમામ ખાસિયતો

આંતરરાષ્ટ્રીય4 hours ago

પન્નુ કેસમાં અમેરિકી કોર્ટે અજિત ડોભાલને સમન્સ પાઠવતાં ભડકી ઉઠી ભારત સરકાર, આપ્યો આવો જવાબ

રાષ્ટ્રીય4 hours ago

યુપી-બિહારમાં વરસાદનું તાંડવ, 300 ગામડાંઓ ડૂબી ગયા: 247 શાળાઓ બંધ

રાષ્ટ્રીય4 hours ago

બિહાર NDAમાં દંગલ, જેડીયુનો 130 અને એલજેપીઆરનો 38 બેઠકનો દાવો

રાષ્ટ્રીય4 hours ago

50 વર્ષના સંશોધન બાદ નવા બ્લડ ગ્રુપ એમએએલની શોધ કરતા વૈજ્ઞાનિકો

ગુજરાત4 hours ago

અમદાવાદમાં PMના કાર્યક્રમ સ્થળે ડોમ તૂટતાં 9 ઘવાયા

આંતરરાષ્ટ્રીય4 hours ago

ટ્રમ્પની ગૃપ્ત ફાઇલો ચોરી ઇરાની હેકર્સે પ્રમુખ બાઇડનની ટીમને આપી:FBI

ક્રાઇમ5 hours ago

ક્રેડિટ કાર્ડના નાણાની ઉઘરાણી માટે રેલવે કર્મચારીને ઓફિસમાં ઘુસી માર માર્યો

રાષ્ટ્રીય5 hours ago

ભારત પોતાના લોકોને ફંડિગ દ્વારા આપણી સંસદમાં મોકલે છે, કેનેડાનો ગંભીર આરોપ

ગુજરાત1 day ago

જવાહર ચાવડા હવે ભાજપ સામે લડી લેવાના મૂડમાં, બીજા પત્રો વાઈરલ કર્યા

રાષ્ટ્રીય1 day ago

બજાજ હાઉસિંગ ફાઈનાન્સનો શેર આજે ઘટ્યો, જાણો કિંમત

રાષ્ટ્રીય1 day ago

‘વન નેશન-વન ઇલેક્શન’ના પ્રસ્તાવને લીલી ઝંડી, મોદી સરકારની કેબિનેટે આપી મંજૂરી

કચ્છ1 day ago

રાપરના ગાગોદરમાં પાણીના ખાડામાં સાત બાળકો ડૂબ્યાં, ભાઈ-બહેનનાં મોત

આંતરરાષ્ટ્રીય1 day ago

ઈન્ટરનેટ કે મોબાઈલ નેટવર્ક ન હોવા છતાં પેજરમાં વિસ્ફોટ, મોબાઈલ ફોનમાં આવું થાય તો કરોડો લોકો પર ખતરો

ગુજરાત1 day ago

આજી-4 ડેમના પૂરથી પ્રભાવિત ખેડૂતો સરકાર સામે મોરચો માંડશે

ગુજરાત1 day ago

રાજકોટ ક્લાઇમેટ રેસિલિયન્ટ એક્શન પ્લાનનું ન્યૂ દિલ્હી ખાતે કરાયું લોન્ચિંગ

ગુજરાત1 day ago

રાજકોટના કેટરર્સ સંચાલકનું દિલ્હીની યુવતી ઉપર દુષ્કર્મ

રાષ્ટ્રીય1 day ago

ટોલ વસૂલાત પહેલા અને પછી સરકારને ઘણા ખર્ચાઓ ભોગવવા પડે છે: ગડકરી

રાષ્ટ્રીય1 day ago

આર્થિક અસમાનતા વધી, 10 કરોડથી વધુ કમાણી કરનારા ભારતીયોમાં વધારો

Trending